________________
૧૨૬ |
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
વર્ષાદિ તુના પ્રથમ સમય, આવલિકાદિઃ[८ ता जया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणड्डे वासाणं पढमे समए पडिवज्जइ तया णं उत्तरड्डेऽवि वासाणं पढमे समए पडिवज्जइ । जया णं उत्तरड्डे वासाणं पढमे समए पडिवज्जइ, तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमपच्चत्थिमे णं अणंतरपुरक्खडे काल समयंसि वासाणं पढमे समए पडिवज्जइ।
ता जया णं जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमे णं वासाणं पढमे समए पडिवज्जइ, तया णं पच्चत्थिमेऽवि वासाणं पढमे समए पडिवज्जइ । जया णं पच्चत्थिमे णं वासाणं पढमे समए पडिवज्जइ, तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणे णं अणंतरपच्छाकडे काल समयसि वासाणं पढ मे समए पडिवण्णे भवइ ।
ગહ સમો તથા સાવલિયા, આ પૂ, થોવે, તવે, મુહુર્ત, અહોરજો, पक्खे, मासे, ऊऊ एवं दस आलावगा जहा वासाणं, एवं हेमंताणं गिम्हाणं च भाणियव्वा । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતથી દક્ષિણ વિભાગમાં વર્ષાઋતુનો પ્રથમ સમય હોય, ત્યારે ઉત્તર વિભાગમાં પણ વર્ષાઋતુનો પ્રથમ સમય હોય છે. ઉત્તર વિભાગમાં જ્યારે વર્ષાઋતુનો પ્રથમ સમય હોય, ત્યારે જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતથી પૂર્વ-પશ્ચિમ વિભાગમાં અનંતર સમયે એટલે પછીના સમયે વર્ષાઋતુનો પ્રથમ સમય હોય છે.
- જ્યારે જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતથી પૂર્વ વિભાગમાં વર્ષા ઋતુનો પ્રથમ સમય હોય ત્યારે પશ્ચિમ વિભાગમાં પણ વર્ષાઋતુનો પ્રથમ સમય હોય છે અને પશ્ચિમ વિભાગમાં જ્યારે વર્ષા ત્રઢતનો પ્રથમ સમય હોય છે ત્યારે જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતથી ઉત્તર વિભાગમાં અને દક્ષિણ વિભાગમાં એક સમય પહેલાં વર્ષા ઋતુનો પ્રારંભ થઈ ગયો હોય છે.
વર્ષા ઋતુના પ્રથમ સમયની જેમ પ્રથમ આવલિકાદિનું કથન કરવું– (૧) પ્રથમ સમય (૨) પ્રથમ આવલિકા (૩) પ્રથમ આણપ્રાણ (૪) પ્રથમ સ્તોક (૫) પ્રથમ લવ (૬) પ્રથમ મુહૂર્ત (૭) પ્રથમ અહોરાત્ર (૮) પ્રથમ પક્ષ (૯) પ્રથમ માસ (૧૦) પ્રથમ ઋતુ, આ દસ આલાપક વર્ષાઋતુના કહ્યા છે, તે જ રીતે ગ્રીષ્મ ઋતુ અને હેમંતઋતુના દસ-દસ આલાપક કહેવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબૂદ્વીપના ચાર વિભાગોની અપેક્ષાએ વર્ષા આદિ ત્રણ ઋતુઓના પ્રથમ સમય, આવલિકા આદિ કાલના એકમોનું નિરૂપણ છે.
લોકમાં વર્ષા, હેમંત અને ગ્રીષ્મ(ચોમાસુ, શિયાળો, ઉનાળો) ત્રણ ઋતુ માન્ય છે. તેમાં વર્ષાઋતુનો પ્રારંભ અષાઢ માસથી થાય છે. તે ઋતુઓનો પ્રારંભ પહેલાં ઉત્તર-દક્ષિણ વિભાગમાં થાય છે. ઉત્તર-દક્ષિણ વિભાગમાં જે સમયે વર્ષાઋતુનો પ્રારંભ થાય છે તેના અનંતર સમયે પૂર્વ-પશ્ચિમ વિભાગમાં વર્ષાઋતુનો પ્રારંભ થાય છે.