________________
પ્રાભૃત
૧૦૯ ]
(પાંચ વર્ષે) (૧૦) પ્રત્યેક સો વર્ષે (૧૧) પ્રત્યેક હજાર વર્ષે (૧૨) પ્રત્યેક લાખ વર્ષે (૧૩) પ્રત્યેક પૂર્વે (૧૪) પ્રત્યેક સો પૂર્વે (૧૫) પ્રત્યેક હજાર પૂર્વે(૧૬) પ્રત્યેક લાખ પૂર્વે (૧૭) પ્રત્યેક પલ્યોપમે (૧૮) પ્રત્યેક સો પલ્યોપમે (૧૯) પ્રત્યેક હજાર પલ્યોપમે (૨૦) પ્રત્યેક લાખ પલ્યોપમે (૨૧) પ્રત્યેક સાગરોપમે (૨૨) પ્રત્યેક સો સાગરોપમે (૨૩) પ્રત્યેક હજાર સાગરોપમે (૨૪) પ્રત્યેક લાખ સાગરોપમે (૨૫) પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણીકાળે અન્ય સ્વરૂપે ઉત્પન્ન થાય છે અને અન્ય સ્વરૂપે નાશ પામે છે. પ્રકાશ ક્ષેત્રમાં હાનિ-વૃદ્ધિ - | २ वयं पुण एवं वयामो- ता तीसं तीसं मुहुत्ते सूरियस्स ओया अवट्ठिया भवइ, तेण परं सूरियस्स ओया अणवट्ठिया भवइ ।
छम्मासे सूरिए ओयं णिव्वुड्ढेइ छम्मासे सूरिए ओयं अभिवुड्डेइ । णिक्खममाणे सूरिए देसं णिव्वुड्ढेइ, पविसमाणे सूरिए देसं अभिवुड्ढेइ । ભાવાર્થ - ભગવાન એમ કહે છે કે સૂર્ય પ્રકાશ ત્રીસ-ત્રીસ મુહૂર્ત પર્યત અવસ્થિત હોય છે અને ત્યારપછી અનવસ્થિત બને છે અર્થાતુ પોત-પોતાના મંડળ ભ્રમણના ૩૦-૩૦ મુહૂર્ત પર્યત સૂર્ય પ્રકાશનું સંસ્થાન અવસ્થિત–એક રૂ૫ રહે છે અને સૂર્ય અન્ય મંડળ ઉપર જાય ત્યારે તેમાં વધ-ઘટ થાય છે. સૂર્યપ્રકાશનું સંસ્થાન એક મંડળની અપેક્ષાએ અવસ્થિત અને અન્ય મંડળની અપેક્ષાએ અનવસ્થિત છે.
સૂર્ય પ્રકાશનું સંસ્થાન છ માસ સુધી વૃદ્ધિ પામે છે અને છ માસ સુધી તેની હાનિ થાય છે. બહાર નીકળતો (દક્ષિણાયનનો) સૂર્ય પ્રત્યેક અહોરાત્રે પ્રકાશ ક્ષેત્રના સંસ્થાનમાં દેશભાગ અર્થાત્ અઢારસો ત્રિસ્યા એક ભાગની (૧૮૩૦ ભાગમાંથી એક ભાગ)ની હાનિ કરે છે અને અંદર પ્રવેશતો (ઉત્તરાયણનો) સૂર્ય પ્રત્યેક અહોરાત્રે પ્રકાશ ક્ષેત્રના સંસ્થાનમાં દેશ ભાગની એટલે અઢારસો ત્રિસ્યા એક ભાગની વૃદ્ધિ કરે છે. | ३ तत्थ को हेऊ आहिएति वएज्जा ? ता अयं णं जंबुद्दीवे दीवे सव्वदीव समुद्दाणं सव्वब्भंतराए परिक्खेवे णं पण्णत्ते । ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ । ભાવાર્થ :- પ્રગ્ન- સૂર્ય પ્રકાશના સંસ્થાનમાં વધ-ઘટ થવામાં શું કારણ છે? ઉત્તર- સર્વ દ્વીપ સમુદ્રની મધ્યમાં પરિધિથી યુક્ત જેબૂદ્વીપ નામનો દ્વીપ છે. તે જંબુદ્વીપની ઉપર અને મેરુપર્વતની સમીપના સર્વાવ્યંતર મંડળ ઉપર જ્યારે સૂર્ય પરિભ્રમણ કરતા હોય ત્યારે આખા વરસનો સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. (પ્રત્યેક મંડળે પ્રકાશ ક્ષેત્રમાં
મંડળ ભાગની હાનિ વૃદ્ધિ થતી હોવાથી પ્રકાશ ક્ષેત્રના સંસ્થાનમાં વધ-ઘટ થાય છે). | ४ से णिक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि अब्भितराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए अभिंतराणंतरं