________________
પ્રાભૃત–૭: પરિચય
:
સાતમું પ્રાભૃતા પરિચય DRO-RODRORDROR
પ્રસ્તુત સાતમા પ્રાભૃતમાં સૂર્યવરણ-સૂર્યને પ્રકાશક રૂપેવરણ કરતા પદાર્થો( પૂર્વ વરયંતિ ?૧/૧/૩)નું વર્ણન છે અર્થાત્ સૂર્ય દ્વારા પ્રકાશિત થતાં પદાર્થોનું કથન છે.
પાંચમા પ્રાભૃતમાં સૂર્યપ્રકાશના અવરોધક પદાર્થોનું વર્ણન છે અને પ્રસ્તુત પ્રાભૃતમાં સૂર્ય દ્વારા પ્રકાશિત થતાં પદાર્થોનું વર્ણન છે. જ્યાં-જ્યાં સૂર્ય પ્રકાશ પહોંચે છે, જે પદાર્થો સૂર્ય પ્રકાશનો સ્પર્શ પામે છે તે પદાર્થો સૂર્ય દ્વારા પ્રકાશિત થાય છે. પ્રસ્તુતમાં તે માટે ત્રણ પરિબળોનું કથન કરવામાં આવ્યું છે. (૧) પ્રકાશક્ષેત્રની સીમામાં રહેલા પર્વતાદિ પદાર્થો સૂર્ય પ્રકાશ દ્વારા પ્રકાશિત થાય છે. (૨) પર્વતની બખોલ, ગુફા, છિદ્રાદિ દ્વારા અંદર પ્રવેશ કરતો પ્રકાશ ગુફાદિની અંદર રહેલા પદાર્થો (પુદ્ગલો)ને પ્રકાશિત કરે છે. (૩) પ્રકાશ ક્ષેત્રની સીમા પર્વતના પુગલો સૂર્ય પ્રકાશથી પ્રકાશિત થાય છે. સીમા-મર્યાદાની બહારના પદાર્થોને સૂર્ય પ્રકાશ પ્રકાશિત કરવા સમર્થ નથી.