________________
[ ૯૮]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં સૂર્યના તાપક્ષેત્ર(પ્રકાશ ક્ષેત્ર) અને અંધકાર ક્ષેત્રના આકાર તથા માપનું કથન છે. તાપ ક્ષેત્ર–અંધકાર ક્ષેત્ર:- જેટલા આકાશ ખંડમાં, જેટલા ક્ષેત્રમાં પ્રકાશ ફેલાતો હોય, તે ક્ષેત્રને તાપ ક્ષેત્ર કહે છે. જે ક્ષેત્રમાં સૂર્યનો પ્રકાશ પહોંચતો ન હોય, તે ક્ષેત્રમાં પ્રકાશના અભાવમાં અંધકાર ફેલાય છે, તે ક્ષેત્રને અંધકાર ક્ષેત્ર કહે છે.
આ પ્રકાશ, અંધકાર ક્ષેત્રની જે વ્યવસ્થા છે, તેને સંસ્થિતિ કહે છે. સુતપાતાજાશકહ્યું સંસ્થિતિ વ્યવસ્થા પ્રજ્ઞતા | સૂર્યના આતપથી વ્યાપ્ત આકાશખંડ-વિભાગની વ્યવસ્થાને સંસ્થિતિ કહે છે. તાપક્ષેત્રને પ્રકાશક્ષેત્ર કે આતાપક્ષેત્ર પણ કહેવામાં આવે છે. આ ત્રણે ય શબ્દો એકાર્થક છે. પ્રકાશ-અંધકાર ક્ષેત્ર સંસ્થિતિ(સંસ્થાન) :- આ બંને ક્ષેત્રનો આકાર બેટરીમાંથી ફેલાતા પ્રકાશની જેમ પ્રારંભમાં સાંકડો અને આગળ જતાં ક્રમશઃ પહોળો થતો જાય છે. પ્રકાશ-અંધકાર ક્ષેત્રના આકારની સ્પષ્ટતા માટે સૂત્રકારે નિમ્નોક્ત ઉપમાઓ આપી છે. (૧) રઠ્ઠીમુદiqયપુ હિય- ઊર્ધ્વમુખી–ઉપર તરફ મુખ હોય તેવા ધતૂરા કે તાલ પુષ્પની જેવો પ્રકાશ ક્ષેત્રનો આકાર છે. ધતૂરાનું પુષ્પ મૂળ ભાગમાં સાંકડું હોય છે અને અગ્રભાગમાં પહોળું હોય છે. (૨) અંબેમુદ સંથિ- અંક એટલે ખોળો. પલાંઠીવાળીને કે પદ્માસને બેઠેલા પુરુષના ખોળાનો મૂળઅગ્ર ભાગ અર્થાતુ પેટ તરફનો ભાગ અર્ધ વલયાકાર હોય છે, તેમ પ્રકાશ-અંધકાર ક્ષેત્રનો અંદરનો મેરુ પર્વતની સમીપનો ભાગ અર્ધ ગોળાકાર હોય છે અને બહારની બાજુએ તે વિસ્તૃત થતો જાય છે. (૩) સલ્વિયાયિા - સ્વસ્તિક(સાથિયા)નો મૂળ ભાગ. સાથિયામાં કેન્દ્રિય ચારે ખૂણા અંદર સંકીર્ણ અને બહારની બાજુ વિસ્તૃત છે, તેમ પ્રકાશ ક્ષેત્ર પણ અંદર સંકીર્ણ બહાર વિસ્તૃત છે. શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ત્યિનું ના સ્થાને સહુકમુહત્યિ પાઠ જોવા મળે છે. શકટ એટલે ગાડું, ઊર્ધ્વ મુખ એટલે ઉપર ઉઠેલી ઘરાનો અગ્રભાગ. ગાડાના ધંસરની જેમ અંદરનો ભાગ સંકીર્ણ અને બહારનો ભાગ વિસ્તૃત છે.
ગાડાની ધુંસર અને ધતુરાનું પુષ્પ અંદરની તરફ સાંકડું છે પણ અર્ધ ગોળાકાર નથી. જ્યારે પ્રકાશ ક્ષેત્ર અને અંધકાર ક્ષેત્ર અંદરની બાજુ અર્ધગોળાકાર છે. તે અર્ધગોળાકાર આકાર બતાવવા અંકમુખની ઉપમા આપી છે. પ્રકાશ અંધકાર ક્ષેત્રનો આકાર, ઉપમાઓ -
-WITTTTTI
પ્રકાર અંધકાર ક્ષેત્ર
અંકમુખ હદમાં ધતુરાનું પુષ્પ કરમુખ- ગાડાની ધુરા | સ્વસ્તિક મુખ વાહો - સૂત્રકારે વાહનો અવંદિયા – અવસ્થિત બાહા શબ્દ દ્વારા તાપક્ષેત્રની લંબાઈનું સૂચન કર્યું છે. તે તાપક્ષેત્રની બંને બાજુની લંબાઈનું બે બાહારૂપે કથન કર્યું છે. વાદા અવયનો