________________
૧૨૪ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
જ્યારે તેર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે સત્તર મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે તેર મુહૂર્તાનંતરનો દિવસ હોય છે ત્યારે સાધિક સત્તર મુહૂર્તની રાત્રિ હોય છે.
જ્યારે જઘન્ય બાર મહુર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહુર્તની રાત્રિ હોય છે, તે પ્રમાણે કહેવું વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબૂદ્વીપમાં થતાં સૂર્યોદય અને સૂર્યાસ્તની વ્યવસ્થાનું વિધાન છે. સર્યના ઉદય-અસ્તનો વ્યવહાર :- સર્યના ઉદય-અસ્તન નિરૂપણ વ્યવહારની અપેક્ષાએ એટલે દર્શકોની દષ્ટિએ કરવામાં આવે છે. સૂર્ય હંમેશાં ભૂમંડલ પર વિદ્યમાન હોય છે. તે સદા ઉદયમાન જ હોય છે પરંતુ સૂર્યની ગતિના કારણે જ્યારે જે ક્ષેત્રના મનુષ્યોની દષ્ટિથી તે દૂર થઈ જાય અને ન દેખાય, ત્યારે તે ક્ષેત્રના લોકો “સૂર્ય અસ્ત થઈ ગયો', એ પ્રકારનો વ્યવહાર કરે છે અને સૂર્ય જે ક્ષેત્રના મનુષ્યની દષ્ટિનો વિષય બને, જે ક્ષેત્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય, તે ક્ષેત્રના લોકો “સૂર્યોદય થયો', એ પ્રકારનો વ્યવહાર કરે છે. આ રીતે મનુષ્યોની (દષ્ટિની) અપેક્ષાએ સૂર્યના ઉદય અને અસ્તનો વ્યવહાર થાય છે. સૂર્યના ઉદયથી રાત્રિનો અંત અને દિવસનો પ્રારંભ થાય છે તથા સૂર્યના અસ્તથી દિવસનો અંત અને રાત્રિનો પ્રારંભ થાય છે. સૂર્ય સમભૂમિથી ૮00 યોજન ઉપર રહીને સદા આકાશમાં પરિભ્રમણ કરે છે. ઉદય-અસ્ત અને દિવસ રાત્રિનું કારણ - યદ્યપિ સૂર્ય સર્વ દિશાઓમાં ગતિ કરે છે તથાપિ તેનો પ્રકાશ મર્યાદિત ક્ષેત્રમાં જ ફેલાય છે. જેટલા ક્ષેત્રમાં, જે દેશમાં જેટલો સમય સૂર્યનો પ્રકાશ રહે, તેટલા ક્ષેત્રમાં, તે દેશમાં, તેટલો સમય દિવસ રહે છે અને શેષ ક્ષેત્રમાં, શેષ દેશમાં, તેટલો સમય રાત્રિ રહે છે. આ રીતે સૂર્ય ગતિશીલ હોવાથી અને સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર મર્યાદિત હોવાથી રાત્રિ-દિવસનો વ્યવહાર નિર્બોધપણે થાય છે. એક જ સમયે બે દિશાઓમાં દિવસ થવાનું કારણ – જંબૂદ્વીપમાં બે સૂર્યો છે. તેથી એક જ સમયે બે વિભાગમાં દિવસ અને બે વિભાગમાં રાત્રિ હોય છે. જ્યારે એક સૂર્ય ઉત્તર વિભાગમાં દિવસ કરે છે ત્યારે બીજો સૂર્ય દક્ષિણ વિભાગમાં દિવસ કરે અને શેષ પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગમાં સૂર્ય પ્રકાશના અભાવે રાત્રિ થાય છે. જ્યારે એક સૂર્ય પૂર્વ વિભાગમાં દિવસ કરે છે ત્યારે બીજો સૂર્ય પશ્ચિમ વિભાગમાં દિવસ કરે છે અને શેષ ઉત્તર અને દક્ષિણ વિભાગમાં સૂર્ય પ્રકાશના અભાવે રાત્રિ થાય છે. આ રીતે બે સૂર્યની ગતિશીલતા અને પ્રકાશની સીમિતતાના કારણે તથા દિવસ રાત્રિની અપેક્ષાએ જંબૂદ્વીપના ચાર વિભાગ થાય છે અને તેમાંથી બે વિભાગમાં દિવસ અને બે વિભાગમાં રાત્રિ થાય છે. ૩ત્તર રાશિ:- સામાન્ય રીતે આ શબ્દ અર્ધ અર્થમાં પ્રયુક્ત થાય છે પરંતુ પ્રસ્તુતમાં તે વિભાગ અર્થમાં પ્રયુક્ત થયો છે. જંબૂદ્વીપના ચાર વિભાગ વિવક્ષિત છે– (૧) પૂર્વી વિભાગ (૨) પશ્ચિમી વિભાગ (૩) ઉત્તરી વિભાગ (૪) દક્ષિણી વિભાગ. તેમાં ઉત્તર અને દક્ષિણના વિભાગ માટે ક્રમશઃ ૩ત્તર અને રાદિ શબ્દ પ્રયોગ થયો છે. ચાર દિશા-ચાર વિદિશા - પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ ચાર દિશા છે. બે દિશાની વચ્ચેના ભાગને વિદિશા(કોણ) કહે છે. દિશાની જેમ વિદિશા પણ ચાર છે. પ્રત્યેક વિદિશા(કોણ) બે દિશાના સંયોગથી થાય છે તેથી સૂત્રમાં બે-બે દિશાના સંયોગથી તેના નામનો ઉલ્લેખ છે. જેમ કે ઉત્તર-પૂર્વ દિશા એટલે ઈશાન કોણ, પૂર્વ-દક્ષિણ દિશા એટલે અગ્નિકોણ, દક્ષિણ-પશ્ચિમ દિશા એટલે નૈઋત્ય કોણ અને પશ્ચિમ-ઉત્તર દિશા એટલે વાયવ્ય કોણ. જબૂતીપમાં સૂર્યોદય વ્યવસ્થા - જંબૂદ્વીપમાં બે સૂર્યો સામસામી દિશામાં રહી મેરુને પ્રદક્ષિણા કરે