________________
૧૩૪
નવમું પ્રાભૂત
પુરુષ છાયા
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
સૂર્ય તાપથી તપ્ત પુદ્ગલ વિષયક ત્રણ પ્રતિપત્તિઓ:
१ ता कइकट्ठे सूरिए पोरिसिच्छायं णिव्वत्तेइ आहिएति वएज्जा ? तत्थ खलु इमाओ तिण्णि पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा
तत्थेगे एवमाहंसु-ता जे णं पोग्गला सूरियस्स लेसं फुसंति, ते णं पोग्गला संतप्पंति, ते णं पोग्गला संतप्पमाणा तदणंतराई बाहिराई पोग्गलाई संतावेंतीति, एस णं से समिए तावक्खेत्ते, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु - ता जे णं पोग्गला सूरियस्स लेसं फुसंति, ते णं पोग्गला णो संतप्पंति, ते णं पोग्गला असंतप्पमाणा तदणंतराइं बाहिराई पोग्गलाई जो संतावेंतीति, एस णं से समिए तावक्खेत्ते, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु - ता जे णं पोग्गला सूरियस्स लेसं फुसंति, ते णं पोग्गला अत्थेगइया संतप्पंति, अत्थेगइया णो संतप्पंति,
तत्थ अत्थेइया संतप्पमाणा तदणंतराई बाहिराई पोग्गलाई अत्थेगइयाई संतार्वेति, अत्थेगइयाइं णो संतार्वती, एस णं से समिए तावक्खेत्ते, एगे एवमाहंसु । ભાવાર્થ:- પ્રશ્ન– સૂર્ય કેવી રીતે પુરુષ છાયાને(પડછાયાને) ઉત્પન્ન કરે છે ? અર્થાત્ પુરુષ છાયાપડછાયો જે પ્રકાશથી ઉત્પન્ન થાય છે, તે સૂર્ય પ્રકાશ કેવી રીતે ફેલાય છે ? ઉત્તર- સૂર્યના તાપથી તપ્ત થતા પદાર્થના વિષયમાં અન્યતીર્થિકોની ત્રણ પ્રતિપત્તિઓ છે, તે આ પ્રમાણે છે–
(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે તાપ ક્ષેત્રમાં રહેલા જે પુદ્ગલો સૂર્ય લેશ્યા—કિરણોને સ્પર્શે છે, તે પુદ્ગલો સંતપ્ત(ગરમ, ઉષ્ણ) થાય છે અને તે સંતપ્ત થયેલા પુદ્ગલો તદનંતર એટલે કોઈ પણ પ્રકારના વ્યવધાન વિના નિકટવર્તી બહારના અર્થાત્ સૂર્ય કિરણના સ્પર્શને નહીં પામેલા પુદ્ગલોને સંતપ્ત કરે છે. સમિત અર્થાત્ સૂર્યથી ઉત્પન્ન તાપક્ષેત્રનું આવું સ્વરૂપ છે.
(૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે જે પુદ્ગલો સૂર્ય કિરણને સ્પર્શે છે તે પુદ્ગલો સંતપ્ત થતા નથી અને અસંતપ્ત તે પુદ્ગલો તદનંતર—સૂર્ય કિરણના સ્પર્શને નહીં પામેલા બહારના પુદ્ગલોને સંતપ્ત કરતા નથી. સૂર્યથી ઉત્પન્ન તાપક્ષેત્રનું આવું સ્વરૂપ છે.
(૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે જે પુદ્ગલો સૂર્ય લેશ્યાનો સ્પર્શ કરે છે, તે પુદ્ગલોમાંથી કેટલાક પુદ્ગલો સંતપ્ત થાય છે અને કેટલાક પુદ્ગલો સંતપ્ત થતાં નથી. સંતપ્ત પુદ્ગલોમાંથી કેટલાક