________________
પ્રાભૂત-૮
૧૨૩ ]
ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દીપના મંદર પર્વતના દક્ષિણ વિભાગમાં જ્યારે ઉત્કૃષ્ટ ૧૮ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તર વિભાગમાં પણ ઉત્કૃષ્ટ ૧૮ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને ઉત્તર વિભાગમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપના મંદર પર્વતથી પૂર્વ વિભાગ તથા પશ્ચિમ વિભાગમાં જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
જંબુદ્વીપના મંદર પર્વતથી પૂર્વ વિભાગમાં જ્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે પશ્ચિમ વિભાગમાં પણ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. પશ્ચિમ વિભાગમાં જ્યારે ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપના મંદર પર્વતથી ઉત્તર વિભાગ તથા દક્ષિણ વિભાગમાં જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે. |७ एवं एएण गमेणं णेयव्वं- अट्ठारसमुहुत्ताणंतरे दिवसे, साइरेग दुवालस मुहुत्ता राई भवइ ।
__ सत्तरस मुहुत्ते दिवसे, तेरस-मुहुत्ता राई भवइ । सत्तरस मुहुत्ताणंतरे दिवसे, साइरेग तेरस मुहुत्ता राई भवइ । सोलस मुहुत्ते दिवसे, चोइस-मुहुत्ता राई भवइ।
सोलस मुहुत्ताणंतरे दिवसे, साइरेग चोइस मुहुत्ता राई भवइ।
पण्णरस मुहुत्ते दिवसे, पण्णरस मुहुत्ता राई भवइ । पण्णरस-मुहुत्ताणंतरे दिवसे, साइरेग पण्णरस मुहुत्ता राई भवइ ।
चोद्दस मुहुत्ते दिवसे, सोलस मुहुत्ता राई भवइ । चोद्दस मुहुत्ताणंतरे दिवसे, साइरेग सोलस मुहुत्ता राई भवइ ।
तेरस मुहुत्ते दिवसे, सत्तरस मुहुत्ता राइ भवइ । तेरस मुहुत्ताणंतरे दिवसे, साइरेग सत्तरस मुहुत्ता राई भवइ ।
जहण्णए दुवालस मुहुत्ते दिवसे भवइ उक्कोसिया अट्ठारस मुहुत्ता राई भवइ एवं भाणियव्वं । ભાવાર્થ :- આ જ પ્રમાણે આગળ જાણવું–જ્યારે અઢારમુહૂર્તાનંતર(કાંઈક ન્યૂન અઢાર મુહૂર્ત)નો દિવસ હોય છે ત્યારે સાધિક બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
જ્યારે સત્તર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે તેર મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે સત્તર મુહૂર્તાનંતરનો દિવસ હોય છે ત્યારે સાધિક તેર મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે સોળ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ચૌદ મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે સોળ મહર્તાનંતરનો દિવસ હોય છે ત્યારે સાધિક ચૌદ મહર્તની રાત્રિ હોય છે. જ્યારે પંદર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે પંદરમુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે પંદર મુહૂર્તાનંતરનો દિવસ હોય છે ત્યારે સાધિક પંદર મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે ચૌદ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે સોળ મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે ચૌદ મુહૂર્તાનંતરનો દિવસ હોય છે ત્યારે સાધિક સોળ મુહૂર્તની રાત્રિ હોય છે.