________________
प्राकृत-८
આઠમું પ્રાભૂત
ઉદય સંસ્થિતિ
૧૧૯
ઉદય સંસ્થિતિ વિષયક ત્રણ પ્રતિપત્તિ :
१ | ता कहं ते उदयसंठिई आहिएति वएज्जा ? तत्थ खलु इमाओ तिण्णि पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा
तत्थेगे एवमाहंसु- ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्डे अट्ठारसमुहुत्ते दिवसे भवइ तया णं उत्तरड्डेऽवि अट्ठारसमुहुत्ते दिवसे भवइ, ता जया णं उत्तरड्डे अट्ठारसमुहुत्ते दिवसे भवइ तया णं दाहिणड्डेऽवि अट्ठारसमुहुत्ते दिवसे भवइ । ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे सत्तरसमुहुत्ते दिवसे भवइ तया णं उत्तरड्डेऽवि सत्तरसमुहुत्ते दिवसे भवइ, ता जया णं उत्तरड्ढे सत्तरसमुहुत्ते दिवसे भवइ तया जं दाहिणड्डेऽवि सत्तरसमुहुत्ते दिवसे भवइ ।
एवं परिहावेयव्वं- सोलस मुहुत्ते दिवसे, पण्णरसमुहुत्ते दिवसे, चउद्दसमुहुत्ते दिवसे, तेरसमुहुत्ते दिवसे जाव ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्डे बारसमुहुत्ते दिवसे भवइ तया णं उत्तरड्ढेऽवि बारसमुहुत्ते दिवसे भवइ, ता जया णं उत्तरड्ढे बारसमुहुत्ते दिवसे भवइ तया णं दाहिणड्डेऽवि बारसमुहुत्ते दिवसे भवइ ।
तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिम- पच्चत्थिमे णं सया पण्णरसमुहुत्ते दिवसे भवइ, सया पण्णरसमुहुत्ता राई भवइ, अवट्ठिया णं तत्थ इंदिया पण्णत्ता, समणाउओ ! एगे एवमाहंसु ।
भावार्थ :પ્રશ્ન-સૂર્યના ઉદયની સંસ્થિતિ–વ્યવસ્થા કેવા પ્રકારની છે? ઉત્તર-ઉદય સંસ્થિતિના વિષયમાં અન્યતીર્થિકોની ત્રણ પ્રતિપત્તિઓ છે, તે આ પ્રમાણે છે—
(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે જંબુદ્રીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં જ્યારે અઢારમુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં જ્યારે અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. જંબુદ્રીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં જ્યારે સત્તર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ સત્તર મુહૂર્તનો દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં જ્યારે સત્તર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ સત્તર મુહૂર્તનો દિવસ હોય છે.
આ રીતે એક-એક મુહૂર્ત ઘટાડતા કથન કરવું કે દક્ષિણાર્ધમાં જ્યારે સોળ મુહૂર્ત, પંદર મુહૂર્ત, ચૌદ મુહૂર્ત, તેર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં તેટલા જ મુહૂર્તનો દિવસ હોય છે યાવત્ જંબુદ્રીપ દ્વીપના દક્ષિણાર્ધમાં જ્યારે બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂર્તનો દિવસ હોય છે