________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
अद्धाहिं दोहिं छायाणुमाणप्पमाणेहिं ओमाए, एत्थ णं से सूरिए दुपोरिसिच्छा छायं णिव्वत्तेइ त्ति,
૧૪૦
एवं णेयव्वं जाव तत्थ जे ते एवमाहंसु-ता अत्थि णं से देसे जंसि णं देसंसि सूरिए छण्णउइं पोरिसीयं छायं णिव्वत्तेइ त्ति, ते एवमाहंसु - ता सूरियस्स णं सव्वहिट्ठिमाओ सूरयप्पडिहीओ बहिया अभिणिस्सिताहिं लेसाहिं ताडिज्जमाणीहिं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ जावइयं सूरिए उड्डे उच्चत्तेणं, एवइयाइं छण्णउईए अद्धाए छायाणुमाणप्पमाणेहिं ओमाए, एत्थ णं से सूरिए छण्णउइं पोरिसीयं छायं णिव्वत्तेइ त्ति ।
ભાવાર્થ :- ઉપરોક્ત અન્યતીર્થિકોમાંથી જે અન્યતીર્થિકો એમ કહે છે કે એક એવું સ્થાન છે કે જે સ્થાનમાં સૂર્ય એક(પુરુષ જેવડી જ) પુરુષ છાયા ઉત્પન્ન કરે છે, તેઓ પોતાની માન્યતાને સ્પષ્ટ કરતા કહે છે કે ક્ષિતિજ તરફ સૌથી નીચેના સ્થાનમાંથી બહાર નીકળતા સૂર્ય કિરણોથી તાડિત–સ્પર્શિત રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિ ભાગથી સૂર્ય જેટલો ઊંચે હોય તેટલા પ્રમાણવાળા માર્ગ(ક્ષેત્રમાં) છાયાનુમાનથી (આકાશમાં વસ્તુનું માપ કહેવું શક્ય ન હોવાથી અનુમાન કરીને) અમિત અર્થાત્ વસ્તુના પ્રમાણવાળી પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત અન્યતીર્થિકોમાંથી જે અન્યતીર્થિકો એમ કહે છે કે એક એવું સ્થાન છે કે જે સ્થાનમાં સૂર્ય બમણી પુરુષછાયાને ઉત્પન્ન કરે છે, તેઓ પોતાની માન્યતાને સ્પષ્ટ કરતાં કહે છે કે ક્ષિતિજ તરફ સૌથી નીચેના સ્થાનમાંથી બહાર નીકળતા સૂર્યના કિરણોથી તાડિત-સ્પર્શિત રત્નપ્રભા પૃથ્વીના સમ ભૂમિભાગથી (આપણી આ પૃથ્વીથી) સૂર્ય જેટલો ઊંચે હોય તેથી બમણા પ્રમાણવાળા ક્ષેત્રમાં છાયાનુમાન પ્રમાણથી અવમિત બે વસ્તુ પ્રમાણવાળી અર્થાત્ બમણી પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે.
આ રીતે આ અભિલાપ(પાઠ)થી ત્રણ, ચાર, આદિ પુરુષ છાયાનું કથન કરવું યાવત્ અન્યતીર્થિકોમાંથી જે એમ કહે છે કે એક એવું સ્થાન છે કે જે સ્થાનમાં સૂર્ય છનું પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે, તેઓ પોતાની માન્યતાને સ્પષ્ટ કરતાં કહે છે કે ક્ષિતિજ તરફ સૌથી નીચેના સ્થાનમાંથી બહાર નીકળ તા સૂર્યના કિરણોથી તાડિત–સ્પર્શિત રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિભાગથી સૂર્ય જેટલો ઊંચે હોય તેનાથી છનું ગુણા પ્રમાણવાળા ક્ષેત્રમાં છાયાનુમાન પ્રમાણથી અવમિત પ્રકાશ્ય વસ્તુથી છનું ગુણી છાયાને ઉત્પન્ન કરે છે.
પુરુષ છાયાનું પ્રમાણ -
१० वयं पुण एवं वयामो- ता साइरेग अउणट्ठि - पोरिसीणं सूरिए पोरिसिच्छायं णिव्वत्तेइत्ति ।
ता अवड्ड-पोरिसी णं छाया दिवसस्स किं गए वा सेसे वा ? ता तिभागे गए वा सेसे वा ।