________________
[ ૧૩૦ ||
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
पच्चित्थिमे णं राई भवइ । सेसं जहा जंबुद्दीवे दीवे तहेव जाव ओसप्पिणी । ભાવાર્થ :- લવણ સમુદ્રમાં સૂર્ય ઉત્તરપૂર્વ(ઈશાન કોણ)માં ઉદય પામે છે વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું. લવણસમુદ્રના દક્ષિણ વિભાગમાં જ્યારે દિવસ હોય છે ત્યારે લવણ સમુદ્રના ઉત્તર વિભાગમાં પણ દિવસ હોય છે અને લવણ સમુદ્રના ઉત્તર વિભાગમાં જ્યારે દિવસ હોય છે ત્યારે લવણ સમુદ્રના પૂર્વ તથા પશ્ચિમ વિભાગમાં રાત્રિ હોય છે. જે રીતે જંબૂદ્વીપ નામના દ્વીપમાં અવસર્પિણીકાલ સુધીનું કથન કર્યું છે, તે જ રીતે લવણ સમુદ્રમાં અવસર્પિણીકાલ સુધીનું કથન કરવું જોઈએ. |१२ ता धायइखंडे णं दीवे सूरिया उदीणपाईणमुग्गच्छति, पाईण- दाहिणमागच्छंति जाव पडीणउदीणमुग्गच्छंति, उदीणपाईणमागच्छंति । ता जया णं धायइसंडे दीव मदराण पव्वयाण दाहिणड्ढे दिवसे भवइ तया ण उत्तरड्डेऽवि दिवसे भवइ, जया णं उत्तरड्डे दिवसे भवइ तया णं धायइसंडे दीवे मंदराणं पव्वयाणं पुरत्थिमपच्चत्थिमे णं राई भवइ, सेसं जहा जंबुद्दीवे दीवे तहेव जाव ओसप्पिणी ।
कालोए णं समुद्दे जहा लवणे समुद्दे तहेव । ભાવાર્થ :- ધાતકીખંડ દ્વિીપમાં સૂર્ય ઉત્તરપૂર્વ(ઈશાનકોણ)માં ઉદય પામે છે અને પૂર્વદક્ષિણ (અગ્નિકોણ)માં અસ્ત પામે છે યાવત્ પશ્ચિમઉત્તર(વાયવ્યકોણ)માં ઉદય પામે છે અને ઉત્તરપૂર્વ (ઈશાન કોણ)માં અસ્ત પામે છે. જ્યારે ધાતકી ખંડદ્વીપના મંદર પર્યતથી દક્ષિણ વિભાગમાં દિવસ હોય છે ત્યારે ઉત્તર વિભાગવામાં પણ દિવસ હોય છે. જ્યારે ઉત્તર વિભાગમાં દિવસ હોય છે ત્યારે ધાતકીખંડ દ્વીપના મંદર પર્વતથી પૂર્વ-પશ્ચિમ વિભાગમાં રાત્રિ હોય છે. જંબુદ્વીપ નામના હીપના અવસર્પિણીકાલ સુધીના આલાપક કહ્યા છે, તે જ રીતે ધાતકીખંડના અવસર્પિણીકાલ સુધીના શેષ આલાપક પણ કહેવા જોઈએ. લવણ સમુદ્રના આલાપકોની સમાન કાલોધિ સમુદ્રના આલાપક કહેવા જોઈએ. |१३ ता अब्भंतर-पुक्खरद्धे णं दिवे सूरिया उदीणपाईणमुग्गच्छंति, पाईण दाहिणमागच्छति जाव पडीणउदीणमुग्गच्छति, उदाणपाईणमागच्छति । ता जया णं अब्भंतर-पुक्खरद्धे मंदराणं पव्वयाणं दाहिणड्डे दिवसे भवइ तया णं उत्तरड्डेऽवि दिवसे भवइ, जया णं उत्तरड्डे दिवसे भवइ तया णं अभिंतरपुक्खरद्धे मंदराणं पव्वयाणं पुरत्थिम-पच्छत्थिमे णं राई भवइ ।
सेसं जहा जंबुद्दीवे दीवे तहेव जाव ओसप्पिणी । ભાવાર્થ - આત્યંતર પુષ્કરાર્ધ દ્વીપમાં સૂર્ય ઉત્તરપૂર્વ(ઈશાનકોશ)માં ઉદય પામે છે અને પૂર્વદક્ષિણ (અગ્નિકોણ)માં અસ્ત પામે છે. યાવત પશ્ચિમઉત્તર (વાયવ્ય કોણ)માં ઉદય પામે છે અને ઉત્તરપૂર્વ (ઈશાનકોણ)માં અસ્ત પામે છે. આત્યંતર પુષ્કરાર્ધ દ્વીપમાં મંદર પર્વતથી દક્ષિણ વિભાગમાં જ્યારે દિવસ હોય છે ત્યારે ઉત્તર વિભાગમાં પણ દિવસ હોય છે અને જ્યારે ઉત્તર વિભાગમાં દિવસ હોય છે ત્યારે આત્યંતર પુષ્કરાર્ધમાં મંદર પર્વતથી પૂર્વ તથા પશ્ચિમ વિભાગમાં રાત્રિ હોય છે.