________________
૧૨૮ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
અયનના આલાપકની જેમ જ સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ પૂર્વાગ, પૂર્વ ધાવત શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ અને સાગરોપમ સુધીના આલાપક કહેવા જોઈએ. १० ता जया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणड्डे पढमा उस्सप्पिणी पडिवज्जइ, तया णं उत्तरड्डेऽवि पढमा उस्सप्पिणी पडिवज्जइ । ता जया णं उत्तरड्डे पढमा उस्सप्पिणी पडिवज्जइ, तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिम-पच्चत्थिमे णं णेवत्थि उस्सप्पिणी णेवत्थि ओसप्पिणी अवट्ठिए णं तत्थ काले पण्णत्ते समणाउसो ! एवं ओसप्पिणी । ભાવાર્થ – જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતથી દક્ષિણ વિભાગમાં જ્યારે ઉત્સર્પિણી કાલનો પ્રથમ આરો હોય છે ત્યારે ઉત્તર વિભાગમાં પણ ઉત્સર્પિણી કાલનો પ્રથમ આરો હોય છે અને ઉત્તર વિભાગમાં
જ્યારે ઉત્સર્પિણી કાલનો પ્રથમ આરો હોય છે ત્યારે જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતથી પૂર્વ વિભાગમાં તથા પશ્ચિમ વિભાગમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ હોતો નથી. હે આયુષ્યમાન શ્રમણ ! ત્યાં હંમેશાં અવસ્થિત કાલ રહે છે, આ પ્રકારે અવસર્પિણીકાલનો આલાપક પણ કહેવો જોઈએ. વિવેચન :
પૂર્વ સૂત્રોમાં વર્ષાદિ ત્રણ ઋતુમાં સમય, આવલિકા, આણપ્રાણ–શ્વાસોચ્છવાસ આદિ કાલના દસ એકમ વિષયક પૃચ્છા છે અને પ્રસ્તુત સૂત્રોમાં ત્યાર પછીના કાલ વિભાગના અન્ય એકમો અર્થાત્ અયન અને યુગથી પ્રારંભ કરી ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ સુધીના એકમોનું નિરૂપણ છે.
વસ્થિ બિળી – ઉત્તર અને દક્ષિણ વિભાગમાં ઉત્સર્પિણીકાલ અને અવસર્પિણી કાલ હોય છે. પૂર્વ-પશ્ચિમ વિભાગમાં સમય, આવલિકા આદિ કાલના દરેક એકમોનું પ્રવર્તન થાય છે, પરંતુ ત્યાં તથા પ્રકારના શાશ્વત સ્વભાવથી ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ રૂપ કાલનું પરિવર્તન થતું નથી. ત્યાં સદાને માટે સમાન કાલ હોય છે. આગમમાં તેને માટે નોઉત્સર્પિણી-નોઅવસર્પિણીકાલ શબ્દપ્રયોગ છે. અયન – છ મહિનાનું એક અયન થાય છે. બે અયનનું એક વર્ષ હોય છે. સમયાદિ એકમોમાં અયન અગિયારમું એકમ છે. વર્ષના પ્રારંભમાં પ્રથમ દક્ષિણાયન હોય છે. યુI = પાંચ વર્ષનો યુગ થાય છે. કાલના સમસ્ત એકમોનું પરિમાણ :- કાલના સૂક્ષ્મ, અભેદ્ય અને નિરવયવ અંશને સમય કહે છે. તે ગણનાકાલનું આધ એકમ છે. અસંખ્યાત સમયોના સમુદાયને આવલિકા કહે છે. સંખ્યાત આવલિકા પ્રમાણ કાલને આણપ્રાણ કહે છે. તેનું બીજું નામ ઉચ્છવાસ-નિઃશ્વાસ છે. હૃષ્ટ-પુષ્ટ, નીરોગી, સ્વસ્થ વ્યક્તિને એક વાર શ્વાસ લેવા અને મૂકવામાં જેટલો સમય લાગે તેને આણપ્રાણ કહે છે. અસંખ્યાત સમય = ૧ આવલિકા
૩ ઋતુ = ૧ અયન સંખ્યાત આવલિકા = ૧ આણપ્રાણ
૨ અયન = ૧ સંવત્સર ૭ આણપ્રાણ = ૧ સ્ટોક
૫ સંવત્સર = ૧ યુગ ૭ સ્તોક = ૧ લવ
૨૦ યુગ = ૧ શત વર્ષ ૭૭ લવ અથવા ૩૭૭૩ આણપ્રાણ = ૧ મુહૂર્ત ૧૦ શત વર્ષ = ૧ સહસ વર્ષ