________________
પ્રાભૂત-૮
| ૧૨૫ |
છે. એક સૂર્ય અગ્નિકોણમાં હોય ત્યારે બીજો સૂર્યવાયવ્યકોણમાં હોય છે અને અગ્નિકોણનો સૂર્ય પરિભ્રમણ કરતાં વાયવ્યકોણમાં પહોંચે ત્યારે વાયવ્યકોણનો સૂર્ય અગ્નિકોણમાં પહોંચે છે. પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યોદય :- એક સૂર્ય જ્યારે ઈશાનકોણમાં શિખરી પર્વત સમીપે પહોંચે છે ત્યારે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યોદય થાય છે અને તે સૂર્ય દક્ષિણ તરફ આગળ વધતા પૂર્વ મહાવિદેહ ક્ષેત્રને પૂર્ણ રૂપે પ્રકાશિત કરી અગ્નિકોણમાં ચુલ્લહિમવંત પર્વત સમીપે પહોંચે છે ત્યારે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યાસ્ત થાય છે. પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યોદય :- પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યોદય થયો હોય તે જ સમયે બીજો સુર્ય નૈઋત્ય કોણમાં ચલહિમવંત પર્વત સમીપે પહોંચે છે ત્યારે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યોદય થાય છે અને તે સૂર્ય ઉત્તર તરફ આગળ વધતા પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને પૂર્ણ રૂપે પ્રકાશિત કરી વાયવ્ય કોણમાં શિખરી પર્વત સમીપે પહોંચે છે ત્યારે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યાસ્ત થાય છે. ભરત ક્ષેત્રમાં સૂર્યોદયઃ-એક સૂર્ય જ્યારે અગ્નિકોણમાંનિષધ પર્વત સમીપે પહોંચે છે ત્યારે ભરતક્ષેત્રમાં સૂર્યોદય થાય છે અને તે સૂર્ય દક્ષિણ તરફ આગળ વધતા ભરત ક્ષેત્રને પૂર્ણ રૂપે પ્રકાશિત કરી પશ્ચિમ દિશામાં નિષધ પર્વત સમીપે પહોંચે છે ત્યારે ભરત ક્ષેત્રમાં સૂર્યાસ્ત થાય છે. ઐરાવત ક્ષેત્રમાં સૂર્યોદય :- ભરત ક્ષેત્રમાં સૂર્યોદય થયો હોય તે જ સમયે બીજો સૂર્ય વાયવ્યકોણમાં નીલવાન પર્વત સમીપે પહોંચે છે ત્યારે ઐરાવત ક્ષેત્રમાં સુર્યોદય થાય છે. તે સૂર્ય ઉત્તર તરફ આગળ વધતા ઐરવત ક્ષેત્રને પૂર્ણરૂપે પ્રકાશિત કરી ઈશાનકોણમાં નીલવાન પર્વત સમીપે પહોંચે છે ત્યારે ઐરાવત ક્ષેત્રમાં સૂર્યાસ્ત થાય છે.
એક અહોરાત્ર અર્થાત્ ૨૪ કલાકમાં જે સૂર્ય ભરતક્ષેત્રમાં સૂર્યોદય કરે છે, તે જ સૂર્ય પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યોદય કરે છે અને તે જ અહોરાત્રમાં બીજો સૂર્ય ઐરાવત ક્ષેત્ર અને પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યોદય કરે છે. આ રીતે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક સાથે દિવસ અને રાત થાય છે. તે જ રીતે પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં એક સાથે દિવસ અને રાત થાય છે. જબલીપના પૂર્વ-પશ્ચિમ વિભાગમાં
જબલીપના ઉત્તર-દક્ષિણ વિભાગમાં સૂર્યોદય-સૂર્યાસ્ત
સૂર્યોદય-સૂર્યાસ્ત
/ક શિખર પર્વત
જાત નોલવંત પર્વત પશ્ચિમ
પૂર્વ
’
નીલવંત પર્વત
માવિડ મિક, મીર
જનન+નિવઘ પર્વત ૧૮૫%
*નિષ ધ પર્વત
લઘુમિશનપર્વત
રૂલઘુમવાન પર્વતજ
- ભરંત