________________
| प्रामृत-८
| १२१ ।
अट्ठारसमुहुत्ते दिवसे भवइ तया णं दाहिणड्डे दुवालस मुहुत्ता राई भवइ, ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्डे अट्ठारसमुहुत्ताणतरे दिवसे भवइ तया णं उत्तरड्डे दुवालसमुहुत्ता राई भवइ, जया णं उत्तरड्डे अट्ठारसमुहुत्ताणंतरे दिवसे भवइ तया णं दाहिणड्ढे दुवालसमुहुत्ता राई भवइ ।
एवं णेयव्वं सगलेहि य अणंतरेहि य एक्कक्के दो दो आलावगा सव्वेहि दुवालसमुहुत्ता राई भवइ जाव ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे दुवालसमुहुत्ते दिवसे भवइ, तया णं उत्तरड्डे दुवालसमुहुत्ता राई भवइ । ता जया णं उत्तरड्डे दुवालसमुहुते दिवसे भवइ तया णं दाहिणड्ढे दुवालसमुहुत्ता राई भवइ । ___ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्डे दुवालसमुहुत्ताणंतरे दिवसे भवइ तया णं उत्तरड्डे दुवालसमुहुत्ता राई भवइ, जया णं उत्तरड्डे दुवालसमुहुत्ताणंतरे दिवसे भवइ तया णं दाहिणड्डे दुवालसमुहुत्ता राई भवइ ।
तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमपच्चत्थिमे णं णेवत्थि पण्णरसमुहुत्ते दिवसे भवइ, णेवत्थि पण्णरसमुहुत्ता राई भवइ । वोच्छिण्णा णं तत्थ राइदिया पण्णत्ता, समणाउसो ! एगे एवमाहसु ।
ता जंबुद्दीवे दीवे सूरिया । ભાવાર્થ :- (૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે જંબુદ્વીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં જ્યારે અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તની રાત્રિ હોય છે અને ઉત્તરાર્ધમાં જ્યારે ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તની રાત્રિ હોય છે. જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં જ્યારે કાંઈક ન્યૂન અઢાર મુહુર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહુર્તની રાત્રિ હોય છે અને ઉત્તરાર્ધમાં જ્યારે કાંઈક ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
આ સર્વ વિગત પૂર્વોક્ત પ્રકારે સમજવી કે સત્તર વગેરે પ્રત્યેક સંખ્યા અને કાંઈક ન્યૂન તે સંખ્યા અર્થાત્ (૧) સત્તરાદિ (૨) કાંઈક ન્યૂન સત્તરાદિ, એમ ૧૭ થી ૧૩ પર્વતની દરેક સંખ્યાના બે-બે આલાપક કહેવા. સર્વત્ર રાત્રિ બાર મુહૂર્તની કહેવી યાવત જંબુદ્વીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં જ્યારે બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તની રાત્રિ હોય છે અને ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
જંબુદ્વિીપના દક્ષિણાર્ધમાં જ્યારે કાંઈક ન્યૂન બાર મુહુર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહુર્તની રાત્રિ હોય છે અને ઉત્તરાર્ધમાં જ્યારે કાંઈક ન્યૂન બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
તે સમયે જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં પંદર મુહૂર્તનો દિવસ હોતો નથી અને પંદર મુહૂર્તની રાત્રિ હોતી નથી, ત્યાં રાત-દિવસ બુચ્છિન્ન હોય છે અર્થાત્ હંમેશાં એક સરખો કાળ વર્તે છે. હે આયુષ્યમાન શ્રમણ ! કેટલાક અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે.