________________
૧૧ર |
શ્રી ચંદ્રસૂર્ય પ્રશપ્તિ સૂત્ર
ભાવાર્થ :- બીજા બાહ્ય (૧૮૩મા) મંડળથી અંદર પ્રવેશતા સૂર્ય બીજા અહોરાત્રમાં ત્રીજા બાહ્ય (૧૮રમા) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
સુર્ય જ્યારે ૧૮રમા મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે દિવસ ક્ષેત્રમાં અઢારસો ત્રિસ્યા બીજા ભાગની વૃદ્ધિ કરે છે અને રાત્રિક્ષેત્રમાં તેટલા જ અર્થાતુ અઢારસો ત્રિસ્યા બીજા ભાગની હાનિ કરે છે અને ત્યારે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત (૧૭ મુહૂર્ત)ની રાત્રિ અને મૈં મુહૂર્ત અધિક ૧ર મુહૂર્ત (૧૨ મુહૂર્ત)નો દિવસ હોય છે. १० एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडल संकममाणे-संकममाणे एगमेगे मंडले एगमेगेणं राइदिएणं एगमेगं भागं ओयाए रयणिखेत्तस्स णिव्वुड्डेमाणे-णिव्वुड्डेमाणे दिवसखेत्तस्स अभिवुड्डेमाणेअभिवुड्डेमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી બાહ્ય મંડળથી અંદર પ્રવેશતા, પછી-પછીના મંડળ ઉપર પરિભ્રમણ કરતા સૂર્ય પ્રત્યેક મંડળે પ્રત્યેક અહોરાત્રિમાં રાત્રિ ક્ષેત્રમાં અઢારસો ત્રિસ્યા એક ભાગ ()ની હાનિ અને દિવસ ક્ષેત્રમાં ભાગની વૃદ્ધિ કરતા સર્વાત્યંતર મંડળ ઉપર પહોંચે છે. |११ ता जया णं सूरिए सव्वबाहिराओ मंडलाओ सव्वभंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं सव्वबाहिरं मंडलं पणिहाय एगेणं तेसीएणं राइदियसएणं एग तेसीयं भागसयं ओयाए रयणिखेत्तस्स णिव्वुड्डत्ता दिवसखेत्तस्स अभिवुड्डेत्ता चार चरइ मडल अट्ठारसहि तीसहि सएहि छत्ता, तया ण उत्तमकट्टपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ ।
एस णं दोच्चे छम्मासे, एस णं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे । एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे । ભાવાર્થ - સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડળથી અંદર પ્રવેશીને સર્વાત્યંતર મંડળ ઉપર આવીને પરિભ્રમણ કરે છે ત્યારે સર્વ બાહ્ય મંડળ અર્થાત્ ૧૮૪મા મંડળને વર્જિને શેષ ૧૮૩ મંડળના ૧૮૩ અહોરાત્રમાં રાત્રિ ક્ષેત્રમાં અઢારસો ત્રિસ્યા એક્સોત્યાંસી (૧૮૩ ) ભાગની હાનિ અને તેટલા જ દિવસ ક્ષેત્રની વૃદ્ધિ કરે છે, ત્યારે આખા વર્ષનો સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
આ રીતે બીજા છ માસ પૂર્ણ થાય છે, સર્વાત્યંતર મંડળ ઉપરનું સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ થતાં બીજા છ માસનો (ઉત્તરાયણનો) અંત થાય છે. આ બંને છ-છ માસ (બે અયન) મળીને આદિત્ય સંવત્સર થાય છે, આ રીતે સૂર્ય સર્વાત્યંતર મંડળ પૂર્ણ કરે ત્યારે આદિત્ય સંવત્સર પૂર્ણ થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સૂર્યના પ્રકાશ ક્ષેત્રની અવસ્થિતિ અને અનવસ્થિતિનું વર્ણન છે.