________________
[ ૧૪૮]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
બીજા, ચોથા, છઠ્ઠા, આઠમા વગેરે નક્ષત્ર માસમાં તે જ ચંદ્ર સમાન નામવાળા અન્ય અભિજિતાદિ નક્ષત્ર સાથે અન્ય દેશ(ક્ષેત્રોમાં યોગ કરે છે.
ત્રીજા,પાંચમાં, સાતમા વગેરે નક્ષત્ર માસમાં તે જ ચંદ્ર તે જ અભિજિતાદિ નક્ષત્ર સાથે અન્ય દેશમાં યોગ કરે છે.
બીજા યુગના પ્રારંભે તે જ ચંદ્ર તે જ દેશભાગમાં સદશનામવાળા અભિજિતાદિ નક્ષત્ર યોગ કરે છે. ત્રીજા યુગના પ્રારંભે તે જ ચંદ્ર તે જ દેશભાગમાં તે જ અભિજિતાદિ નક્ષત્ર સાથે યોગ કરે છે.
૨૮ નક્ષત્રો સૂર્ય સાથે એક વરસ(૩૬૬ અહોરાત્ર)માં યોગ કરે છે. યુગના પ્રારંભે પુષ્ય નક્ષત્ર યોગમાં હોય છે અને ૩૬૬ અહોરાત્રમાં ૨૮ નક્ષત્રો યોગ પૂર્ણ કરે છે.
બીજા, ચોથા, છઠ્ઠા આદિ સમસંખ્યક વરસમાં તે જ સુર્ય સમાન નામવાળા અન્ય નક્ષત્ર સાથે તે જ દેશ ભાગમાં યોગ કરે છે.
ત્રીજા, પાંચમા, સાતમા આદિ વિષમ સંખ્યક વરસમાં તે જ સૂર્ય તે જ નક્ષત્ર સાથે તે જ દેશ ભાગમાં યોગ કરે છે.
બીજા યુગના પ્રારંભમાં તે જ સૂર્ય તે જ દેશ ભાગમાં તત્સદશ નામવાળા અન્ય નક્ષત્ર સાથે યોગ
ત્રીજા યુગમાં પ્રારંભે તે જ દેશભાગમાં તે જ પુષ્ય નક્ષત્ર તે જ સૂર્ય સાથે યોગમાં હોય છે.
જંબૂદ્વીપમાં સામસામી દિશામાં એક-એક એમ કુલ બે ચંદ્ર, બે સૂર્ય છે તે જ રીતે સામસામી દિશામાં ૨૮ નક્ષત્રો, ૮૮ ગ્રહો છે. સામસામી દિશાના ચંદ્રાદિની ગતિ, નક્ષત્ર યોગ, યોગનું કાળમાન, ૨૮ નક્ષત્રોનું(૫૪,૯૦૦ ભાગ) પ્રમાણ યોગક્ષેત્ર, આ સર્વ એક સમાન છે, અંશમાત્ર તેમાં ફેરફાર હોતો નથી. આ પ્રકારે નક્ષત્ર વિજ્ય અર્થાત્ નક્ષત્રોનું સ્વરૂપ પ્રસ્તુત પ્રતિપ્રાભૃતમાં પ્રતિપાદિત છે.