________________
प्रामृत-१० प्रतिप्रामृत-४
| ११ |
'દસમું પ્રાભૃતઃ ચોથું પ્રતિપ્રાભૃતા
( योगनी आदि )
યોગનો પ્રારંભ કાલ - | १ ता कहं ते जोगस्स आई आहिएति वएज्जा ? ता अभिई सवणा खलु दुवे णक्खत्ता पच्छंभागा समक्खेत्ता साइरेग- उणत्तालीसइ मुहुत्ता तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं जोएइ, तओ पच्छा अवरं साइरेगं दिवसं एवं खलु अभिई सवणा दुवे णक्खत्ता एगराई एगं च साइरेगं दिवसं चंदेण सद्धिं जोयं जोएंति, जोएत्ता जोयं अणुपरियट्टति, अणुपरियट्टित्ता सायं चंदं धणिट्ठाणं समप्पेइ । भावार्थ:-प्रश्न- यंद्र साथे नक्षत्रोना योगनी आह(प्रारंम) यांसने वीशत थायछ? 61२અભિજિત અને શ્રવણ, આ બે નક્ષત્રો દિવસના પાછલા ભાગમાં એટલે સાયંકાળે ચંદ્ર સાથે યોગનો પ્રારંભ કરે છે, ત્યાર પછી સાધિક એક દિવસ સુધી અર્થાત્ સાતિરેક ઓગણચાલીસ મુહૂર્ત સુધી સમક્ષેત્રમાં ચંદ્ર સાથે યોગ યુક્ત રહે છે. આ રીતે અભિજિત અને શ્રવણ આ બંને નક્ષત્ર એક રાત્રિ અને સાતિરેક એક દિવસ સુધી ચંદ્ર સાથે યોગથી યુક્ત રહીને ત્યાર પછી યોગ નિવૃત્ત થઈને ધનિષ્ઠા નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરે છે અર્થાતુ ધનિષ્ઠા નક્ષત્ર ચંદ્ર સાથે સાયંકાળે યોગ શરૂ કરે છે. | २ ता धणिद्रा खल णक्खत्ते पच्छंभागे समक्खेत्ते तीसइमहत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं जोएइ, तओ पच्छाराई अवरं च दिवसं एवं खलु धणिट्ठा णक्खत्ते एगं च राई एगं च दिवसं चंदेण सद्धिं जोयं जोएइ, जोएत्ता जोयं अणुपरियट्टइ, अणुपरियट्टित्ता सायं चंदं सयभिसयाणं समप्पेइ । ભાવાર્થ:- ધનિષ્ઠા નક્ષત્ર દિવસના પાછલા ભાગમાં એટલે સાયંકાળે ચંદ્ર સાથે યોગનો પ્રારંભ કરે છે, ત્યાર પછી અન્ય દિવસના ૩૦ મુહૂર્ત પર્યત ચંદ્ર સાથે સમક્ષેત્રમાં યોગ યુક્ત રહે છે. આ રીતે ધનિષ્ઠા નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ સુધી ચંદ્ર સાથે યોગ યુક્ત રહીને પછી યોગથી નિવૃત્ત થાય છે અને શતભિષક નક્ષત્ર સાયંકાળે ચંદ્ર સાથે યોગ શરૂ કરે છે. | ३ ता सयभिसया खलु णक्खत्ते णतंभागे अवड्डखेत्ते पण्णरस मुहुत्ते तप्पढ मयाए सायं चंदेण सद्धिं जोयं जोएइ, णो लभइ अवरं दिवसं एवं खलु सयभिसया णक्खत्ते एग राइ च चदेण सद्धि जोय जोएइ, जोएत्ता जोय अणुपरियट्टइ, अणुपरियट्टित्ता पाओ चंद पुव्वपोट्टवयाणं समप्पेइ । ભાવાર્થ :- શતભિષક નક્ષત્ર નકતભાગ-રાત્રિના પૂર્વ ભાગમાં એટલે સાયંકાળે ચંદ્ર સાથે યોગનો પ્રારંભ કરે છે. તે રાત્રિમાં ૧૫ મુહૂર્ત સુધી અર્ધક્ષેત્રમાં યોગ યુક્ત રહે છે. તે નક્ષત્ર બીજા દિવસને પ્રાપ્ત થતું નથી.