________________
૨૦૨ ]
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
ગોતિ તે સત્ત, ગહ-ત્તિયા, રોહિfી, પુખધ્વરૂ, મધ, ચિત્તા, વિસાહ, મજુરાહી !
तत्थ जे ते णक्खत्ता जे णं चंदस्स दाहिणेणऽवि पमई जोयं जोएंति, ताओ णं दो आसाढाओ सव्वबाहिरे मंडले जोयं जोएंसु वा, जोएंति वा जोएस्संति वा ।
तत्थ जे ते णक्खत्ते जे णं सया चंदस्स पमई जोगं जोएइ, सा णं एगा, ને ! ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન! ૨૮ નક્ષત્રમાંથી (૧) કેટલા અને ક્યા નક્ષત્રો ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી એટલે દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે? (૨) કેટલા અને ક્યા નક્ષત્રો ચંદ્ર સાથે ઉત્તર દિશાથી યોગ કરે છે? (૩) કેટલા અને ક્યા નક્ષત્રો ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી, ઉત્તર દિશાથી અને પ્રમર્દ યોગ–ઉપર નીચેથી યોગ કરે છે? (૪) કેટલા અને ક્યા નક્ષત્રો ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી અને ઉપર-નીચેથી યોગ કરે છે? (૫) કેટલા અને ક્યા નક્ષત્ર હંમેશાં પ્રમર્દ—ઉપર નીચેથી યોગ કરે છે?
ઉત્તર- ૨૮ નક્ષત્રમાંથી– (૧) મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત અને મૂલ, આ છ નક્ષત્રો ચંદ્ર સાથે દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. આ છ નક્ષત્ર ચંદ્રના સર્વ બાહ્ય મંડળની બહારની બાજુએ હોય છે, તેથી તેનો દક્ષિણ દિશાથી જ ચંદ્ર સાથે યોગ થાય છે.
(૨) અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષક, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વાફાલ્યુની, ઉત્તરાફાલ્ગની, સ્વાતિ, આ ૧૨ નક્ષત્રો ચંદ્રની ઉત્તર દિશામાં રહીને ચંદ્ર સાથે યોગ કરે છે.
(૩) કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, આ સાત નક્ષત્રો ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી, ઉત્તર દિશાથી અને પ્રમર્દયોગ, એમ ત્રણ પ્રકારે યોગ કરે છે.
(૪) બે આષાઢા(પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા) નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી અને પ્રમર્દ યોગ કરે છે. તે નક્ષત્રોએ સર્વબાહ્ય મંડળ પર યોગ કર્યો હતો, કરે છે અને કરશે.
(૫) એક જ્યેષ્ઠા નક્ષત્ર ચંદ્ર સાથે માત્ર એક પ્રમર્દ યોગ (ઉપર કે નીચે સીધાઈમાં રહીને જ સંબંધ) કરે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ચંદ્ર સાથે નક્ષત્રો દક્ષિણ, ઉત્તર આદિ દિશામાં રહીને યોગ કરે છે, તેનું વર્ણન છે. ચંદ્ર મંડળની ઉપર-નીચે નક્ષત્રના આઠ મંડળ છે. નક્ષત્રોની પરિભ્રમણ ગતિ તીવ્ર છે અને ચંદ્રની પરિભ્રમણ ગતિ મંદ છે. યોગ:- યો સવયં પોત-પોતાના પરિભ્રમણ માર્ગ પર ભ્રમણ કરતા ચંદ્ર અને નક્ષત્રો જેટલો સમય એક સાથે ગમન કરે, તેને યોગ કહે છે અર્થાત્ ચંદ્ર અને નક્ષત્રોના સહગમન રૂપ સંબંધને યોગ કહે છે. ચંદ્ર અને નક્ષત્રના યોગ - ચંદ્ર અને નક્ષત્રના પાંચ પ્રકારના યોગ-સંબંધ છે.