________________
પ્રાભૃત-૬: પરિચય
.
| ૧૦૭ |
છડું પ્રાભૃતા પરિચય છRBORDROBORDROR
પ્રસ્તુત છઠ્ઠા પ્રાભૃતમાં ઓજ(પ્રકાશ) ક્ષેત્રના સંસ્થિતિ–સંસ્થાનમાં ( તે વર્દિ ? ૧/૨/૩) પ્રતિમંડળે જે ફેરફાર થાય છે, તેનું વર્ણન છે.
સૂર્ય ૩૦ મુહૂર્ત(૨૪ કલાક કે એક અહોરાત્ર) પર્યત એક મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય એક મંડળ ઉપર પરિભ્રમણ કરે ત્યારે ૩૦ મુહૂર્ત પર્યત પ્રકાશ ક્ષેત્રનું સંસ્થાન અવસ્થિત રહે છે અર્થાત્ એક સમાન રહે છે.
- સૂર્ય બીજા મંડળ ઉપર જાય ત્યારે દક્ષિણાયનમાં પ્રકાશક્ષેત્રનું સંસ્થાન ઘટે છે અને અંધકાર ક્ષેત્રનું સંસ્થાન વૃદ્ધિ પામે છે. ઉત્તરાયણમાં સૂર્ય એક મંડળથી બીજા મંડળ ઉપર જાય ત્યારે પ્રકાશક્ષેત્રનું સંસ્થાન વૃદ્ધિ પામે છે અને અંધકારક્ષેત્રનું સંસ્થાન હાનિ પામે છે.
પ્રત્યેક મંડળના દસ-દસ ભાગ કરવામાં આવે તો પ્રત્યેક મંડળે દસ ભાગમાંથી એક ભાગની હાનિ-વૃદ્ધિ થાય છે. સૂર્ય એક અયનમાં ૧૮૩ મંડળ પાર કરે છે. પ્રત્યેક મંડળના દસ-દસ ભાગ કરતાં ૧૮૩ મંડળના ૧૮૩ x ૧૦ = ૧૮૩૦ ભાગ થાય છે. પ્રત્યેક મંડળે કુલ ૧૮૩ મંડળના ૧૮૩૦ ભાગમાંથી એક ભાગ (૨ ભાગ)ની હાનિ-વૃદ્ધિ થાય છે.
સૂત્રકારે ત્રીજા પ્રાભૂતમાં જંબૂદ્વીપના પાંચ ભાગ કરી તેમાંથી ત્રણ ભાગમાં પ્રકાશ અને બે ભાગમાં અંધકાર હોવાનું કથન કર્યું છે. ચોથા પ્રાભૃતમાં પ્રકાશક્ષેત્રના દસ ભાગ કરી છ ભાગમાં પ્રકાશ અને ચાર ભાગમાં અંધકારનું કથન કર્યું છે અને અહીં પ્રત્યેક મંડળના દસ ભાગ કરીને પ્રત્યેક મંડળે સર્વ મંડળની અપેક્ષાએ અઢારસો ત્રિસ્યા એક ભાગ ( ભાગ)ની અને એક મંડળની અપેક્ષાએ ભાગની હાનિ-વૃદ્ધિ થાય છે, તેનું કથન કર્યું છે.