________________
[ ૧૧૬]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
O
સાતમું પ્રાભૃત
સૂર્ય વરણ
સૂર્ય વરણ વિષયક વીસ પ્રતિપત્તિઓ:| १ ता किं ते सूरियं वरइ आहिएत्ति वएज्जा ? तत्थ खलु इमाओ वीसं पडिवत्तीओ पण्णत्ताओ, त जहा
तत्थेगे एवमाहंसु- ता मंदरे णं पव्वए सूरियं वरइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु- ता मेरू णं पव्वए सूरियं वरइ, एगे एवमाहंसु ।
एवं एएणं अभिलावेणं णेयव्वं तहेव जाव पव्वयराये णं पव्वए सूरियं वरइ, एगे एवमाहंसु । ભાવાર્થ :- પ્રશ્ન- સુર્યનું વરણ (પ્રકાશક રૂપે સ્વીકાર) કોણ કરે છે? ઉત્તર- તે વિષયમાં અન્યતીર્થિકોની વીસ પ્રતિપત્તિઓ છે, તે આ પ્રમાણે છે(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે મંદર પર્વત સૂર્યનું વરણ કરે છે, પોતાને પ્રકાશિત કરનાર તરીકે સૂર્યને સ્વીકારે છે અર્થાત્ મંદર પર્વત વગેરે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે મેરુપર્વત સૂર્યને પોતાના પ્રકાશક રૂપે સ્વીકારે છે.
આ રીતે, આ જ અભિલાપથી જાણવું યાવતુ પર્વતરાજ પર્વત સૂર્યનું વરણ કરે છે.(આ વીસ પ્રતિપત્તિઓ પાંચમા પ્રાભૂતની પ્રતિપત્તિ પ્રમાણે જાણવી.) પ્રકાશરૂપે સૂર્યને સ્વીકાર કરતા પદાર્થો:| २ वयं पुण एवं वयामो- ता मंदरे वि जाव ता पव्वयराये णं पव्वए सूरियं वरइ, एवं पि पवुच्चइ ।
ता जे णं पोग्गला सूरियस्स लेसं फुसंति, ते णं पुग्गला सूरियं वरयंति, अदिट्ठा वि णं पोग्गला सूरियं वरयंति, चरिमलेस्संतरगया वि णं पोग्गला सूरियं वरयति । ભાવાર્થ :- ભગવાન એમ કહે છે કે મંદર પર્વતથી લઈને પર્વતરાજ પર્વત પર્વતના ૧૬ નામથી પ્રસિદ્ધ પર્વતરાજ પર્વતાદિ સૂર્ય પ્રકાશથી પ્રકાશિત થાય છે.
પ્રકાશ ક્ષેત્રમાં રહેલા જે પુગલો સૂર્ય વેશ્યા-પ્રકાશને સ્પર્શે છે, તે પુદ્ગલો સૂર્ય પ્રકાશથી પ્રકાશિત થાય છે. ગુફા-વિવરમાં રહેલા અદષ્ટ-સૂક્ષ્મ પુગલો પણ સૂર્ય પ્રકાશથી પ્રકાશિત થાય છે. પ્રકાશ ક્ષેત્રના ચરમ સીમાગત યુગલો પણ સૂર્ય પ્રકાશથી પ્રકાશિત થાય છે.
લાલ છ.