________________
પ્રાભૃત-૯
[ ૧૪૧]
ता पोरिसी णं छाया दिवसस्स किं गए वा सेसे वा? ता चउब्भागे गए वा सेसे वा। ___ता दिवड्ड-पोरिसी णं छाया दिवसस्स किं गए वा सेसे वा ? ता पंचभागे આ વા, સેસે વા | ભાવાર્થ:- ભગવાન એમ કહે છે કે સૂર્ય ઉદય અને અસ્ત સમયે પ્રકાશ્ય વસ્તુથી સાધિક ઓગણસાઠ ગુણી પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન- દિવસનો કેટલો ભાગ વ્યતીત થાય અથવા કેટલો ભાગ શેષ રહે ત્યારે અર્ધ પુરુષ છાયા હોય છે? ઉત્તર- દિવસનો ત્રીજો ભાગ વ્યતીત થાય અથવા દિવસનો ત્રીજો ભાગ શેષ હોય ત્યારે અર્ધ પુરુષ પ્રમાણ છાયા હોય છે. લાંબામાં લાંબો દિવસ ૧૮ મુહૂર્તનો અર્થાત્ ૩૬ ઘડીનો દિવસ હોય છે. તેનો ત્રીજો ભાગ અર્થાત્ ૧૨ ઘડી વ્યતીત થયા પછી એટલે સૂર્યના ઉદય પછી ૧૩મી ઘડીના પ્રારંભે અને દિવસનો ત્રીજો ભાગ-૧ર ઘડી શેષ હોય અર્થાત્ દિવસની ૨૪ ઘડી વ્યતીત થઈ જાય અને રપમી ઘડીના આરંભે પ્રકાશ્ય વસ્તુથી અર્ધા પ્રમાણવાળી છાયા નિષ્પન્ન થાય છે.
પ્રશ્ન- દિવસનો કેટલો ભાગ વ્યતીત થાય અથવા કેટલો ભાગ શેષ રહે ત્યારે પુરુષ છાયા વસ્તુ જેવડી જ થાય છે? ઉત્તર- દિવસનો ચોથો ભાગ વ્યતીત થાય અથવા ચોથો ભાગ શેષ હોય ત્યારે પુરુષ છાયા વસ્તુ જેવડી જ નિષ્પન્ન થાય છે.(૧૮ મુહૂર્ત અર્થાત્ ૩૬ ઘડીના દિવસમાંથી ૯ ઘડી વ્યતીત થાય અને ૧૦મી ઘડીના પ્રારંભે તથા ૯ ઘડી શેષ રહે ત્યારે અર્થાત્ ૨૭ ઘડી વ્યતીત થાય અને ૨૮મી ઘડીના પ્રારંભે પ્રકાશ્ય વસ્તુ જેવડી જ છાયા થાય છે.
પ્રશ્ન- દિવસનો કેટલો ભાગ વ્યતીત થાય અથવા કેટલો ભાગ શેષ રહે ત્યારે દોઢ પુરુષ છાયા નિષ્પન્ન થાય છે? ઉત્તર- દિવસના પાંચ ભાગ વ્યતીત થાય અથવા પાંચ ભાગ શેષ હોય ત્યારે દોઢ પુરુષ છાયા અર્થાત્ પ્રકાશ્ય વસ્તુથી દોઢ ગુણી છાયા થાય છે. ૧૮ મુહૂર્ત એટલે ૩૬ ઘડીના દિવસમાંથી ૭ ઘડી અને ૧૨ પળ વ્યતીત થાય ત્યારે તથા ૭ ઘડી અને ૧૨ પળ શેષ રહે ત્યારે પ્રકાશ્ય વસ્તુથી દોઢ ગુણી છાયા હોય છે. |११ एवं अद्धपोरिसिं छोढुं छोढुं पुच्छा, दिवसभागं छोढुं छोढुं वागरणं जाव ता अड्ड अउणसट्ठिपोरिसी णं छाया दिवसस्स किं गए वा, सेसे वा?
ता एगूणवीससयभागे गए वा, सेसे वा । ता अउणसट्ठिपोरिसी णं छाया दिवसस्स किं गए वा सेसे वा ? ता वीससय भागे गए वा सेसे वा [ता बावीसहस्सभागे गए वा सेसे वा ।] ता साइरेग अउणसट्ठि पोरिसी णं छाया दिवसस्स किं गए वा, सेसे वा ? ता णत्थि किंचि गए वा सेसे वा ।