________________
પ્રાભૂત-૧૦ : પ્રતિપ્રામૃત-૧૦
पुव्वा फग्गुणी पण्णरस अहोरत्ते णेइ, उत्तराफग्गुणी एगं अहोरत्तं णेइ ।
तंसि च णं मासंसि सोलसं अंगुलाई पोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ, तस्स णं मासस्स चरिमे दिवसे तिण्णि पादाइं चत्तारि अंगुलाई पोरिसी भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હેમંતૠતુના ચોથા ફાલ્ગુન માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે ? ઉત્તરફાલ્ગુન માસને (૧) મઘા (૨) પૂર્વાફાલ્ગુની (૩) ઉત્તરાફાલ્ગુની, આ ત્રણ નક્ષત્ર પરિવહન કરે છે. ફાલ્ગુન(ફાગણ) માસમાં ૧૪ અહોરાત્ર પર્યંત મઘા, ૧૫ અહોરાત્ર પર્યંત પૂર્વાફાલ્ગુની અને ૧ અહોરાત્ર પર્યંત ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહે છે. (૧૪ + ૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર).
૧૯૫
તે ફાલ્ગુન માસમાં સૂર્ય પુરુષ પ્રમાણ(બે પાદરૂપ) પોરસી છાયામાં ૧૬ અંગુલની વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તે માસના અંતિમ દિવસે ત્રણ પાદ અને ચાર અંગુલ પ્રમાણ પોરસી છાયા હોય છે.
९ ता गिम्हाणं पढमं मासं कइ णक्खत्ता णेंति ? ता तिण्णि णक्खत्ता णेंति, તેં નહીં- ઉત્તરા મુળી, હથો, ચિત્તા । ઉત્તરા મુળી ચોપ્ત મહોત્તે ખેર, हत्थो पण्णरस अहोरत्ते णेइ, चित्ता एगं अहोरत्तं णेइ ।
तंसि णं मासंसि दुवालसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ, तस्स णं मासस्स चरिमे दिवसे लेहत्थाइं तिण्णि पादाइं पोरिसी भवइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- ગ્રીષ્મ ઋતુના પ્રથમ ચૈત્ર માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે ? ઉત્તર- ચૈત્ર માસને (૧) ઉત્તરાફાલ્ગુની (ર) હસ્ત (૩) ચિત્રા, આ ત્રણ નક્ષત્ર પરિવહન કરે છે. ચૈત્રમાસમાં ૧૪ અહોરાત્ર પર્યંત ઉત્તરા ફાલ્ગુની, ૧૫ અહોરાત્ર પર્યંત હસ્ત અને ૧ અહોરાત્ર પર્યંત ચિત્રા નક્ષત્ર રહે છે. (૧૪ + ૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર).
તે ચૈત્રમાસમાં સૂર્ય પુરુષ પ્રમાણ(બે પાદરૂપ) પોરસી છાયામાં ૧૨ અંગુલની વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે, તેથી તે માસના અંતિમ દિવસે પાદ રેખાસ્થ અર્થાત્ ૧૨ અંગુલ પ્રમાણ એક પાદ અનુસાર પૂરેપૂરા ત્રણ પગ પ્રમાણ પોરસી છાયા હોય છે.
१० ता गिम्हाणं बितियं मासं कइ णक्खत्ता णेंति ? ता तिण्णि णक्खत्ता નંતિ, તં નહા- ચિત્તા, સાર્ફ, વિસાહા । ચિત્તા ચૌક્ષ અહોત્તે નેફ, સારૂં पण्णरस अहोरत्ते णेइ, विसाहा एगं अहोरत्ते णेइ ।
तंसि च णं मासंसि अट्ठगुलाए पोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ, तस्स णं मासस्स चरिमे दिवसे दो पादाई अट्ठ अंगुलाई पोरिसी भवइ ।
ભાવાર્થ :- પ્રશ્ન– ગ્રીષ્મ ઋતુના બીજા વૈશાખ માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે ? ઉત્તરવૈશાખ માસને (૧) ચિત્રા (૨) સ્વાતિ (૩) વિશાખા, આ ત્રણ નક્ષત્ર પરિવહન કરે છે. વૈશાખ માસમાં ૧૪ અહોરાત્ર પર્યંત ચિત્રા, ૧પ અહોરાત્ર પર્યંત સ્વાતિ, ૧ અહોરાત્ર પર્યંત વિશાખા નક્ષત્ર રહે છે. (૧૪ + ૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર).