________________
૧૯૪]
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર- માર્ગશીર્ષ(માગસર)માસને (૧) કૃતિકા (૨) રોહિણી (૩) મૃગશીર્ષ, આ ત્રણ નક્ષત્ર પરિવહન કરે છે. (માગસર)માસમાં ૧૪ અહોરાત્ર પર્યત કૃતિકા, ૧૫ અહોરાત્ર પર્યત રોહિણી, ૧ અહોરાત્ર પર્યત મૃગશીર્ષ નક્ષત્ર રહે છે. (૧૪ + ૧૫ + ૧ = 30 અહોરાત્ર).
- તે (માગસર)માસમાં સર્વ પોરસી પ્રમાણ(બે પાદ ૩પ) પરુષ છાયામાં ૨૦ અંગલની વદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે ત્રણ પાદ અને આઠ અંગુલ પ્રમાણ પોરસી છાયા હોય છે. | ६ ता हेमंताणं बिइयं मासं कइ णक्खत्ता ऐति ? ता चत्तारि णक्खत्ता ऐति, तं जहा- संठाणा, अद्दा, पुणव्वसू पुस्सो । संठाणा चोद्दस अहोरत्ते णेइ, अद्दा अट्ठ अहोरत्ते णेइ, पुणव्वसू सत्त अहोरत्ते णेइ, पुस्से एगं अहोरत्तं णेइ ।
तंसि च णं मासंसि वीसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ, तस्स णं मासस्स चरिमे दिवसे लेहत्थाइं चत्तारि पादाई पोरिसी भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હેમંત ઋતુના બીજા પોષ માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે? ઉત્તર- પોષ માસને (૧) મૃગશીર્ષ (૨) આ (૩) પુનર્વસુ (૪) પુષ્ય, આ ચાર નક્ષત્ર પરિવહન કરે છે. પોષ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત મૃગશીર્ષ, ૮ અહોરાત્ર પર્યત આદ્ર, ૭ અહોરાત્ર પર્યત પુનર્વસુ, 1 અહોરાત્ર પર્યત પુષ્ય નક્ષત્ર રહે છે. (૧૪+૮+ ૭ + ૧ = ૩૦ અહોરાત્ર).
તે પોષ માસમાં સૂર્ય પોરસી પ્રમાણ પુરુષ છાયામાં ૨૪ અંગુલની વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે પાદરખાસ્થ અર્થાત્ ૧૨ અંગુલ = એક પાદ અનુસાર પૂરેપૂરા ચાર પાદ પ્રમાણ પોરસી છાયા હોય છે. | ७ ता हेमंताणं ततियं मासं कइ णक्खत्ता णेति ? ता तिण्णि णक्खत्ता ऐति, तं जहा- पुस्सो, अस्सेसा, मघा । पुस्सो चोद्दस अहोरत्ते णेइ, अस्सेसा पंचदस अहोरत्ते णेइ, मघा एगं अहोरत्तं णेइ ।
तंसि च णं मासंसि वीसंगुलाए पोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ, तस्स णं मासस्स चरिमे दिवसे तिण्णि पादाई अटुंगुलाई पोरिसी भवइ । ભાવાર્થ :- પ્રગ્ન- હેમંત ઋતુના ત્રીજા માઘ(મહા) માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે? ઉત્તરમહામાસને (૧) પુષ્ય, (૨) અશ્લેષા (૩) મઘા, આ ત્રણ નક્ષત્ર પરિવહન કરે છે. મહા માસમાં ૧૪ અહોરાત્ર પર્યત પુષ્ય, ૧૫ અહોરાત્ર પર્યત અશ્લેષા, ૧ અહોરાત્ર પર્યત મઘા નક્ષત્ર રહે છે.(૧૪+ ૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર).
તે મહામાસમાં સૂર્ય (ચાર પાદરૂપ ઉપરોક્ત છાયામાં ચાર અંગુલ હાનિ કરતો અને પૂર્વોક્ત પુરુષ પોરસી પ્રમાણ–બે પાદ રૂપ છાયામાં) ૨૦ અંગુલની વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તે માસના અંતિમ દિવસે ત્રણ પાદ, આઠ અંગુલ પ્રમાણ પોરસી છાયા હોય છે. | ८ ता हेमंताणं चउत्थं मासं कह णक्खत्ता णेति ? ता तिण्णि णक्खत्ता णेति, तं जहा- मघा, पुव्वाफग्गुणी, उत्तराफग्गुणी । मघा चोद्दस अहोरत्ते णेइ,