________________
[ ૧૭૮ |
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
रेवई अस्सिणी य । विसाहिं भरणी, कत्तिया य । जेट्ठा मूर्ति रोहिणी, मग्गसिरं च । ता आसाढिं णं अमावासं कइ णक्खत्ता जोएंति? तिण्णि णक्खत्ता जोएंति, तं जहा- अद्दा, पुणव्वसू, पुस्सो । ભાવાર્થ :- પ્રશ્ન – પૂર્વોક્ત રીતે જ અમાવાસ્યા સાથે નક્ષત્રોના યોગને સમજવા જોઈએ. ભાદ્રપદી અમાવાસ્યા સાથે પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની, આ બે નક્ષત્રોનો યોગ થાય છે. આસોજી અમાવાસ્યા સાથે હસ્ત અને ચિત્રા, આ બે નક્ષત્રોનો યોગ થાય છે. કાર્તિકી અમાવાસ્યા સાથે સ્વાતિ અને વિશાખા, આ બે નક્ષત્રોનો યોગ થાય છે. મૃગશીર્ષ અમાવાસ્યા સાથે અનુરાધા, જયેષ્ઠા અને મૂલ, આ ત્રણ નક્ષત્રોનો યોગ થાય છે. પૌષી અમાવાસ્યા સાથે પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા, આ બે નક્ષત્રોનો યોગ થાય છે. માળી અમાવાસ્યા સાથે અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા, આ ત્રણ નક્ષત્રોનો યોગ થાય છે. ફાલ્ગની અમાવાસ્યા સાથે શતભિષક, પૂર્વાભાદ્રપદા અને ઉત્તરાભાદ્રપદા, આ ત્રણ નક્ષત્રોનો યોગ થાય છે. ચૈત્રી અમાવાસ્યા સાથે રેવતી અને અશ્વિની, આ બે નક્ષત્રોનો યોગ થાય છે. વૈશાખી અમાવાસ્યા સાથે ભરણી તથા કૃતિકા, આ બે નક્ષત્રોનો યોગ થાય છે. જયેષ્ઠા મૂલી અમાવાસ્યા સાથે રોહિણી અને મૃગશીર્ષ, આ બે નક્ષત્રોનો યોગ થાય છે. પ્રશ્ન- આષાઢી અમાવાસ્યા સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે? ઉત્તર- આષાઢી અમાવાસ્યા સાથે આદ્ર, પુનર્વસુ અને પુષ્ય, આ ત્રણ નક્ષત્રોનો યોગ થાય છે. અમાવાસ્યાઓ સાથે કુલાદિ નક્ષત્રોનો યોગ - २० ता साविढि णं अमावासं किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ? कुलं वा जोएइ उवकुलं वा जोएइ णो लब्भइ कुलोवकुलं ।।
कुलं जोएमाणे मघा णक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे अस्सेसा णक्खत्ते जोएइ, ता साविढि णं अमावासं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ । कुलेण वा जुत्ता, उवकुलेण वा जुत्ता साविट्ठी अमावासा जुत्ता ति वत्तव्वं सिया । ભાવાર્થ :- પ્રશ્ન- શ્રાવણી અમાવાસ્યા સાથે શું કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે કે કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? ઉત્તર- કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે પરંતુ કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થતો નથી.
કુલ સંજ્ઞક નક્ષત્રોનો યોગ થાય, તો મઘા નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય, તો અશ્લેષા નક્ષત્રનો યોગ થાય છે. શ્રાવણી અમાવાસ્યાનો કુલ સંજ્ઞક નક્ષત્ર સાથે યોગ થાય છે અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર સાથે યોગ થાય છે. આ રીતે શ્રાવણી અમાવાસ્યા કુલયોગ યુક્ત, ઉપકુલયોગ યુક્ત કહેવાય છે.
२१ एवं णेयव्वं, णवरं-मग्गसिरीए माधीए फग्गुणीए आसाढीए य अमावासाए कुलोवकुलंपि जोएइ, सेसेसु णत्थि । ભાવાર્થ :- આ રીતે સર્વ અમાવાસ્યાના યોગ જાણવા. મૃગશીર્ષ, માઘી, ફાલ્ગની, આષાઢી અમાવાસ્યાઓનો કુલ, ઉપકુલ તથા કુલપકુલ નક્ષત્ર સાથે યોગ થાય છે. શેષ આઠ અમાવાસ્યા સાથે કુલોપકુલ નક્ષત્રોનો યોગ થતો નથી.