________________
પ્રાભૂત-૮
| ૧૨૯ ]
૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્રિ
૧૦૦ સહસ વર્ષ = ૧ લાખ વર્ષ ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ
૮૪ લાખ વર્ષ = ૧પૂર્વાગ ૨ પક્ષ = ૧ માસ
૮૪ લાખ પૂર્વાગ = ૧ પૂર્વ ૨ માસ = ૧ ઋતુ
૮૪ લાખ પૂર્વ = ૧ ત્રુટિતાંગ
૮૪ લાખ ત્રુટિતાંગ = ૧ ત્રુટિત પૂર્વ સંખ્યાઓને ૮૪-૮૪ લાખથી ગુણતાં ત્યાર પછીની સંખ્યા પ્રાપ્ત થાય છે. આ રીતની ગણના પૂર્વાગથી લઈને શીર્ષપ્રહેલિકા પર્યત થાય છે. શીર્ષપ્રહેલિકા ૧૯૪ અંક પ્રમાણ છે. તેમાં ૫૪ આંકડા અને ૧૪૦ શૂન્ય હોય છે. તે ગણનાકાલનું અંતિમ એકમ છે. જો કે શીર્ષપ્રહેલિકા પછી પણ સંખ્યાતકાલ છે પરંતુ તે કાળની ગણના ઉપમા દ્વારા કરાય છે. દસ ક્રોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ, ૧૦ ક્રોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણીકાલ અને ૧૦ ક્રોડાકોડી સાગરોપમ = એક અવસર્પિણીકાલ થાય છે, આ રીતે ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમ = ૧ કાલચક્ર થાય છે.
પલ્યોપમ અને સાગરોપમ આ બંને એકમો ગણનાના વિષય નથી, તે ઉપમાનો વિષય છે તેથી તેને ઉપમાકાલ કહે છે. પલ્યોપમ અને સાગરોપમનું વિસ્તૃત વિવેચન શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં છે. અવસર્પિણી કાલ - જે કાલમાં મનુષ્યના સંઘયણ અને સંસ્થાન ઉત્તરોત્તર હિન-ન્યૂન થતા જાય છે; આયુષ્ય અને અવગાહના ઘટતી જાય છે તથા ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકાર–પરાક્રમનો ક્રમશઃ હ્રાસ થતો જાય છે; પુગલોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હીન થતા જાય છે અને શુભભાવોમાં હાનિ તથા અશુભ ભાવોમાં વૃદ્ધિ થતી જાય છે, તેને અવસર્પિણીકાલ કહે છે. આ કાલ દસ ક્રોડાકોડી સાગરોપમનો છે. તેના છ વિભાગ (આરા) હોય છે. તે અર્ધકાલચક્ર કહેવાય છે.
અવસર્પિણીના પ્રથમ વિભાગ અર્થાતુ પ્રથમ આરા માટે પહમ બળી શબ્દ પ્રયોગ થયો છે. અવસર્પિણી કાલના છ આરા પૂર્ણ થાય ત્યારે ઉત્સર્પિણી કાલનો પ્રારંભ થાય છે. ઉત્સર્પિણીકાલઃ- જે કાલમાં જીવોના સંઘયણ અને સંસ્થાન ઉત્તરોત્તર અધિકાધિક શુભ થતા જાય છે; આયુષ્ય અને અવગાહના વધતી જાય છે; ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકાર–પરાક્રમની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે તથા પુદ્ગલોના વર્ણાદિ શુભ થતા જાય છે; અશુભતમ ભાવોમાં ક્રમશઃ હાનિ, શુભ ભાવોમાં વૃદ્ધિ થતી જાય છે, તેને ઉત્સર્પિણીકાલ કહે છે. આ કાલ પણ દશ ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે, તેના પણ છ વિભાગ(આરા) હોય છે. તે પણ અર્ધ કાલચક્ર કહેવાય છે. ઉત્સર્પિણીકાલના પ્રથમ વિભાગ અર્થાત્ પ્રથમ આરા માટે પત્રમાં ૩રક્ષપળી શબ્દપ્રયોગ થયો છે.
એક અવસર્પિણીકાલ અને એક ઉત્સર્પિણીકાલ મળીને એક કાલચક્ર થાય છે. ઉત્સર્પિણીકાલના છ આરા પૂર્ણ થાય ત્યારે અવસર્પિણી કાલનો પ્રારંભ થાય છે. આ કાલચક્ર સતત ફર્યા કરે છે. લવણ સમુદ્રાદિમાં દિવસ આદિ११ ता लवणे णं समुहे सूरिया उदीणपाइणमुगच्छ तहेव । ता जया णं लवणे समुद्दे दाहिणड्डे दिवसे भवइ तया णं लवणे समुद्दे उत्तरड्डेऽवि दिवसे भवइ । ता जया ण लवणे समुद्दे उत्तरड्डे दिवसे भवइ तया ण लवणे समुद्दे पुरत्थिम