________________
પ્રાભૂત-૯: પરિચય
:
[ ૧૩૩ ]
નવમું પ્રાભૃતા પરિચય DROROWRODROR
પ્રસ્તુત નવમા પ્રાભૃતમાં પ્રાયઃ પોરિસિ છાયા-પડછાયા ( વ પરિલિ છાયા-૧/૧/૩)નું વર્ણન છે.
સૂર્યના કિરણો દ્વારા તાપ(ઉષ્ણતા) અને પ્રકાશ સર્વત્ર પહોંચે છે. સૂર્ય કિરણોની ઉષ્ણતાના કારણે તાપક્ષેત્રગત પદાર્થો(પુદ્ગલો) તપ્ત થાય છે. પ્રસ્તુત પ્રાભૃતના પ્રારંભમાં સૂર્યકિરણો દ્વારા પદાર્થોને તપ્ત કરવાની રીતનું કથન છે. સૂર્ય વિમાનમાંથી જે કિરણો પ્રસારિત થાય છે, તે કિરણોના અંતરાલમાં રહેલા પુદ્ગલોને તે કિરણો તાપ(ઉષ્ણતા)થી વાસિત કરે છે એટલે ઉષ્ણ બનાવે છે. તે વાસિત પુગલો છિન્ન કિરણ કહેવાય છે, આ છિન્ન કિરણો સમીપવર્તી પુદ્ગલો(પદાર્થો)ને તપ્ત કરે છે.
જે પદાર્થો સૂર્ય કિરણોના ક્ષેત્રમાં હોય તેને તે સૂર્ય કિરણો તપ્ત કરે છે અને તે કિરણોના અંતરાલમાં રહેલા પદાર્થોને છિન્ન કિરણો તપ્ત કરે છે.
સૂર્ય પ્રકાશના અવરોધક પદાર્થો જ્યારે સૂર્ય પ્રકાશને અવરોધે(અટકાવે) છે ત્યારે તે પદાર્થોની છાયા(પડછાયો) નિષ્પન્ન થાય છે. વસ્તુના અવરોધથી જે સ્થાનમાં પ્રકાશ પગલો પહોંચતા નથી ત્યાં અંધકારના કાળા વર્ણના પુલો ફેલાય છે અને વસ્તુના આકાર જેવા જ આકારવાળી છાયા નિર્મિત થાય છે.
સૂર્યોદય-સૂર્યાસ્ત સમયે સૂર્ય નીચે હોય છે, પ્રકાશ દૂરથી આવતો હોય ત્યારે છાયા લાંબી હોય છે અને સૂર્ય જેમ જેમ ઉપર આવતો જાય, પ્રકાશ નજીક થતો જાય તેમ તેમ છાયા ટૂંકી થતી જાય છે.
બરાબર સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે વસ્તુ કરતાં સાધિક ઓણગસાંઠ ગુણી લાંબી છાયા હોય છે. દિવસના એકસો વીસ(૧૨૦) ભાગ કરવામાં આવે, તો સૂર્યોદયથી દિવસનો ૧૨૦મો ભાગ વ્યતીત થાય ત્યારે અથવા સૂર્યાસ્ત પૂર્વે ૧૨૦મો ભાગ શેષ હોય ત્યારે વસ્તુ કરતાં ઓગણસાંઠ ગુણી છાયા નિષ્પન્ન થાય છે. દિવસનો ૧૧૯મો ભાગ વ્યતીત થાય અથવા શેષ હોય ત્યારે પઢા ગુણી છાયા હોય છે, આ રીતે એક-એક દિવસ ભાગ ઘટે ત્યારે છાયા અર્ધ-અર્ધ ભાગ ઘટતી જાય છે.
દિવસના બે ભાગ કરીએ, ત્યારે બે ભાગમાંથી એક ભાગ વ્યતીત થાય એક ભાગ શેષ હોય ત્યારે અર્થાત્ સૂર્ય બરાબર (માથે) મધ્યાહ્ન હોય ત્યારે વસ્તુની છાયા હોતી નથી અને દિવસના ચાર ભાગમાંથી ચોથો ભાગ વ્યતીત થાય કે શેષ હોય ત્યારે વસ્તુ જેવડી જ છાયા હોય છે.
પ્રસ્તુત નવમા પ્રાભૂતમાં દિવસ ભાગમાં છાયાના માપનું કથન છે અને દસમા પ્રાભૃતના દસમા પ્રતિપ્રાભૂતમાં દક્ષિણાયન-ઉત્તરાયણના છ-છ માસમાં થતી છાયાની વૃદ્ધિનહાનિનું કથન છે.