________________
[ ૧૩૮ |
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ, तंसि च णं दिवसंसि सूरिए दुपोरिसिच्छायं णिव्वत्तेइ, तं जहा-उग्गमण मुहुत्तसि य, अत्थमणमुहुत्तसि य, लेसं अभिवुड्डेमाणे णो चेव णं णिव्वुड्डेमाणे । ભાવાર્થ - પૂર્વોક્ત બે અન્યતીર્થિકોમાંથી જે અન્યતીર્થિક એમ કહે છે કે આખા વરસમાં એક એવો દિવસ હોય છે કે જે દિવસે સૂર્ય ચાર પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે અને એક એવો દિવસ હોય છે કે જે દિવસે સુર્ય બે પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે. તેઓ પોતાની માન્યતાને સ્પષ્ટ કરતાં કહે છે કે સૂર્ય જ્યારે સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય, ત્યારે સૌથી મોટો, લાંબામાં લાંબો, ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકમાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. તે દિવસે સૂર્ય વેશ્યા-પ્રકાશને વધારે છે, ઘટાડતો નથી અને તે દિવસે સૂર્ય ઉદયના એક મુહૂર્તમાં અને અસ્તના એક મુહૂર્તમાં ચાર પુરુષ છાયાને એટલે ચારગુણી પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે.
સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય, ત્યારે સૌથી મોટી, લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ અને ટૂંકામાં ટૂંકો ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે. તે દિવસે સૂર્ય વેશ્યા-પ્રકાશને વધારે છે, ઘટાડતો નથી અને તે દિવસે સૂર્ય ઉદયના એક મુહૂર્તમાં અને અસ્તના એક મુહૂર્તમાં બે પુરુષ છાયાને નિષ્પન્ન કરે છે. | ७ तत्थ णं जे ते एवमाहंसु-ता अस्थि णं से दिवसे सिणं दिवसंसि सूरिए दुपोरिसिच्छायं णिव्वत्तेइ, अत्थि णं से दिवसे जंसि णं दिवसंसि सूरिए णो किंचि पोरिसिच्छायं णिव्वत्तेइ, ते एवमाहंसु, ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं उत्तमकट्ठपत्ते उक्कोसिए अट्ठारस मुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालस मुहुत्ता राई भवइ, तंसि च णं दिवसंसि सूरिए दुपोरिसिच्छायं णिव्वत्तेइ, तं जहा-उग्गमण मुहुत्तसि य, अस्थमण मुहुत्तंसि य, लेसं अभिवुड्डेमाणे, णो चेव णं णिव्वुड्डेमाणे । ___ ता जया णं सूरिए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं उत्तमकट्रपत्ता उक्कोसिया अटारस महत्ता राई भवइ, जहण्णए दवालस महत्ते दिवसे भवइ, तंसि च णं दिवसंसि सूरिए णो किंचि पोरिसिच्छायं णिव्वत्तेइ, तं जहा- उग्गमण मुहुत्तंसि य, अत्थमण मुहुत्तसि य, णो चेव णं लेसं अभिवुड्डेमाणे વા, નિબુમાને વા | ભાવાર્થ :- પૂર્વોક્ત બે અન્યતીર્થિકોમાંથી જે અન્યતીર્થિકો એમ કહે છે કે આખા વરસમાં એક એવો દિવસ હોય છે કે જે દિવસે સૂર્ય બે પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે તથા એક એવો દિવસ હોય છે કે જે દિવસે સૂર્ય કિંચિત્ પણ પુરુષ છાયાને ઉત્પન્ન કરતો નથી. તેઓ પોતાની માન્યતાને સ્પષ્ટ કરતા કહે છે કે સૂર્ય
જ્યારે સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે સૌથી લાંબો, મોટામાં મોટો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. તે દિવસે સૂર્ય વેશ્યા પ્રકાશને વધારે છે, ઘટાડતો નથી અને તે દિવસે સૂર્ય ઉદય મુહૂર્તમાં અને અસ્ત મુહૂર્તમાં બે(બમણી) પુરુષ છાયાને ઉત્પન્ન કરે છે.