________________
પ્રાકૃત-૧૦ : પરિચય
અઢારમા પ્રતિષ્ઠાભૂતમાં એક યુગના ચંદ્ર યોગનું કથન છે. ર૭ - અહોરાત્રવાળા પ્રત્યેક નક્ષત્ર માસમાં અઠયાવીસે નક્ષત્ર એકવાર ચંદ્ર સાથે યોગ કરે છે. એક યુગમાં ૬૭ નક્ષત્ર માસ છે માટે એક યુગમાં પ્રત્યેક નક્ષત્ર ૬૭ ૬૭ વાર ચંદ્ર સાથે યોગ કરે છે.
૧૪૭
ઓગણીસમા પ્રતિપ્રાભૂતમાં એક વરસના બાર મહિનાના લૌકિક અને લોકોત્તરિક નામોનો ઉલ્લેખ છે. વીસમા પ્રતિપ્રાભૂતમાં પાંચ પ્રકારના સંવત્સરોનું વર્ણન છે, તેમાં (૧) નક્ષત્ર સંવત્સર-નક્ષત્રથી નિર્મિત સંવત્સર (વર્ષ)ને નક્ષત્ર સંવત્સર કહે છે. ચંદ્ર ૨૮ નક્ષત્ર સાથે યોગ પૂર્ણ કરે તે કાળમાનને નક્ષત્ર માસ કહે છે અને તેવા ૧૨ નક્ષત્ર માસનું એક નક્ષત્ર સંવત્સર થાય છે. (૨) યુગ સંવત્સર– પાંચ વરસને એક યુગ કહે છે. પાંચ સૂર્ય વર્ષના સમુદાયને સૂર્ય યુગ સંવત્સર, પાંચ ચંદ્ર વર્ષના સમુદાયને ચંદ્ર યુગ સંવત્સર, પાંચ નક્ષત્ર વર્ષના સમુદાયને નક્ષત્ર યુગ સંવત્સર અને પાંચ ઋતુ વર્ષના સમુદાયને ઋતુ(કર્મ) યુગ સંવત્સર કહે છે. (૩) પ્રમાણ સંવત્સર– ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, કર્મ સંવત્સરના અહોરાત્ર પ્રમાણને પ્રમાણ સંવત્સર કહે છે. (૪) લક્ષણ સંવત્સર– ચંદ્ર સંવત્સર વગેરેના લક્ષણને લક્ષણ સંવત્સર કહે છે.
(૫) શનૈશ્વર સંવત્સર- શનિ મહાગ્રહ જેટલા સમયમાં ૨૮ નક્ષેત્ર સાથે યોગ પૂર્ણ કરે તેને શનૈશ્વરસંવત્સર કહે છે.
એકવીસમાં પ્રતિપ્રાભૂતમાં નક્ષત્રના દ્વારનું વર્ણન છે. અભિજિતાદિ સાત નક્ષત્રો પૂર્વ દ્વારવાળા છે. અશ્વિની વગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા, પુષ્યાદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા અને સ્વાતિ આદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા છે.
બાવીસમા પ્રતિપ્રાભૂતમાં નક્ષત્ર વિજય(વિચય) અર્થાત્ નક્ષેત્રના સ્વરૂપનું વર્ણન છે. જંબૂરીપમાં બે ચંદ્ર, બે સૂર્ય છે. તેના પરિવાર રૂપ ૨૮ × ૨ = પડ઼ નક્ષત્રો છે.
૨૮ નક્ષત્રો ચંદ્ર સાથે ૮૧૯ ૪ મુહૂર્તમાં યોગ પૂર્ણ કરે છે. સામી દિશામાં રહેલા બીજા ર૮ નક્ષત્રો પણ ૮૧૯ *મુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ પૂર્ણ કરે છે. આ બે ચંદ્રો અને છપ્પન નક્ષત્રો કુલ ૧૬૩૮ મમુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ પૂર્ણ કરે છે.
છપ્પન નક્ષત્રો ૧૬૩૮ પૃ′′મુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ કરતા ચાલે છે, તે સમગ્ર ક્ષેત્ર નક્ષત્રોના ચંદ્રયોગનું ક્ષેત્ર કહેવાય છે. ચંદ્ર એક મુહૂર્તમાં બે ઘડીમાં) એક મંડળના ૬૭ ભાગને પાર કરે છે. ચંદ્ર સાથે યોગ કરતા નક્ષત્રો પણ એક મુહૂર્તમાં ૬૭ ભાગ ક્ષેત્રને પાર કરે છે, તેથી ૧૬૩૮ મેં × ૬૭ = ૧,૦૯,૮૦૦ ભાગ પ્રમાણ ૫૬ નક્ષત્રોનો યોગ ક્ષેત્ર વિસ્તાર છે. તેમાં બંને અભિજિત નક્ષત્રોનો ૧,૨૬૦ ભાગ યોગક્ષેત્ર વિસ્તાર છે. બે શતભિષકાદિ–બાર નક્ષત્રોનો ૧૨,૦૬૦ ભાગ યોગ ક્ષેત્રનો વિસ્તાર છે, બે શ્રવણાદિ ૩૦ નક્ષત્રોનો ૬૦,૩૦૦ ભાગ યોગ ક્ષેત્રનો વિસ્તાર છે. બે ઉત્તરાભાદ્રપદાદિ બાર નક્ષત્રોનો ૩૬,૧૮૦ ભાગ યોગ ક્ષેત્રનો વિસ્તાર છે. તે સર્વ મળીને ૧,૦૯,૮૦૦ ભાગ પ્રમાણ નક્ષત્રોનો યોગ ક્ષેત્ર વિસ્તાર છે.
યુગની પ્રત્યેક પૂર્ણિમા અને અમાસનો ચંદ્ર ૧૨૪ ભાગવાળા મંડળના ૩૨-૩૨ ભાગ ક્ષેત્રમાં અને સૂર્ય ૯૪-૯૪ ભાગ ક્ષેત્રમાં નક્ષત્ર સાથે યોગ કરે છે. યુગની પ્રથમ પૂર્ણિમાનો ચંદ્ર કે સૂર્ય જે દેશ ભાગમાં જે સ્થાને યોગ પૂર્ણ કરે છે, તે જ દેશ ભાગથી બીજી પૂર્ણિમા કે અમાસનો ચંદ્ર યોગનો પ્રારંભ કરીને ચંદ્ર ૩૨ ભાગ અને સૂર્ય ૯૪ ભાગ ક્ષેત્ર સુધી યોગમાં રહે છે. આ રીતે પ્રત્યેક પૂર્ણિમા અને અમાસ પતિથિના યોગ ક્ષેત્રની સાથે ગણના કરતાં ચંદ્ર ૧૨૪ ભાગવાળા ૧૬ મંડળને અને સૂર્ય ૪૭ મંડળ ક્ષેત્રને પૂર્ણ કરે છે.