________________
[૧૧૮]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
આઠમું પ્રાભૃત | પરિચય DROROWRODROR
પ્રસ્તુત આઠમા પ્રાભૃતમાં અઢીદ્વીપસમુદ્રના સૂર્યોદય-સૂર્યાસ્તની સંસ્થિતિ (વા તે વયન્દ્રિ ૧/૧/૩)નું વર્ણન છે.
જંબૂદ્વીપના ૨, લવણ સમુદ્રના ૪, ધાતકી ખંડ દ્વીપના ૧૨, કાલોદધિ સમુદ્રના ૪૨ અને પુષ્કરાર્ધ દ્વીપના ૭૨ એમ કુલ અઢીદ્વીપના ૧૩ર સૂર્ય -ઇની બે પંક્તિમાં પંક્તિબદ્ધરૂપે સુદર્શન મેરુ પર્વતને નિરંતર પ્રદક્ષિણા કરે છે, તેથી તે સૂર્ય અઢીદ્વીપના પૂર્વીય, દક્ષિણી, પશ્ચિમી અને ઉત્તરીય સર્વ વિભાગો ઉપર ક્રમશઃ પસાર થતાં રહે છે.
સૂર્યનું પરિભ્રમણ ક્ષેત્ર અતિ વિસ્તૃત હોવાથી સર્વ સ્થાનોમાં સૂર્ય પ્રકાશ એક સાથે પહોંચતો નથી અને સર્વ સ્થાનોમાં એક સાથે સૂર્ય દેખાતો નથી. જે ક્ષેત્રમાં મનુષ્યને સૂર્ય દષ્ટિગોચર થવાનો પ્રારંભ થાય, તેને સૂર્યોદય કહેવામાં આવે છે અને જે ક્ષેત્રમાંથી સૂર્ય દૂર ચાલ્યો જાય, મનુષ્યની દૃષ્ટિના વિષયમાં ન રહે, તેને સૂર્યાસ્ત કહેવામાં આવે છે.
એક પંક્તિગત સૂર્યો અગ્નિકોણમાં ઉદિત થઈને અઢીદ્વીપના દક્ષિણ વિભાગમાં દિવસ કરીને નૈઋત્ય કોણમાં અસ્ત પામે છે. તે જ સમયમાં અન્ય પંક્તિગત ૬૬ સૂર્યો વાયવ્યકોણમાં ઉદિત થઈને અઢીદ્વીપના ઉત્તરમાં વિભાગ દિવસ કરીને ઈશાન કોણમાં અસ્ત પામે છે. દક્ષિણ વિભાગમાં દિવસ કરી નૈઋત્યમાં અસ્ત થયેલા પ્રથમ પંક્તિગત સૂર્યનૈઋત્ય કોણમાં ઉદિત થઈને અઢીદ્વીપના પશ્ચિમ વિભાગમાં દિવસ કરીને વાયવ્યકોણમાં અસ્ત પામે છે. તે જ સમયે ઉત્તર વિભાગમાં દિવસ કરી વાયવ્યકોણમાં અસ્ત પામેલા અન્ય પંક્તિગત સૂર્ય ઈશાનકોણમાં ઉદિત થઈને અઢીદ્વીપના પૂર્વ વિભાગમાં દિવસ કરીને અગ્નિકોણમાં અસ્ત પામે છે.
દક્ષિણ અને ઉત્તર વિભાગમાં ૧૮ મુહૂર્તનો દિવસ હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ વિભાગમાં ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે અને પૂર્વ-પશ્ચિમ વિભાગમાં ૧૮ મુહૂર્તનો દિવસ હોય ત્યારે દક્ષિણ-ઉત્તર વિભાગમાં ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
આ ચારેય વિભાગમાં વર્ષાદિ ઋતુઓ, દક્ષિણાયન-ઉત્તરાયણ વગેરે એક સમાન હોય છે. દક્ષિણઉત્તર વિભાગમાં વર્ષાઋતુ હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ વિભાગમાં પણ વર્ષા ઋતુ હોય છે પરંતુ વર્ષાદિ ઋતુનો પ્રારંભ દક્ષિણ-ઉત્તર વિભાગ કરતાં પૂર્વ-પશ્ચિમમાં સમયાંતરે (એક સમય પછી) થાય છે. પ્રથમ સમય, પ્રથમ આવલિકા યાવત્ પ્રથમ સાગરોપમ આદિ દક્ષિણ-ઉત્તર વિભાગમાં પૂર્વવર્તી સમયમાં થાય છે અને પૂર્વ-પશ્ચિમ વિભાગમાં પશ્ચાતુવર્તી સમયમાં થાય છે.
પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણમાં ઋતુ, અયન વગેરે કાળ સમાન હોય છે પરંતુ અવસર્પિણી-ઉત્સર્પિણી કાળ સમાન રૂપે નથી, કારણ કે ઉત્તર-દક્ષિણ વિભાગમાં ક્રમશ: અવસર્પિણી-ઉત્સર્પિણી કાલનું પરિવર્તન થાય છે, પરંતુ પૂર્વ-પશ્ચિમ વિભાગમાં અવસર્પિણી-ઉત્સર્પિણી કાલનું પરિવર્તન થતું નથી. પૂર્વ-પશ્ચિમ વિભાગમાં સદા એક સમાન નોઉત્સર્પિણી-નોઅવસર્પિણી કાલ હોય છે.
સમય પછી) થાય છે. પ્રથમ
મ
સાગરોપમ આદિ દકિ
અને પૂર્વ-પશ્ચિમ
ત