________________
પ્રાભૂત-૧૦: પ્રતિપ્રામૃત–૪
ત્યાર પછીના અન્ય દિવસના ૩૦ મુહૂર્ત સુધી સમક્ષેત્રમાં ચંદ્ર સાથે યોગ યુક્ત રહે છે. આ રીતે અશ્વિની નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ સુધી યોગ યુક્ત રહીને પછી યોગથી નિવૃત્ત થાય છે અને ભરણી નક્ષત્ર સાયંકાળે ચંદ્ર સાથે યોગ શરૂ કરે છે.
૧૩
૮ | ता भरणी खलु णक्खत्ते णत्तं भागे अवडक्खेत्ते पण्णरसमुहुत्ते तप्पढ मयाए सायं चंदेण सद्धिं जोयं जोएइ, णो लभइ अवरं दिवसं एवं खलु भरणी णक्खत्ते एगं राइं चंदेण सद्धिं जोयं जोएइ, जोएत्ता जोयं अणुपरियट्टइ, अणुपरियट्टित्ता पाओ चंदं कत्तियाणं समप्पइ ।
ભાવાર્થ :- ભરણી નક્ષત્ર રાત્રિના પૂર્વ ભાગમાં એટલે સાયંકાળે ચંદ્ર સાથે યોગનો પ્રારંભ કરે છે. તે રાત્રિમાં ૧૫ મુહૂર્ત સુધી અર્ધક્ષેત્રમાં યોગ યુક્ત રહે છે. તે નક્ષત્ર બીજા દિવસને પ્રાપ્ત થતું નથી. આ રીતે ભરણી નક્ષત્ર એક રાત્રિ પર્યંત ચંદ્ર સાથે યોગ યુક્ત રહીને પછી યોગથી નિવૃત્ત થાય છે અને કૃત્તિકા નક્ષત્ર પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ શરૂ કરે છે.
९ ता कत्तिया खलु णक्खत्ते पुव्वंभागे समक्खेत्ते तीसइ मुहुत्ते तप्पढमयाए पाओ चंदेण सद्धिं जोयं जोएइ, तओ पच्छाराई एवं खलु कत्तिया णक्खत्ते एगं दिवसं एगं च राई चंदेण सद्धिं जोयं जोएइ, जोएत्ता जोयं अणुपरियट्टइ, अणुपरियट्टित्ता पाओ चंदं रोहिणीणं समप्पेइ ।
ભાવાર્થ :- કૃત્તિકા નક્ષત્ર દિવસના પૂર્વ ભાગમાં એટલે પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગનો પ્રારંભ કરે છે. તે પછીની રાત્રિના ૩૦ મુહૂર્ત પર્યંત સમક્ષેત્રમાં ચંદ્ર સાથે યોગ યુક્ત રહે છે. આ રીતે એક દિવસ અને એક રાત્રિ પર્યંત યોગ યુક્ત રહીને પછી યોગથી નિવૃત્ત થાય છે અને રોહિણી નક્ષત્ર પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ શરૂ કરે છે.
१० ता रोहिणी जहा उत्तराभद्दवया । मिगसिरं जहा धणिट्ठा । अद्दा जहा सतभिसया । पुणव्वसू जहा उत्तराभद्दवया । पुस्सो जहा धणिट्ठा | अस्सेसा
हा सतभिसा । मधा जहा पुव्वाफग्गुणी । पुव्वाफग्गुणी जहा पुव्वाभद्दवया । उत्तराफग्गुणी जहा उत्तराभद्दवया । हत्थो चित्ता य जहा धणिट्ठा | साई सतभिसया । विसाहा जहा उत्तराभद्दवया । अणुराहा जहा धणिट्ठा | जेट्ठो जहा सत्तभिसया । मूला पूव्वासाढा य जहा पुव्वाभद्दवया । उत्तरासाढा जहा उत्तराभद्दवया । ભાવાર્થ :- રોહિણી નક્ષત્રનું કથન ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર(સૂત્ર-૫)ની જેમ કહેવું. મૃગશીર્ષ નક્ષત્રનું કથન ધનિષ્ઠા નક્ષત્ર(સૂત્ર–૨)ની જેમ કહેવું, આર્દ્રા નક્ષત્રનું કથન શતભિષક્ નક્ષત્ર(સૂત્ર–૩)ની જેમ કહેવું. પુનર્વસુ નક્ષત્રનું કથન ઉત્તરાભાદ્રાપદા નક્ષત્ર(સૂત્ર-૫)ની જેમ કહેવું. પુષ્ય નક્ષત્રનું કથન ધનિષ્ઠા નક્ષત્ર(સૂત્ર–૨)ની જેમ કહેવું. અશ્લેષા નક્ષત્રનું કથન શતભિષક્ નક્ષત્ર(સૂત્ર–૩)ની જેમ કહેવું. મઘા નક્ષત્રનું કથન પૂર્વાફાલ્ગુની નક્ષત્ર(સૂત્ર-૪)ની જેમ કહેવું. પૂર્વાફાલ્ગુનીનું કથન પૂર્વાભાદ્રપદા નક્ષત્ર (સૂત્ર–૪)ની જેમ કહેવું. ઉત્તરા ફાલ્ગુનીનું કથન ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર(સૂત્ર-૫)ની જેમ કહેવું. હસ્ત અને ચિત્રા નક્ષત્રનું કથન ધનિષ્ઠા નક્ષત્ર(સૂત્ર-૨)ની જેમ કહેવું. સ્વાતિ નક્ષત્રનું કથન શતભિષક્