________________
[ ૧૦૬ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
છે. પ્રારંભની સોળ પ્રતિપત્તિમાં મેરુપર્વતના જ સોળ નામનો ઉલ્લેખ છે. જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં મેરુપર્વતના ગુણ નિષ્પન સોળ નામનો ઉલ્લેખ છે.
मंदर मेरु मणोरम, सुदंसण सयंपभे य गिरिराया । रयणोच्चयए सिलोच्चए, लोगस्सणाभी य ॥१॥ अच्छे य सूरियावत्ते, सूरियावरणे ति य,
उत्तमे य दिसादी य, वडेंसए य सोलसे ॥२॥ (૧) મંદર– પલ્યોપમની સ્થિતિવાળા મંદિર નામના દેવનો ત્યાં આવાસ હોવાથી મંદર, (૨) મેરુ- સકળ તિર્યકલોકના મધ્યભાગની મર્યાદા કરતો હોવાથી મેરુ, (૩) મનોરમ– પોતાના સુંદર આકારથી દેવોના મનને આનંદ આપતો હોવાથી મનોરમ, (૪) સુદર્શન– સુવર્ણ નિર્મિત, વજરત્નાદિથી ખચિત હોવાથી સુંદર અને દર્શનીય હોવાથી સુદર્શન, (૫) સ્વયંપ્રભા- સૂર્યકાંત, ચંદ્રકાંત, સ્ફટિકાદિ રત્નોથી સ્વયં પ્રકાશિત હોવાથી સ્વયંપ્રભા, () ગિરિરાજ- સર્વ પર્વતોમાં ઊંચો હોવાથી, તીર્થકરોના જન્માભિષેક થતાં હોવાથી તથા સર્વ પર્વતોમાં રાજા તુલ્ય હોવાથી ગિરિરાજ, (૭) રત્નોશ્ચય- વિવિધ પ્રકારના રત્નોનો સંચય હોવાથી રત્નોચ્ચય, (૮) શિલોચ્ચય- પાંડુકબલા આદિ શિલાઓ પર્વતના શિખર ભાગ ઉપર હોવાથી શિલોચ્ચય, (૯) લોક મધ્ય– તિર્ધક લોકની મધ્યમાં સ્થિત હોવાથી લોકમધ્ય, (૧૦) લોકનાભિ– તિર્યકલોકની મધ્યમાં ચંદ્રની જેમ ગોળ અને ઉન્નત હોવાથી લોકનાભિ, (૧૧) અચ્છ– નિર્મળ રત્નોથી નિર્મિત અને અતિ સ્વચ્છ હોવાથી અચ્છ, (૧૨) સૂર્યાવર્ત– સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિ પ્રદક્ષિણા રૂપે ભ્રમણ કરતાં હોવાથી સૂર્યાવર્ત, (૧૩) સૂર્યાવરણ– સૂર્ય પ્રકાશને અવરોધતો હોવાથી સૂર્યાવરણ, (૧૪) ઉત્તમ– સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ હોવાથી ઉત્તમ, (૧૫) દિશાદિ– દિશા-વિદિશાના ઉત્પત્તિ સ્થાનરૂપ હોવાથી (મેરુપર્વતની મધ્યગત આઠ રુચક પ્રદેશથી દિશા-વિદિશાનો પ્રારંભ થાય છે.) (૧) અવતસક- મસ્તકના આભૂષણ તુલ્ય હોવાથી અવતંસક તરીકે પ્રસિદ્ધ છે.
અન્યતીર્થિકો દ્વારા પ્રયુક્ત અન્ય ચાર નામ પણ મેરુ પર્વતનું જ સૂચન કરે છે. (૧૭) ધરણીકલ- ધરણી–પૃથ્વીની મધ્યમાં કલક–દંડ તુલ્ય હોવાથી ધરણીકલ, (૧૮) ધરણી શૃંગ- પૃથ્વીના શિખર તુલ્ય હોવાથી ધરણીથંગ, (૧૯) પવર્મેન્દ્ર-પર્વતોમાં ઇન્દ્ર તુલ્ય હોવાથી પર્વતેન્દ્ર, (૨૦) પર્વતરાજ– પર્વતોમાં રાજા તુલ્ય હોવાથી પર્વતરાજના નામે ઓળખાય છે.
પાંચમું પ્રાભૃત સંપૂર્ણ કે