________________
| १२ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
આ રીતે શતભિષક નક્ષત્ર એક રાત્રિ પર્યત ચંદ્ર સાથે યોગ યુક્ત રહીને પછી યોગથી નિવૃત્ત થાય છે અને પ્રાતઃકાળે પૂર્વાભાદ્રપદા નક્ષત્ર ચંદ્ર સાથે યોગ શરૂ કરે છે.
४ ता पुव्वापोट्ठवया खलु णक्खत्ते पुव्वंभागे समक्खेत्ते तीसइ मुहुत्ते तप्पढ मयाए पाओ चंदेण सद्धिं जोयं जोएइ, तओ पच्छा अवरं राई एवं खलु पुव्वापोट्ठवया णक्खत्ते एग दिवस एग च राई चदेण सद्धि जोय जोएइ, जोएत्ता अणुपरियट्टइ, अणुपरियट्टित्ता पाओ चंद उत्तरापोट्ठव्वयाणं समप्पेइ । ભાવાર્થ :- પૂર્વાભાદ્રપદા નક્ષત્ર દિવસના પ્રાતઃકાળે એટલે દિવસના પૂર્વ ભાગમાં ચંદ્ર સાથે યોગનો પ્રારંભ કરે છે અને ત્યાર પછી દિવસ અને રાત્રિના ૩૦ મુહૂર્ત પર્યત ચંદ્ર સાથે સમક્ષેત્રમાં યોગયુક્ત રહે છે. આ રીતે પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ સુધી ચંદ્ર સાથે યોગ યુક્ત રહીને પછી યોગથી નિવૃત્ત થાય છે અને ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ શરૂ કરે છે. | ५ ता उत्तरापोट्ठव्वया खलु णक्खत्ते उभयं भागे दिवड्डक्खेत्ते पणयालीसइमुहुत्ते, तप्पढमयाए पाओ चंदेण सद्धिं जोयं जोएइ, अवरं च राई तओ पच्छा अवरं दिवसं एवं खलु उत्तरापोट्टवया णक्खत्ते दो दिवसे एगं च राई चंदेण सद्धिं जोयं जोएइ, जोएता जोयं अणुपरियट्टइ अणुपरियट्टित्ता सायं चंदं रेवईणं समप्पेइ। ભાવાર્થ :- ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગનો પ્રારંભ કરે છે અને ત્યાર પછી ઉભય ભાગ અર્થાત્ અન્ય દિવસ અને અન્ય રાત્રિના ૪૫ મુહૂર્ત પર્યત દોઢ ક્ષેત્રમાં ચંદ્ર સાથે યોગ યુક્ત રહે છે. આ રીતે ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર બે દિવસ અને એક રાત્રિ પર્યત યોગ યુક્ત રહીને પછી યોગથી નિવૃત્ત થાય છે અને રેવતી નક્ષત્ર સાયંકાળે ચંદ્ર સાથે યોગ શરૂ કરે છે. | ६ ता रेवई खलु णक्खत्ते पच्छंभागे समक्खेत्ते तीसइमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं जोएइ, तओ पच्छा अवरं दिवसं एवं खलु रेवई णक्खत्ते एगं च राई, एगं च दिवसं चंदेण सद्धिं जोयं जोएइ, जोएत्ता जोयं अणुपरियट्टइ, अणुपरियट्टित्ता सायं चंदं अस्सिणीणं समप्पेइ । ભાવાર્થ :- રેવતી નક્ષત્ર દિવસના પાછલા ભાગમાં એટલે સાયંકાળે ચંદ્ર સાથે યોગનો પ્રારંભ કરે છે અને ત્યાર પછીના અન્ય દિવસના ૩૦ મુહૂર્ત પર્યત સમક્ષેત્રમાં ચંદ્ર સાથે યોગ યુક્ત રહે છે. આ રીતે રેવતી નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ સુધી યોગ યુક્ત રહીને પછી યોગથી નિવૃત્ત થાય છે અને અશ્વિની નક્ષત્ર સાયંકાળે ચંદ્ર સાથે યોગ શરૂ કરે છે. | ७ ता अस्सिणी खलु णक्खत्ते पच्छंभागे समक्खेत्ते तीसइमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोय जोएइ, तओ पच्छा अवर दिवस एवं खलु अस्सिणी णक्खत्ते एग राई एगं च दिवसं चंदेण सद्धिं जोयं जोएइ, जोएत्ता जोयं अणुपरियट्टइ, अणुपरियट्टित्ता, सायं चंदं भरणीणं समप्पेइ । ભાવાર્થ :- અશ્વિની નક્ષત્ર દિવસના પાછલા ભાગમાં એટલે સાયંકાળે યોગનો પ્રારંભ કરે છે અને