________________
[ ૨૧૦ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
पण्णत्ते,विसाहा इंदग्गीदेवयाए पण्णत्ते, अणुराहा मित्तदेवयाए, जेट्ठा इंददेवयाए, मूले णिरइदेवयाए, पुव्वासाढा आउदेवयाए, उत्तरासाढा विस्सदेवयाए पण्णत्ते । ભાવાર્થ-આ રીતે સર્વ નક્ષત્રના સ્વામી દેવા માટે પ્રશ્ન પૂછવા, તેના ઉત્તરમાં જાણવું કે રેવતી નક્ષત્રના સ્વામી પૂષ દેવ છે, અશ્વિની નક્ષત્રના સ્વામી અશ્વ દેવ છે, ભરણી નક્ષત્રના સ્વામી યમ દેવ છે, કૃતિકા નક્ષત્રના સ્વામી અગ્નિ દેવ, રોહિણી નક્ષત્રના સ્વામી પ્રજાપતિ દેવ, મૃગશીર્ષ નક્ષત્રના સ્વામી સોમ દેવ, આદ્ર નક્ષત્રના સ્વામી રુદ્ર દેવ, પુનર્વસુ નક્ષત્રના સ્વામી અદિતિ દેવ, પુષ્ય નક્ષત્રના સ્વામી બૃહસ્પતિ દેવ, અશ્લેષા નક્ષત્રના સ્વામી સર્પ દેવ, મઘા નક્ષત્રના સ્વામી પિતૃ દેવ, પૂર્વાફાલ્યુની નક્ષત્રના સ્વામી ભગ દેવ, ઉત્તરાફાલ્યુની નક્ષત્રના સ્વામી અર્યમ દેવ, હસ્ત નક્ષત્રના સ્વામી સવિતૃ(સૂર્ય) દેવ, ચિત્રા નક્ષત્રના સ્વામી ત્વષ્ટા દેવ, સ્વાતિ નક્ષત્રના સ્વામી વાયુ દેવ, વિશાખા નક્ષત્રના સ્વામી ઇન્દ્રાગ્નિ દેવ, અનુરાધા નક્ષત્રના સ્વામી મિત્ર દેવ, જ્યેષ્ઠા નક્ષત્રના સ્વામી ઇન્દ્ર દેવ, મૂલ નક્ષત્રના સ્વામી નૈઋત દેવ, પૂર્વાષાઢા નક્ષત્રના સ્વામી આપ-જલ દેવ અને ઉત્તરાષાઢા નક્ષત્રના સ્વામી વિશ્વ દેવ છે.
* પ્રાભૃત-૧૦/૧ર સંપૂર્ણ