________________
પ્રાભૂત-૮
૧૩૧ |
જે રીતે જંબુદ્વીપ દ્વીપના આલાપક કહ્યા તે રીતે આવ્યંતર પુષ્કરાર્ધ દ્વીપના અવસર્પિણી કાલ સુધીના આલાપક કહેવા જોઈએ. વિવેચના:
પ્રસ્તુત સૂત્રોમાં લવણ સમુદ્ર, ધાતકીખંડદ્વીપ, કાલોદધિ સમુદ્ર અને અર્ધપુષ્કર દ્વીપમાં સૂર્યોદય અને સૂર્યાસ્તની વ્યવસ્થાનું વર્ણન છે તથા ઋતુ આદિના પ્રારંભનું કથન જંબૂઢીપના અતિદેશ પૂર્વક છે. અઢીદ્વીપનો પરિચય અને તેમાં સૂર્ય-ચંદ્રની સંખ્યા - જૈન ભૌગોલિક દષ્ટિએ મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્ર છે. તેની મધ્યમાં એક લાખ યોજનાનો જંબુદ્વીપ છે. તે થાળીના આકારે છે. તેમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. તેને ફરતો બે લાખ યોજનનો લવણ સમુદ્ર છે, તે વલયાકારે છે. તેમાં ચાર ચંદ્રઅને ચાર સૂર્ય છે. તેને ફરતો ચાર લાખ યોજનનો વલયાકારે ધાતકીખંડ છે, તેમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. તેને ફરતો આઠ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર છે, તેમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય છે. તેને ફરતો ૧૬ લાખ યોજનનો વલયાકારે પુષ્કરવર દ્વીપ છે. પુષ્કર દ્વીપમાં ૧૪૪ સૂર્ય અને ૧૪૪ ચંદ્ર છે અને અર્ધ પુષ્કર દ્વીપમાં ૭ર ચંદ્ર અને ૭૨ સૂર્ય છે. પુષ્કર દ્વીપની બરોબર વચ્ચે વલયાકારે માનુષોત્તર પર્વત છે, જે અઢ દ્વિીપ અને બે સમુદ્રની ચારે તરફ ગઢ–દુર્ગ સમાન છે. આ પર્વત મધ્યમાં હોવાથી પુષ્કરવર દ્વીપના બે વિભાગ થાય છે. (૧) આત્યંતર પુષ્કર દ્વીપ અને (૨) બાહ્ય પુષ્કર દ્વીપ. આ પર્વત મનુષ્ય ક્ષેત્રની સીમા નિર્ધારિત કરે છે, તેથી તેને માનુષોત્તર પર્વત કહે છે. માનુષોત્તર પર્વત પછી પણ અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે પરંતુ તેમાં મનુષ્ય નથી. માનુષોત્તર પર્વત સુધી અઢી દ્વીપ અને બે સમુદ્રોની કુલ લંબાઈ-પહોળ લઈ ૪૫ લાખ યોજન છે. અઢીદ્વીપમાં કુલ ૧૩ર સૂર્ય અને ૧૩ર ચંદ્ર છે. અઢીલીપના સૂર્ય-ચંદ્રની સંખ્યા :જેબૂદ્વીપમાં
૨ સૂર્ય
૨ ચંદ્ર લવણસમુદ્રમાં
૪ સૂર્ય
૪ ચંદ્ર ધાતકી ખંડ દ્વીપમાં
૧૨ સૂર્ય
૧૨ ચંદ્ર કાલોદધિ સમુદ્રમાં
૪૨ સૂર્ય
૪ર ચંદ્ર પુષ્કરાદ્ધ દ્વીપમાં
૭ર સૂર્ય
૭૨ ચંદ્ર અઢીદ્વીપમાં કુલ
૧૩ર સૂર્ય
૧૩ર ચંદ્ર છે. લવાણાદિ સમુદ્રના સૂર્યો જંબૂદ્વીપના સૂર્યની સમ પંક્તિમાં રહી જંબૂદ્વીપના સુદર્શન મેરુને પ્રદક્ષિણા કરે છે. પ્રસ્તુત સૂત્રમાં નવા શબ્દથી જંબૂદ્વીપના મેરુ પર્વતનું ગ્રહણ થાય છે તથા લહિ-૩ત્તર થી સુદર્શન મેરુથી અઢીદ્વીપના દક્ષિણ વિભાગ અને ઉત્તર વિભાગનું ગ્રહણ થાય છે.
અઢીદ્વીપમાં ઉત્તર વિભાગ અને દક્ષિણ વિભાગમાં દિવસ હોય, ત્યારે પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગમાં રાત્રિ હોય છે, દિવસનું પ્રમાણ ઘટતું જાય, તેટલું જ રાત્રિનું પ્રમાણ વધતું જાય છે. ઋતુ વગેરેનો પ્રારંભ ઉત્તર-દક્ષિણ વિભાગમાં પહેલા થાય અને ત્યાર પછીના જ સમયે પૂર્વ-પશ્ચિમ વિભાગમાં ઋતુનો પ્રારંભ થાય છે. લવણ સમુદ્ર, ધાતકી ખંડ, કાલોદધિ સમુદ્ર તથા પુષ્કરાર્ધ દ્વીપના ઉત્તર અને દક્ષિણ વિભાગમાં તથા પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં દિવસ-રાત્રિ વગેરે સમાન રૂપે હોય છે.