________________
| પ્રાભૃત-૪
૯૯ ]
અનવસ્થિત બાહા શબ્દ દ્વારા સૂત્રકારે તાપ ક્ષેત્રની પહોળાઈનું સૂચન કર્યું છે. તે મેરુ પર્વત સમીપની તાપક્ષેત્રની પહોળાઈ અને જંબૂઢીપાંતે તાપક્ષેત્રની પહોળાઈનું બે બાહા રૂપે કથન કર્યું છે. તાપ-અંધકાર ક્ષેત્ર પ્રમાણ :- જંબૂદ્વીપના બંને સૂર્યોનો પ્રકાશ મેરુ પર્વતથી લઈને લવણ સમુદ્રમાં ૩૩.૩૩૩૩ યોજન પર્યંતના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે જંબૂદ્વીપનાૐ ભાગને દીપ્ત(તીવ્ર રૂપે પ્રકાશિત કરે છે અને સર્વ બાહ્ય મંડળ પર પરિભ્રમણ કરતા હોય ત્યારે ૪ ભાગને મંદરૂપે પ્રકાશિત કરે છે. તાપ-અંધકાર ક્ષેત્ર વિભાગ કલ્પના – સૂર્યનો પ્રકાશ જંબૂઢીપ અને લવણસમુદ્રમાં ફેલાય છે. તેના તાપ-અંધકાર યોગ્ય ક્ષેત્રના ૧૦ વિભાગની કલ્પના કરી છે. સૂર્ય સર્વાત્યંતર મંડળ પર હોય અને ૧૮ મુહૂર્તનો દિવસ હોય ત્યારે દશ વિભાગમાંથી સામસામી દિશાના ત્રણ-ત્રણ, કુલ છ વિભાગને પ્રકાશિત કરે છે અને શેષ બે-બે, એમ કુલ ચાર વિભાગમાં અંધકાર હોય છે.
સૂર્ય સર્વબાહ્ય મંડળ પર હોય અને ૧૨ મુહૂર્તનો દિવસ હોય ત્યારે બે-બે વિભાગને પ્રકાશિત કરે છે અને શેષ ત્રણ-ત્રણ વિભાગમાં, એમ કુલ છ વિભાગમાં અંધકાર હોય છે. ત્રીજા પ્રાભૃતમાં સૂર્ય જેબૂદ્વીપના કેટલા ભાગમાં પ્રકાશ કરે છે? તે દર્શાવવા સૂત્રકારે જંબૂદ્વીપના પાંચ વિભાગ કરવાનું સૂચન કર્યુ છે અને પ્રસ્તુતમાં પ્રકાશક્ષેત્રના દસ વિભાગ કરવાનું સૂચન છે, તેમાં કથન ભેદ માત્ર છે. પરમાર્થતઃ કોઈ તફાવત નથી. તાપ-અંધકાર ક્ષેત્રની લંબાઈ - પ્રત્યેક તાપ કે અંધકાર ક્ષેત્ર મેરુ પર્વતના અંતભાગથી શરૂ થઈ લવણ સમુદ્રમાં પૂર્ણતાને પામે છે. જંબૂદ્વીપમાં મેરુથી જંબૂદ્વીપના અંત સુધીની ૪૫,000 યોજનની તેની લંબાઈ છે અને લવણ સમુદ્રમાં તેની પહોળાઈના છઠ્ઠા ભાગ પર્યત અર્થાત્ ૨,00,000 યોજનાનો લવણ સમુદ્રનો ચક્રવાલ વિખંભ + ૬ (છઠ્ઠા ભાગ સુધી પ્રકાશ પહોંચે છે તે) = ૩૩,૩૩૩ યોજનની લંબાઈ છે. આ રીતે ૪૫,૦૦૦ + ૩૩,૩૩૩- ૭૮,૩૩૩ યોજનાની કુલ લંબાઈ છે.
કોઈપણ મંડળ પર પરિભ્રમણ કરતાં બંને સૂર્યના તાપ કે અંધકાર ક્ષેત્રની લંબાઈહંમેશાં અવસ્થિતએક સરખી રહે છે. બંને બાજુની આ અવસ્થિત લંબાઈને સૂત્રકારે બે અવસ્થિત બાહા કહેલ છે. તાપ-અંધકાર ક્ષેત્ર પહોળાઈ – તાપ કે અંધકાર ક્ષેત્રની પહોળાઈ પરિધિનારું કે પ્રમાણ હોય છે. સૂર્યનું પ્રકાશ તથા અંધકાર ક્ષેત્ર અંદરની બાજુએ મેરુપર્વત તરફ સાંકડુ છે અને બહારની બાજુએ લવણ સમુદ્ર તરફ પહોળું છે, તેથી તેની પહોળાઈ એક સરખી નથી, તે ઉપરાંત ઉત્તરાયણમાં પ્રકાશક્ષેત્ર વૃદ્ધિ પામે છે અને અંધકાર ક્ષેત્ર હાનિ પામે છે; દક્ષિણાયનમાં અંધકાર ક્ષેત્ર વૃદ્ધિ પામે છે અને પ્રકાશક્ષેત્ર હાનિ પામે છે, તેથી ઉત્તરાયણ-દક્ષિણાયનમાં પ્રકાશ તથા અંધકાર ક્ષેત્રની પહોળાઈ ભિન્ન-ભિન્ન હોય છે.
સૂત્રકારે સૂત્રમાં મેરુ પર્વત સમીપે અને જંબૂદ્વીપના અંતભાગ સમીપે, એમ બે સ્થાનની પહોળાઈને બે અનવસ્થિત બાહારૂપે દર્શાવી છે. સર્વાત્યંતર મંડળ કે સર્વબાહ્ય મંડળ સ્થાને તાપક્ષેત્રની પહોળાઈનું કથન કર્યું નથી, તેમાં વિવફા ભેદ સિવાય અન્ય કોઈ કારણ નથી. તાપ અંધકાર ક્ષેત્રની પહોળાઈન પ્રમાણ જાણવાની પદ્ધતિ :- સૂર્ય ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળે છે ક્ષેત્રને પ્રકાશિત કરે છે અને છે ક્ષેત્રમાં અંધકાર હોય છે. સૂર્ય ઉત્તરાયણના અંતિમ દિવસે સર્વાવ્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે ઉત્કૃષ્ટ 8 ક્ષેત્રને પ્રકાશિત કરે છે. દક્ષિણાયનમાં સૂર્ય પ્રત્યેક મંડળે ક્ષેત્રને પ્રકાશિત કરે છે અને ક્ષેત્રમાં અંધકાર હોય છે. દક્ષિણાયનના અંતિમ દિવસે સૂર્ય સર્વબાહા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે ઉત્કૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે.