________________
૧૬૪ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
નક્ષત્ર(સૂત્ર-૩)ની જેમ કહેવું. વિશાખા નક્ષત્રનું કથન ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર(સૂત્ર-૫)ની જેમ કહેવું. અનુરાધા નક્ષત્રનું કથન ધનિષ્ઠા નક્ષત્ર(સૂત્ર-૨)ની જેમ કહેવું. જયેષ્ઠા નક્ષત્રનું કથન શતભિષક નક્ષત્ર(સૂત્ર-૩)ની જેમ કહેવું. મૂળ અને પૂર્વાષાઢા નક્ષત્રોનું કથન પૂર્વાભાદ્રપદા નક્ષત્ર(સૂત્ર-૪)ની જેમ કહેવું. ઉત્તરાષાઢા નક્ષત્રનું કથન ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર(સૂત્ર-૫)ની જેમ કહેવું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં નક્ષત્રોના ચંદ્ર સાથેના યોગક્ષેત્ર અને યોગકાળનું વર્ણન છે. આ દસમા પ્રાભૃતના ત્રીજા પ્રતિપ્રાભૃતમાં અઠ્યાવીસે નક્ષત્રોનું સમુચ્ચય રૂપે કથન છે. જ્યારે પ્રસ્તુતમાં એક-એક નક્ષત્રનું ભિન્ન-ભિન્ન રૂપે કથન છે. ત્રીજા પ્રતિપ્રાભૃતનું જ અહીં વિશેષ સ્પષ્ટીકરણ છે.
યુગનો પ્રારંભ પ્રભાતથી થાય છે અને યુગના પ્રારંભે અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે યોગ કરે છે. અભિજિત નક્ષત્ર ૯૭ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગયુક્ત રહે છે. અભિજિત નક્ષત્રનો ચંદ્ર સાથેનો આ યોગકાળ અલ્પકાલીન હોવાથી તેને અવ્યવહાર્ય ગણવામાં આવે છે. બંધૂકી લીવે ભવનનહિં સત્તાવાર અહિં સંવવારે વકૃતિ –સમવાયાંગ સૂત્ર-૨૭મું સમવાય. જંબૂદ્વીપ નામના દ્વીપમાં અભિજિત નક્ષત્રને છોડીને શેષ ૨૭મું નક્ષત્રો વ્યવહાર્ય છે, એક અભિજિત નક્ષત્ર વ્યવહારમાં નથી.
અભિજિત નક્ષત્રનો શ્રવણ નક્ષત્ર સાથે અભેદનો ઉપચાર કરીને અર્થાતુ બંનેને એક માનીને, બંનેનું સાથે જ કથન કરવામાં આવે છે. શ્રવણ નક્ષત્રણ સદ સં પત્તિનિત્યમેવોપર તપ સનક્ષેત્ર મુવીનો ત્રમત્યુi I –વૃત્તિ. અભિજિત નક્ષત્ર પ્રભાતે યોગનો પ્રારંભ કરે છે અને ૯ ૨ મુહૂર્ત સુધી યોગ કરે છે અર્થાતુ તે સમક્ષેત્રી નથી છતાં શ્રવણ નક્ષત્ર સાથેના સંબંધને કારણે બંનેમાં અભેદને સ્વીકારીને અભિજિત નક્ષત્રને પણ સમક્ષેત્રી કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં બંને નક્ષત્રનો(સાથે વંજ ક્ષદ્ધિ) સાયંકાલે(મધ્યાહન પછી) યોગ પ્રારંભ થાય છે અને તે બંને નક્ષત્રોને સમક્ષેત્રી કહ્યા છે, આ વિધાન શ્રવણ નક્ષત્રની અપેક્ષાએ છે. પો-સાયં પ્રાતઃકાળ, સાયંકાળ, સામાન્ય રૂપે સૂર્યોદય અને સૂર્યાસ્તની આગળ પાછળની બે કે ત્રણ ઘડીના સમયને પ્રભાત(સવાર) કે સાંજ કહેવામાં આવે છે. પરંતુ અહીં પો અને સાયં શબ્દ ભિન્ન અર્થમાં પ્રયુક્ત છે.
सायं विकालवेलायां, इह दिवसस्स कतितमाच्चरमाद्भागादारभ्य यावद्रात्रे कतितमो भागे यावन्नाद्यापि परिस्फुट-नक्षत्र-मण्डलालोकस्तावान् कालविशेष: सायमिति विवक्षितो દ્રવ્યઃ | – વૃત્તિ. વિકાલ સમયમાં અર્થાત્ દિવસના અંતિમ કેટલાક ભાગથી શરૂ કરી રાત્રિના કેટલાક ભાગ કે જેમાં તે નક્ષત્ર મંડળ સ્પષ્ટ રૂપે દેખાતું હોય, તે કાલ વિશેષને સાચું કહે છે.
અભિજિત નક્ષત્ર દિવસના પ્રારંભ (સૂર્યોદય સમય)થી યોગ પ્રારંભ કરે છે. યુગના પ્રથમ દિવસનું દિનમાન ૧૭ મુહૂર્તનું છે. પ્રથમ દિવસના ૧૭ મુહૂર્તમાંથી ૯ મુહૂર્ત પર્યત અભિજિત નક્ષત્ર યોગમાં રહે છે. તે પ્રથમ દિવસના ૧૭ – ૯ ૯ = ૮, મુહૂર્ત શેષ હોય ત્યારે શ્રવણ નક્ષત્ર યોગનો પ્રારંભ કરે છે, ધનિષ્ઠા બીજા દિવસના ૮, ૪ મુહૂર્ત શેષ હોય ત્યારે યોગનો પ્રારંભ કરે છે અને સૂત્રકારે તેના માટે સાયં શબ્દનો પ્રયોગ કર્યો છે. તે જ રીતે પૂર્વાભાદ્રપદા નક્ષત્ર ત્રીજી રાત્રિના પર મુહૂર્ત વ્યતીત થયા પછી ૬૨ મુહૂર્ત શેષ હોય ત્યારે યોગનો પ્રારંભ કરે છે. તે યોગ પ્રારંભના કથન માટે સૂત્રકારે પાછો શબ્દનો પ્રયોગ કર્યો છે. સૂત્રકારના આ વિધાન ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાય સાયકાળ એટલે મધ્યાહનથી મધ્યરાત્રિનો સમય અને Tઓ પ્રાત:કાળ એટલે મધ્યરાત્રિથી મધ્યાહન