________________
પ્રાભૂત-૮
| ૧૨૭ ]
માણાવIT :- સમય, આવલિકા, આનપાન, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ અને ઋતુ સુધીના દશ એકમો છે. તે દશની વર્ષાદિ ત્રણ ઋતુમાં પૃચ્છા કરવાથી ત્રીસ આલાપક થાય છે.
Rહુલસિ - એક સમય પછીના સમયને અનંતર પુરસ્કૃત સમય કહે છે. ઉત્તર વિભાગ અને દક્ષિણ વિભાગમાં પ્રારંભ થનારી વર્ષાઋતુના પ્રારંભની અપેક્ષાએ અનંતર સમય(પછીના સમયે) પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં વર્ષાઋતુનો પ્રારંભ થાય છે. સત્તર પુછાજલ સિ - એક સમય પહેલાંના સમયને અનંતર પશ્ચાતુક્ત સમય કહે છે. પૂર્વ-પશ્ચિમ વિભાગમાં પ્રારંભ થનારી વર્ષાઋતુના પ્રારંભની અપેક્ષાએ ઉત્તર-દક્ષિણ વિભાગમાં એક સમય પહેલાં વર્ષાઋતુનો પ્રારંભ થાય છે. અયનાદિનો પ્રારંભઃ| ९ ता जया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणड्डे पढमे अयणे पडिवज्जइ तया णं उत्तरड्डेऽवि पढमे अयणे पडिवज्जइ । ता जया णं उत्तरड्डे पढमे अयणे पडिवज्जइ, तया णं दाहिणड्डेऽवि पढमे अयणे पडिवज्जइ । ता जया णं उत्तरड्डे पढमे अयणे पडिवज्जइ तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरस्थिमपच्चत्थिमे णं अणंतरपुरक्खडे काल समयसि पढमे अयणे पडिवज्जइ । ता जया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमे णं पढमे अयणे पडिवज्जइ, तया णं पच्चत्थिमेऽवि पढमे अयणे पडिवज्जइ । जया णं पच्चत्थिमे णं पढमे अयणे पडिवज्जइ, तया णं पुरथिमेऽवि पढमे अयणे पडिवज्जइ । ता जया णं पच्चत्थिमे णं पढमे अयणे पडिवज्जइ, तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणे णं अणंतरपच्छाकडे काल समयसि पढमे अयणे पडिवज्जइ ।
जहा अयणे तहा संवच्छरे, जुगे, वाससए, वाससहस्से, वाससयसहस्से, पुव्वंगे, पुव्वे एवं जाव सीसपहेलिया पलिओवमे सागरोवमे य । ભાવાર્થ:- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતથી દક્ષિણ વિભાગમાં જ્યારે પ્રથમ અયન(દક્ષિણાયન) હોય છે ત્યારે ઉત્તર વિભાગમાં પણ પ્રથમ અયન હોય છે અને ઉત્તર વિભાગમાં જ્યારે પ્રથમ અયન હોય છે ત્યારે દક્ષિણ વિભાગમાં પણ પ્રથમ અયન હોય છે. જ્યારે ઉત્તર વિભાગમાં પ્રથમ અયન હોય છે ત્યારે જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતથી પૂર્વ તથા પશ્ચિમ વિભાગમાં એક સમય પછી પ્રથમ અયનનો પ્રારંભ થાય છે.
જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતથી પૂર્વ વિભાગમાં જ્યારે પ્રથમ અયન હોય છે ત્યારે પશ્ચિમ વિભાગમાં પણ પ્રથમ અયન હોય છે અને પશ્ચિમ વિભાગમાં જ્યારે પ્રથમ અયન હોય છે ત્યારે પૂર્વ વિભાગમાં પણ પ્રથમ અયન હોય છે. જ્યારે પશ્ચિમ વિભાગમાં પ્રથમ અયન હોય છે ત્યારે જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતથી ઉત્તર-દક્ષિણ વિભાગમાં એક સમય પહેલાં પ્રથમ અયન નો પ્રારંભ થઈ ગયો હોય છે.