________________
| પ્રાભૂત-૧૦ઃ પ્રતિપ્રાભૃત-૧૧
| ૨૦૩]
(૧) દક્ષિણાભિમુખી યોગ :- જે નક્ષત્રો ચંદ્રથી દક્ષિણ દિશામાં જ રહીને સાથે ચાલે છે તેવા નક્ષત્રોનો ચંદ્ર સાથે દક્ષિણાભિમુખી-દક્ષિણ દિશાથી યોગ થાય છે. સર્વ બાહ્ય મંડળવર્તી પ્રથમના નક્ષત્રોનો (પૂર્વાષાઢા, ઉત્તરાષાઢાને વર્જિને) યોગ ચંદ્રની દક્ષિણ દિશાથી જ થાય છે. (૨) ઉત્તરાભિમુખી યોગ :- જે નક્ષત્રો ચંદ્રથી ઉત્તર દિશામાં જ રહીને સાથે ચાલે છે, તેવા નક્ષત્રોનો ચંદ્ર સાથે ઉત્તરાભિમુખી કે ઉત્તર દિશાથી યોગ થાય છે. સર્વાત્યંતર મંડળવર્તી ૧ર નક્ષત્રો ઉત્તરથી જ યોગ કરે છે. (૩) પ્રમર્દ યોગ :- જે નક્ષત્રો ચંદ્રની ઉપર કે નીચે સીધાઈમાં રહીને જ સાથે ચાલે તેવા નક્ષત્રોનો ચંદ્ર સાથે પ્રમર્દ યોગ થાય છે. જ્યેષ્ઠા નક્ષત્રને ચંદ્ર સાથે હંમેશાં પ્રમર્દ યોગ જ થાય છે. (૪) ઉત્તર, દક્ષિણ પ્રમઈ આ ત્રણ પ્રકારના યોગ કરનાર નક્ષત્રો - મધ્યમંડળ એટલે બીજાથી સાતમા મંડળના આઠ નક્ષત્રોમાંથી જ્યેષ્ઠાને વર્જિને શેષ ૭ નક્ષત્રોનો ચંદ્ર સાથે ત્રણે પ્રકારે યોગ થાય છે. ચંદ્ર જ્યારે બહાર જતો હોય ત્યારે આ ૭ નક્ષત્રો સાથે ઉત્તર દિશાથી યોગ થાય છે. ચંદ્ર જ્યારે અંદર આવતો હોય ત્યારે દક્ષિણ દિશાથી યોગ થાય છે અને જ્યારે નક્ષત્ર વિમાનો ચંદ્ર વિમાનની ઉપર અથવા નીચે સીધાઈમાં આવીને સાથે ગમન કરતા હોય, ત્યારે પ્રમર્દ યોગ થાય છે. (૫) દક્ષિણ અને પ્રમર્દ, આ બે પ્રકારના યોગ કરનાર નક્ષત્રો:- પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રને ૪-૪ તારા છે. તેમાંથી તેના બે-બે તારા(વિમાન) આઠમા મંડળની અંદર અને બે-બે તારા બહાર છે. બહારના બે તારાની અપેક્ષાએ ચંદ્રનો યોગ દક્ષિણ દિશાથી થાય છે અને અંદરના બે તારાની અપેક્ષાએ ઉપર અથવા નીચે રહેવાથી પ્રમર્દ યોગ થાય છે. ઉત્તરાભિમુખી, દક્ષિણાભિમુખી, પ્રમર્દ યોગી નક્ષત્રો :
૧ | દક્ષિણાભિમુખી યોગ કરનારા નક્ષત્રો | | મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, આશ્લેષા, હસ્ત અને મૂળ ૨ | ઉત્તરાભિમુખી યોગ કરનારા નક્ષત્રો | ૧૨| અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષક,
પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, રેવતી, અશ્વિની,
| ભરણી, પૂર્વાફાલ્યુની, ઉત્તરાફાલ્ગની, સ્વાતિ ૩ | દક્ષિણ, ઉત્તર અને પ્રમર્દ, આ ત્રણે
| કૃત્તિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, | પ્રકારનો યોગ કરનારા નક્ષત્રો
અને અનુરાધા. દક્ષિણ અને પ્રમર્દ યોગ, આ બે
૨ | પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા પ્રકારનો યોગ કરનારા નક્ષત્રો. | ૫ | કેવળ પ્રમર્દ યોગ નક્ષત્ર
૧ | જયેષ્ઠા ચંદ્ર મંડળની સાથેના સૂર્ય-નક્ષત્ર મંડળો:| ३ ता कइ ते चंदमंडला पण्णत्ता ? ता पण्णस्स चंदमंडला पण्णत्ता । ता एएसिं णं पण्णरसण्हं चंदमंडलाणं- अस्थि चंदमंडला जे णं सया णक्खत्तेहिं अविरहिया । अस्थि चंदमंडला जे णं सया णक्खत्तेहिं विरहिया । अस्थि चंदमंडला जे णं रवि-ससि-णक्खत्ताणं सामण्णा भवंति । अत्थि चंदमंडला जे णं सया आदिच्चेहिं विरहिया ।