________________
પ્રાભૂત-પ
૧૦૫
લેશ્યા(પ્રકાશ) પ્રતિઘાતઃ
२ वयं पुण एवं वयामो- जंसि णं पव्वयंसि सूरियस्स लेस्सा पडिहया से ता मंदरे पवुच्चइ जाव पव्वयराया वि पवुच्चइ, ता जे णं पोग्गला सूरियस्स लेस्सं फुसंति, ते णं पोग्गला सूरियस्स लेस्सं पडिहणंति, अदिट्ठा वि णं पोग्गला सूरियस्स लेस्सं पडिहणंति, चरिमलेस्संतरगया वि पोग्गला सूरियस्स लेस्सं पडिहणंति ।
ભાવાર્થ:- ભગવાન એમ કહે છે કે સૂર્યનો પ્રકાશ મંદર યાવત્ પર્વતરાજ પર્વતથી અવરોધ પામે છે. જે પુદ્ગલો સૂર્ય પ્રકાશનો સ્પર્શ કરે છે, તે પુદ્ગલો જ તેનો ઘાત કરે છે (અવરોધ કરે છે). અદષ્ટ પુદ્ગલો સૂર્ય પ્રકાશનો અવરોધ કરે છે અને ચરમ લેશ્યા (પ્રકાશ)ને વિશેષરૂપે સ્પર્શ કરનારા પુદ્ગલોથી સૂર્ય પ્રકાશ પ્રતિહત થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સૂર્યપ્રકાશને અટકાવતા, અવરોધતા(રોકતા) પરિબળોનો નિર્દેશ છે. સૂરિયલેસ્સા- સૂર્ય લેશ્યા, સૂર્ય પ્રકાશ અને સૂર્ય તાપ. પૂર્વના ચોથા પ્રાભૂતમાં પ્રકાશ ક્ષેત્રના પ્રમાણનું કથન છે. તે પ્રમાણવાળા પ્રકાશક્ષેત્રની મર્યાદામાં સર્વત્ર સૂર્યનો પ્રકાશ ફેલાય છે, તે ક્ષેત્રની બહાર સૂર્યનો પ્રકાશ જતો નથી.
આ પ્રકાશ ક્ષેત્રની અંદરની બાજુએ મેરુ પર્વત સુધી, બંને બાજુએ અવસ્થિત બાહા સુધી અને બહારની બાજુએ લવણ સમુદ્રમાં તેની(પ્રકાશ ક્ષેત્રની) સીમા પર્યંત સર્વત્ર પ્રકાશ ફેલાય છે, પરંતુ તેમાં પર્વતાદિ સઘન પદાર્થો દ્વારા સૂર્ય પ્રકાશ અવરોધ પામે છે અને જે પદાર્થનો પડછાયો પડે તેટલા ક્ષેત્રમાં પ્રકાશના અભાવે અંધકાર થાય છે.
મેરુ પર્વતાદિ દ્વારા સૂર્ય પ્રકાશ અવરોધ પામે છે, તેવા સામાન્ય કથન પછી સૂત્રકારે તે જ પરિબળોને ત્રણ રીતે વધુ સ્પષ્ટ કર્યા છે.
(૧) ને પોાતો સૂરિયલ્સ એસ્સું સતિ... પ્રકાશ ક્ષેત્રમાં રહેલા જે પુદ્ગલો(પદાર્થો) સૂર્ય લેશ્યાને સ્પર્શે છે, તે પુદ્ગલો જ તેનો (પ્રકાશનો) પ્રતિઘાત કરે છે. પ્રકાશ ક્ષેત્રની અંદરની બાજુ મેરુ પર્વત છે. આ મેરુ પર્વતથી સૂર્ય પ્રકાશ અવરોધ પામે છે. પ્રસ્તુતમાં પોળતા થી મેરુપર્વતાદિ વિહિત છે. (૨) અવિકા વિŌ પો।... જે પદાર્થો પ્રકાશને અવરોધે છે તે પદાર્થાદિમાં છિદ્રાદિ દ્વારા સૂર્ય પ્રકાશ અંદર પ્રવેશે છે. મેરુ પર્વત વગેરેના છિદ્ર, વિવર, બખોલ, ગુફા આદિમાં પ્રકાશ પ્રવેશે છે પરંતુ અંદર છિદ્રાદિની દિવાલના પુદ્ગલો સૂર્ય લેશ્યાને અવરોધે છે. આ છદ્રિાદિની અંદરના પુદ્ગલો દેખાતા ન હોવાથી સૂત્રકારે તેને અદષ્ટ પુદ્ગલ કહ્યા છે.
(૩) ચરમણેઅંતરાયા વિ પોલા... ચરમ લેશ્યાની અંતરગત પુદ્ગલો પ્રકાશનો પ્રતિઘાત કરે છે. પ્રકાશ ક્ષેત્રની બંને પાર્શ્વ–બાજુમાં અને બહાર લવણ સમુદ્રમાં જ્યાં તેનો અંત થાય છે, તે સીમા ક્ષેત્રમાં રહેલા પુદ્ગલો પ્રકાશનો પ્રતિઘાત કરે છે, તેથી સૂર્ય પ્રકાશ સીમાંતે પ્રતિહત થાય છે, અવરોધ પામે છે.
પ્રસ્તુત પ્રાભૂતમાં અન્યતીર્થિકોની ૨૦ પ્રતિપત્તિઓનું કથન છે. તે સર્વનો અભિપ્રાય એક સરખો