________________
૧૩s |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
एगे पुण एवमाहंसु-ता अणुमुहुत्तमेव सूरिए पोरिसिच्छायं णिव्वत्तेइ,आहिएति वएज्जा । एवं एएणं अभिलावेणं णेयव्वं, ता जाओ चेव ओयसंठिईए पडिवत्तीओ ताओ चेव णेयव्वाओ जाव
___ एगे पुण एवमाहंसु-ता अणुउस्सप्पिणि-ओसप्पिणिमेव सूरिए पोरिसिच्छायं णिव्वत्तेइ आहिएति वएज्जा, एगे एवमासु । ભાવાર્થ - પ્રગ્ન– સૂર્ય કેટલા સમયમાં પુરુષ છાયાની નિષ્પત્તિ કરે છે? ઉત્તર- પુરુષ છાયા ઉત્પત્તિ સમયના વિષયમાં અન્યતીર્થિકોની પચીસ પ્રતિપત્તિઓ છે, તે આ પ્રમાણે છે– (૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય પ્રત્યેક સમયે પુરુષ છાયાની ઉત્પત્તિ કરે છે.
(૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્યપ્રત્યેક મુહૂર્ત પુરુષ છાયાની ઉત્પત્તિ કરે છે. પ્રકાશ સંસ્થિતિના વિષયમાં છઠ્ઠા પ્રાભૃતમાં કહ્યું છે તેમ (૩) પ્રત્યેક અહોરાત્ર (૪) પ્રત્યેક પક્ષ (૫) પ્રત્યેક માસ (૬) પ્રત્યેક
ઋતુ (૭) પ્રત્યેક અયન (૮) પ્રત્યેક સંવત્સર (૯) પ્રત્યેક યુગ (૧૦) પ્રત્યેક સો વર્ષ (૧૧) પ્રત્યેક હજાર વર્ષ (૧૨) પ્રત્યેક લાખ વર્ષ (૧૩) પ્રત્યેક પૂર્વ (૧૪) પ્રત્યેક સો પૂર્વ (૧૫)પ્રત્યેક હજાર પૂર્વ (૧૬) પ્રત્યેક લાખ પૂર્વ (૧૭) પ્રત્યેક પલ્યોપમ (૧૮) પ્રત્યેક સો પલ્યોપમ (૧૯) પ્રત્યેક હજાર પલ્યોપમ (૨૦) પ્રત્યેક લાખ પલ્યોપમ (૨૧) પ્રત્યેક સાગરોપમ (રર) પ્રત્યેક સો સાગરોપમ (ર૩) પ્રત્યેક હજાર સાગરોપમ અને (૨૪) પ્રત્યેક લાખ સાગરોપમનું કથન છે, તે જ પાઠથી અહીં કથન કરવું યાવત્ (૨૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણીએ પુરુષ છાયાની ઉત્પત્તિ કરે છે. પુરુષ છાયા ઉત્પત્તિના પરિબળો:|४ वयं पुण एवं वयामो ता सूरियस्स णं उच्चत्तं च लेसं च पडुच्च छायुद्देसे, उच्चत्तं च छायं पडुच्च लेसुद्देसे, लेसं च छायं च पडुच्च उच्चत्तोडेसे । ભાવાર્થ :- ભગવાન એમ કહે છે કે– (૧) સુર્યની ઊંચાઈ અને પ્રકાશની અપેક્ષાએ છાયાનું કથન કરવામાં આવે છે. સૂર્ય આકાશમાં નીચે અર્થાત્ ક્ષિતિજે હોય અને પ્રકાશ દૂર હોય ત્યારે છાયા મોટી હોય છે, સૂર્ય આકાશમાં ઊંચે હોય અને પ્રકાશ નજીક હોય ત્યારે છાયા નાની હોય છે (૨) સૂર્યની ઊંચાઈ અને છાયાની અપેક્ષાએ પ્રકાશનું કથન છે. સૂર્ય આકાશમાં નીચે હોય અને છાયા મોટી હોય ત્યારે પ્રકાશ દૂર હોય છે તથા સૂર્ય ઊંચો હોય અને છાયા નાની હોય ત્યારે પ્રકાશ નજીક હોય છે (૩) પ્રકાશ અને છાયાની અપેક્ષાએ સૂર્યની ઊંચાઈનું કથન છે. પ્રકાશ દૂર અને છાયા મોટી હોય ત્યારે સૂર્ય નીચે ક્ષિતિજે) હોય છે તથા પ્રકાશ નજીક અને છાયા નાની હોય ત્યારે સૂર્ય આકાશમાં ઊંચે હોય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં આકાશમાં સૂર્યની ઊંચાઈ, પ્રકાશનું દૂર-સમીપપણું અને છાયાના પ્રમાણનો સંબંધ પ્રગટ કરેલ છે.
સુર્ય ઉદય પામે ત્યારે દૂર અને નીચે દેખાય છે પછી તે ધીરે-ધીરે ઊંચે ચઢતો જાય તેમ નજીક દેખાય છે અને ત્યાર પછી તે પુનઃ ધીરે-ધીરે નીચે ઉતરે છે.