________________
પ્રાભૂત-૧૦ઃ પ્રતિપ્રાભૂત-૧૧
૨૦૫ |
(૩) આ ચંદ્રમંડળોમાંથી પ્રથમ ચંદ્રમંડળ, બીજું ચંદ્રમંડળ, અગિયારમું ચંદ્રમંડળ, પંદરમું ચંદ્રમંડળ, આ ચાર મંડળો સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રના સામાન્ય મંડળો છે અર્થાત આ મંડળોની ઉપર-નીચે સૂર્ય અને નક્ષત્રના મંડળ છે.
(૪) આ ચંદ્રમંડળોમાંથી છઠ્ઠ ચંદ્રમંડળ, સાતમું ચંદ્રમંડળ, આઠમું ચંદ્રમંડળ, નવમું ચંદ્રમંડળ અને દસમું ચંદ્રમંડળ, આ પાંચ ચંદ્રમંડળો સદા સૂર્યથી રહિત હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ચંદ્ર-સૂર્ય નક્ષત્રના મંડળો–માર્ગનું કથન છે. જંબૂદ્વીપના ૧૮૦ યોજન અને લવણ સમુદ્રના ૩૩) યોજન, કુલ ૫૧) યોજનમાં સૂર્યના ૧૮૪, ચંદ્રના ૧૫ અને નક્ષત્રના ૮ મંડળ અર્થાત પરિભ્રમણના માર્ગ છે, તેથી ચંદ્ર, સૂર્ય કે નક્ષત્રના કેટલાક મંડળ સાથે(સામાન્ય) થઈ જાય છે અને મંડળ ની પહોળાઈ, મંડળ વચ્ચેનું અંતર ભિન્ન-ભિન્ન હોવાથી કેટલાક મંડળ એક-બીજાથી સ્વતંત્ર રહે છે. વિદિયા- અવિરહ-વિરહ નથી. ચંદ્રના આઠ મંડળીમાં ચંદ્રને ક્યારેય નક્ષત્રોનો વિરહ હોતો નથી અર્થાત્ આઠ ચંદ્ર મંડળ અને નક્ષત્ર મંડળ સાથે છે. વિથિ - વિરહ. સાત ચંદ્ર મંડળોમાં ચંદ્રને સદા નક્ષત્રોને વિરહ જ હોય છે અર્થાત્ ચંદ્રના સાત મંડળ સાથે નક્ષત્રના મંડળ નથી અને ચંદ્રના પાંચ મંડળ સાથે સૂર્ય મંડળ નથી. સામણા- સામાન્ય. ચંદ્રના ચાર મંડળ સૂર્ય અને નક્ષત્ર બંને માટે સામાન્ય છે અર્થાત્ ચાર મંડળ ત્રણેના સાથે છે.
ચંદ્રના દસ મંડળ સાથે સૂર્યના દસ મંડળ છે અને ચંદ્રના પાંચ મંડળ સાથે સૂર્ય મંડળ નથી. પ્રથમ પાંચ ચંદ્રમંડળ સૂર્યથી યુક્ત છે, મધ્યના પાંચ ચંદ્ર મંડળ સૂર્યથી રહિત છે અને અંતિમ પાંચ મંડળ સૂર્યથી યુક્ત છે. બે ચંદ્ર મંડળ વચ્ચે સૂર્યના લગભગ ૧૨ કે ૧૩ મંડળો છે. ચંદ્ર-સૂર્યના સહમંડળ :સૂર્ય મંડળ ચંદ્ર મંડળ સૂર્ય મંડળ ચંદ્ર મંડળ | સૂર્ય મંડળ ચંદ્ર મંડળ
૭ વચ્ચે
૧૩૨ ૭૯/૮૦ વચ્ચે
૧૪૫ ૯૧/૨ વચ્ચે
૧૫૮ ૧૦૫/૧૦૬ વચ્ચે
૧૭૧ ૫૩ ૧૧૮/૧૧૯ વચ્ચે ૧૦
૧૮૪ આઠ નક્ષત્ર મંડળ - પ્રથમ નક્ષત્ર મંડળ અને પ્રથમ ચંદ્ર મંડળ સાથે છે. આ પ્રથમ નક્ષત્ર મંડળ ઉપર ૧. અભિજિત ૨. શ્રવણ ૩. ધનિષ્ઠા ૪. શતભિષક ૫. પૂર્વાભાદ્રપદા ૬. ઉત્તરાભાદ્રપદા ૭. રેવતી ૮. અશ્વિની ૯. ભરણી ૧૦. પૂર્વાફાલ્ગની ૧૧. ઉત્તરાફાલ્ગની ૧૨. સ્વાતિ, આ બાર નક્ષત્રો પરિભ્રમણ કરે છે.
ચંદ્રનું ત્રીજું મંડળ અને નક્ષત્રનું બીજું મંડળ સાથે છે. આ મંડળ ઉપર (૧) પુનર્વસુ અને (૨) મઘા, આ બે નક્ષત્ર પરિભ્રમણ કરે છે.
૧૫