________________
[ ૧૯૬ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
તે વૈશાખ માસમાં સૂર્ય પુરુષ પ્રમાણ (બે પાદરૂ૫) પોરસી છાયામાં ૮ અંગુલની વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તે માસના અંતિમ દિવસે બે પાદ આઠ અંગુલ પ્રમાણ પોરસી હોય છે. |११ ता गिम्हाणं ततियं मासं कइ णक्खत्ता ऐति ? ता चत्तारि णक्खत्ता ऐति, तं जहा- विसाहा, अणुराहा, जेट्ठामूलो । विसाहा चोद्दस अहोरते णेइ, अणुराहा अट्ठ अहोरत्ते णेइ, जेट्ठा सत्त अहोरते णेइ, मूलो एगं अहोरत्तं णेइ ।
तंसि च णं मासंसि चउरंगुलाए पोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ, तस्स णं मासस्स चरिमे दिवसे दो पादाई य चत्तारि अंगुलाई पोरिसी भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- ગ્રીષ્મ ઋતુના ત્રીજા જ્યેષ્ઠ માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે? ઉત્તરજ્યેષ્ઠ(જેઠ) માસને (૧) વિશાખા (૨) અનુરાધા (૩) જ્યેષ્ઠા (૪) મૂલ, આ ચાર નક્ષત્ર પરિવહન કરે છે. જ્યેષ્ઠ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત વિશાખા, ૮ અહોરાત્ર પર્યત અનુરાધા, ૭ અહોરાત્ર પર્યત જ્યેષ્ઠા અને ૧ અહોરાત્ર પર્યત મૂલ નક્ષત્ર રહે છે.(૧૪ + ૮ + ૭ + ૧ = ૩૦ અહોરાત્ર).
તે જ્યેષ્ઠ(જેઠ) માસમાં સૂર્ય પુરુષ પ્રમાણ(બે પાદરૂ૫) પોરસી છાયામાં ૪ અંગુલની વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તે માસના અંતિમ દિવસે બે પાદ અને ચાર અંગુલ પ્રમાણ પોરસી હોય છે. १२ ता गिम्हाणं चउत्थं मासं कइ णक्खत्ता ऐति ? ता तिण्णि णक्खत्ता ऐति, तं जहा- मूलो, पुव्वासाढा, उत्तरासाढा । मूलो चोद्दस अहोरत्ते णेइ, पुव्वासाढा पण्णरस अहोरत्ते णेइ, उत्तरासाढा एग अहोरत्तं णेइ ।
तंसि च णं मासंसि वट्टाए समचउरंससंठियाए णग्गोहपरिमंडलाए सकायमणुरंगिणीए छायाए सूरिए अणुपरियट्टइ, तस्स णं मासस्स चरिमे दिवसे लेहत्थाइं दो पादाई पोरसीए भवइ । ભાવાર્થ-પ્રશ્ન- ગ્રીષ્મ ઋતુના ચોથા અષાઢ માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે? ઉત્તર- અષાઢ માસને (૧) મૂલ (૨) પૂર્વાષાઢા (૩) ઉત્તરાષાઢા આ ત્રણ નક્ષત્ર પરિવહન કરે છે. અષાઢ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત મૂળ નક્ષત્ર, ૧૫ અહોરાત્ર પર્યત પૂર્વાષાઢા નક્ષત્ર, 1 અહોરાત્ર પર્યત ઉત્તરાષાઢા નક્ષત્ર રહે છે. (૧૪+ ૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર).
તે અષાઢ માસમાં સૂર્ય ગોળ વસ્તુ, સમચતુરસકે ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાનવાળી વસ્તુની છાયામાં વૃદ્ધિનહાનિ રહિત પોતાની કાયા સમ એટલે પ્રકાશ્ય વસ્તુને અનુરૂપ છાયાને કરતો પરિભ્રમણ કરે છે. તે તે માસના અંતિમ દિવસે પોરસી છાયા પૂરેપૂરા બે પાદ પ્રમાણ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માસના પરિવહન કરનારા નક્ષત્ર અને પોરસી છાયા પ્રમાણનું વર્ણન છે.
તેમાં એક વર્ષની ૩ ઋતુ, પ્રત્યેક ઋતુના ૪-૪ મહિના, એમ કુલ ૧૨ મહિનાના પ્રત્યેક માસના નક્ષત્રોની સંખ્યા અને તે નક્ષત્રોની તે માસમાં રહેવાની કાળમર્યાદા પ્રગટ કરી છે.