________________
પ્રામૃત-૭
વિવેચનઃ
૧૧૭
પ્રસ્તુત સૂત્રોમાં સૂર્ય પ્રકાશથી પ્રકાશિત થતાં પદાર્થોનું કથન છે.
-
વર :- વરવું, અહીં ‘વરણ’ શબ્દ પ્રયોગ સ્વીકાર કરવાના અર્થમાં પ્રયુક્ત થયો છે. વચનસ્વપ્રાશ ઘેન સ્વીöન । – વૃત્તિ. પોતાને પ્રકાશિત કરનાર પદાર્થોનો પ્રકાશકરૂપે સ્વીકાર કરવો. પ્રકાશ ક્ષેત્રમાં રહેલા મેરુપર્વતાદિ પોતાના પ્રકાશક રૂપે સૂર્યને સ્વીકારે છે અર્થાત્ પર્વતાદિ પદાર્થો સૂર્ય પ્રકાશથી પ્રકાશિત થાય છે.
સૂર્યના પ્રકાશક્ષેત્રમાં રહેલા સર્વ પદાર્થો સૂર્યનું વરણ કરે છે, તે સર્વ પદાર્થો સૂર્યપ્રકાશથી પ્રકાશિત થાય છે. જે પુદ્ગલો સૂર્ય પ્રકાશનો સ્પર્શ કરે છે, તે પ્રકાશિત થાય છે. છીદ્ર, ગુફા વગેરેમાં રહેલા અને આંખથી અદષ્ટ પદાર્થો ગુફાદિમાં પ્રવેશતા સૂર્ય પ્રકાશનો સ્પર્શ પામી પ્રકાશિત થાય છે અને પ્રકાશક્ષેત્રના ચરમાંતે(કિનારે) રહેલા પુદ્ગલો પણ પ્રકાશના સ્પર્શથી પ્રકાશિત થાય છે.
॥ સાતમું પ્રાભૂત સંપૂર્ણ ॥