________________
પ્રાભૃત
૧૧૩ |
ઓય અવક-યા સવકિય- અવસ્થિત પ્રકાશક્ષેત્ર અને અનવસ્થિત પ્રકાશક્ષેત્ર. પ્રસ્તુતમાં ઓલ- પ્રકાશ શબ્દથી પ્રકાશક્ષેત્ર ગ્રહણ થાય છે. સૂર્યનો પ્રકાશ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે, તે ક્ષેત્ર પ્રકાશક્ષેત્ર કહેવાય છે.
- સૂર્ય ૩૦ મુહૂર્તમાં એક મંડળ પૂર્ણ કરે છે. પ્રત્યેક મંડળ ઉપર ૩૦-૩૦ મુહૂર્ત પર્યત સૂર્યનો પ્રકાશ અને પ્રકાશક્ષેત્ર અવસ્થિત રહે છે અને સૂર્ય એક મંડળથી બીજા મંડળ ઉપર જાય ત્યારે તેના પ્રકાશ તથા પ્રકાશ ક્ષેત્રમાં હાનિ-વૃદ્ધિ થાય છે. વરસના પ્રથમ છ માસમાં પ્રકાશક્ષેત્રમાં હાનિ થાય છે અને બીજા છ માસમાં પ્રકાશક્ષેત્ર વૃદ્ધિ પામે છે. પ્રથમ મંડળ કરતા બીજા મંડળે મંડળ ભાગ જેટલું ક્ષેત્ર નાનું-મોટું થાય છે, તે અપેક્ષાએ (અનેક મંડળોની અપેક્ષાએ) સૂર્યનો પ્રકાશ અનવસ્થિત છે.
પ્રકાશ તથા પ્રકાશ ક્ષેત્રની અવસ્થિતાનું કથન સ્કૂલ દષ્ટિએ જ છે, તેમ સમજવું, સૂક્ષ્મ રીતે વિચારીએ તો સૂર્ય કર્ણગતિએ પ્રતિક્ષણ આગળ વધતો રહે છે. સૂર્ય બે યોજન દૂર રહેલા આગળના મંડળનું લક્ષ્ય કરીને જ ગતિ કરે છે, તેથી પ્રતિક્ષણ પ્રકાશ ક્ષેત્રમાં હાનિ અને વૃદ્ધિ થાય છે, માટે પ્રકાશ ક્ષેત્રના અવસ્થિતપણાનું કથન સ્કૂલ દષ્ટિએ કર્યું છે.
પ્રથમ પ્રાભૃતના પ્રથમ પ્રતિપ્રાભૃતમાં કાળની અપેક્ષાએ દિવસ-રાત્રિની હાનિ-વૃદ્ધિનું અને છઠ્ઠા પ્રાભૂતમાં ક્ષેત્રની અપેક્ષાએ દિવસ ક્ષેત્ર અને રાત્રિ ક્ષેત્રની હાનિ વૃદ્ધિનું કથન છે.
કાળની અપેક્ષાએ પ્રત્યેક મંડળે અર્થાત્ ૩૦ મુહૂર્ત દિવસ-રાત્રિના કાળમાનમાં જ મુહૂર્તની હાનિ-વૃદ્ધિ થાય છે અને ક્ષેત્રની અપેક્ષાએ પ્રત્યેક મંડળ(૩૦ મુહૂર્ત) દિવસ ક્ષેત્ર-રાત્રિક્ષેત્રમાં પ્રત્યેક મંડળ ના એક દસમા ભાગ (પૈઠ)ની અને સર્વ મંડળના એક અઢારસો ત્રિસ્યા (૩)ભાગની હાનિ-વૃદ્ધિ થાય છે. પણ મા ગોયાણક-એકદસમાંશ ભાગની અથવા એક અઢારસો ત્રીસશ() ભાગની હાનિ-વૃદ્ધિ થાય છે. ચોથા પ્રાભૃતમાં પ્રકાશ ક્ષેત્રના ચક્રવાલ વિધ્વંભના ૧૦ ભાગ કરવાનું વિધાન છે. આ દસ ભાગમાંથી સર્વાવ્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે ત્યારે ત્રણ વિભાગને પ્રકાશિત કરે છે તથા સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરે ત્યારે બે વિભાગને પ્રકાશિત કરે છે, અર્થાત્ (૩-૨) = ૧ વિભાગની હાનિ થાય છે. પ્રત્યેક મંડળના ૧૦-૧૦ વિભાગ કરવામાં આવે છે અને પ્રત્યેક મંડળને દસ વિભાગમાંથી ૧-૧ વિભાગ ક્ષેત્રની હાનિ વૃદ્ધિ થાય છે.
સૂર્ય એક અયનમાં ૧૮૩ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે અને પ્રત્યેક મંડળના દસ-દસ વિભાગ કરતાં કુલ ૧૮૩૪ ૧૦ = ૧૮૩૦ વિભાગ થાય છે. પ્રત્યેક મંડળે અઢારસો ત્રિસ્યા એક વિભાગ ()ની હાનિ વૃદ્ધિ થતાં ૧૮૩માં અહોરાત્રે કુલ ભાગની હાનિ વૃદ્ધિ થાય છે.
આ રીતે એક-એક મંડળની અપેક્ષાએ ભાગ ક્ષેત્રની હાનિ-વૃદ્ધિ થાય છે અને સર્વ મંડળની અપેક્ષાએ વિ ભાગ ક્ષેત્રની હાનિ-વૃદ્ધિ થાય છે. આ રીતે કેટલા ભાગ ક્ષેત્ર કહેવામાં કથન માત્રનો ભેદ છે, પરમાર્થતઃ બંનેનો અર્થ સમાન છે.