________________
૧૪૨ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- પૂર્વોક્ત રીતે અર્ધ પુરુષ છાયા ઉમેરીને અર્થાત્ બે પુરુષ છાયા, અઢી પુરુષ છાયા એમ ઉમેરતાં–ઉમેરતાં પ્રશ્ન કરવો અને દિવસના ૬ ભાગ, ૭ ભાગડ એમ એક-એક દિવસ ભાગની વૃદ્ધિથી ઉત્તર આપવા યાવત્
પ્રશ્ન- દિવસનો કેટલો ભાગ વ્યતીત થાય અથવા શેષ હોય ત્યારે સાડી અઠાવન ગુણી પુરુષ છાયા નિષ્પન્ન થાય છે? ઉત્તર- દિવસનો એકસો ઓગણીસમો ભાગ વ્યતીત થાય અથવા એકસો ઓગણીસમો ભાગ શેષ હોય ત્યારે સાડી અઠાવન ગુણી પુરુષ છાયા હોય છે.
પ્રશ્ન- દિવસનો કેટલો ભાગ વ્યતીત થાય અથવા શેષ હોય ત્યારે ઓગણસાઠ ગુણી પુરુષ છાયા નિષ્પન્ન થાય છે? ઉત્તર- દિવસનો એકસો વીસમો ભાગ વ્યતીત થાય અથવા દિવસનો એકસો વીસમો ભાગ શેષ હોય ત્યારે ઓગણસાઠ ગુણી પુરુષ છાયા હોય છે.
પ્રશ્ન – દિવસનો કેટલો ભાગ વ્યતીત થાય અથવા શેષ હોય ત્યારે સાધિક ઓગણસાઠ ગુણી પુરુષ પ્રમાણ છાયા હોય છે? ઉત્તર- કિંચિત્ માત્રામાં દિવસ વ્યતીત થયો ન હોય અથવા શેષ ન હોય અર્થાત્ બરાબર સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સાધિક ઓગણસાઠ પુરુષ પ્રમાણ છાયા હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં દિવસમાં ક્યારે, કેવડી છાયા હોય છે, તેનું કથન છે. દિવસના ત્રીજા ભાગે, અર્ધવસ્તુ જેવડી, ચોથા ભાગે વસ્તુ જેવડી છાયા હોય છે. સર્વ સહન રુપી વિમાન પ્રમાણ પ્રતિપાદન વધ્વંતર માણ્ડલધજૂત્યાં વસે - વૃત્તિ. અહીં દિવસના જુદા-જુદા વિભાગમાં જે પોરસી છાયાના પ્રમાણનું કથન છે, તે સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર હોય તેને લક્ષ્યમાં રાખીને કહ્યું છે. જોરી છાયા- પોરસી છાયા કે પુરુષ છાયા-રિસર સંજૂ સરીરં વા, તતો પુરો णिप्फण्णा पोरसी एवं सव्वस्स वत्थुणो जया सप्पमाणा छाया भवइ, तया पोरसी हवइ, एवं पोरिसिप्पमाणं उत्तरायणस्स अंते दक्खिणायणस्स आइए इक्कं दिनं भवइ अतो परं अद्ध(अट्ठ) एगसट्ठिभागा अंगुलस्स दक्खिणायणे वड्डति, उत्तरायणे हस्संति एवं मंडले-मंडले अण्णा पोरसी। -નંદી સૂત્ર ચૂર્ણિ.
પુરુષ શબ્દથી શંક–ખીલો અથવા પુરુષનું શરીર ગ્રહણ કરવામાં આવે છે. તે પુરુષના આધારે જે છાયા નિષ્પન્ન થાય, તેને પૌરુષી કે પોરસી કહેવામાં આવે છે, જ્યારે વસ્તુ જેવડી જ છાયા થાય, ત્યારે પોરસી થાય છે. આ પુરુષ છાયાનું પ્રમાણ ઉત્તરાયણના અંતે (અંતિમ એક દિવસે) જ હોય છે. ત્યારપછી દક્ષિણાયનના આદિ(પ્રથમ) દિવસથી દક્ષિણાયનના પ્રત્યેક દિવસે પૌરસી છાયામાં જ અંગુલની વૃદ્ધિ થાય છે અને ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળે હાનિ થાય છે. તેથી પ્રત્યેક મંડળે ભિન્ન-ભિન્ન પ્રમાણવાળી પુરુષ છાયા નિષ્પન્ન થાય છે. દિવસ ભાગ અને પુરુષ છાયાના કોષ્ટક માટે જુઓ પરિશિષ્ટ-પ. પર્વ અવ પરિહંત વાવણદસમા ના વા તેને વા:- અગિયારમા સૂત્રમાં દિવસ ભાગમાં છાયાનું પ્રમાણ શોધવા દિવસના ક્રમશઃ એક-એક ભાગની અને અર્ધ-અર્ધ પુરુષ છાયાની વૃદ્ધિ કરવાનું સૂચન છે. તે પ્રમાણે ગણના કરતા દિવસનો એકસો વીસમો ભાગ વ્યતીત થાય અથવા શેષ હોય ત્યારે ઓગણસાંઠ ગુણી છાયાનું પ્રમાણ પ્રાપ્ત થાય છે. (૧૨૦ ભાગ છાયા પ્રમાણની ગણના માટે જુઓ પરિશિષ્ટ-૫).