________________
૯૬ ]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
પાસે ચોરાણુ હજાર આઠસો અડસઠ યોજન અને એક યોજનાના ચાર દશાંશ ૯૪,૮૬૮ યોજન છે.
પ્રશ્ન- તાપક્ષેત્રની સર્વ બાહ્ય બાહાની પરિધિનું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? ઉત્તરજંબદ્વીપની પરિધિ સાથે ત્રણનો ગુણાકાર કરીને, પ્રાપ્ત ગુણનફળને ૧૦ થી ભાગતા જે સંખ્યા પ્રાપ્ત થાય તે સર્વ બાહ્ય બાહાની પરિધિ સમજવી. જંબૂદ્વીપની પરિધિ ૩,૧૬૨૨૮ યોજન ૪ ૩ = ૯,૪૮,૬૮૪ - ૧૦ - ૯૪,૮૬૮ યોજન પ્રાપ્ત થાય છે, તે સર્વ બાહ્ય બાહાની પરિધિ છે. (જબૂદ્વીપ પરિધિના ૧૦ વિભાગમાંથી ત્રણ વિભાગ પ્રમાણ તાપક્ષેત્ર છે, તેથી ત્રણથી ગુણી, ૧૦ થી ભાગવાનું કથન છે.) તાપક્ષેત્રની લંબાઈ - ११ ता से णं तावक्खेत्ते केवइयं आयामेणं आहिएति वएज्जा ? ता अट्ठत्तरं जोयणसहस्साई तिण्णि य तेत्तीसे जोयणसए जोयणतिभागे च आयामेणं आहिएति વળ્યા |
ભાવાર્થ :- પ્રજ્ઞ– (જ્યારે તાપક્ષેત્રની પૂર્વોક્ત પહોળાઈ હોય) ત્યારે તે તાપક્ષેત્રની લંબાઈ કેટલી હોય છે? ઉત્તર- તે સમયે તાપક્ષેત્રની કુલ લંબાઈ ઈઠ્ઠોતેર હજાર, ત્રણસો તેત્રીસ યોજના અને એકતૃતીયાંશ યોજન(૭૮,૩૩૩ 3 યોજન) પ્રમાણ હોય છે. અંધકાર ક્ષેત્ર સંસ્થિતિ:१२ तया णं किंसंठिया अंधकारसंठिई आहिएति वएज्जा ? ता उड्डीमुहकलंबुयापुप्फसंठिया तहेव जाव बाहिरिया चेव बाहा । ભાવાર્થ - પ્રશ્ન – અંધકાર ક્ષેત્રનું સંસ્થાન કેવું છે? ઉત્તર- અંધકાર ક્ષેત્રનો આકાર ઊર્ધ્વમુખી ધતૂરાના ફૂલ જેવો છે વગેરે બાહા પર્યતનું સર્વ કથન તાપક્ષેત્ર પ્રમાણે જાણવું. | १३ तीसे णं सव्वब्भंतरिया बाहा मंदरपव्वयंतेणं छज्जोयणसहस्साई तिण्णि य चउवीसे जोयणसए छच्च दसभागे जोयणस्स परिक्खेवेणं आहिए त्ति वएज्जा ।
ता तीसे णं परिक्खेवविसेसे कओ आहिए त्ति वएज्जा ? ता जे णं मंदरस्स पव्वयस्स परिक्खेवे णं तं परिक्खेवं दोहिं गुणेत्ता, दसहिं छित्ता दसहिं भागे हीरमाणे, एस णं परिक्खेव विसेसे आहिएति वएज्जा । ભાવાર્થ:- અંધકાર ક્ષેત્રની સર્વવ્યંતર બાહાની મેરુ તરફની પરિધિ છ હજાર ત્રણસો ચોવીસ યોજન અને એક યોજનના છ દસમાંશ(૬,૩૨૪%) યોજનની છે.
પ્રશ્ન- અંધકાર ક્ષેત્રની સર્વાત્યંતર બાહાની પરિધિનું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? ઉત્તરમંદર પર્વતની પરિધિ સાથે બેનો ગુણાકાર કરી પ્રાપ્ત ગુણનફળને દસથી ભાગતા જે સંખ્યા પ્રાપ્ત થાય તે અંધકાર ક્ષેત્રની સર્વાત્યંતર બાહાની પરિધિ સમજવી. (મેરુ પરિધિ ૩૧,૬૨૩ ૪ ૨ = ૩,૨૪૬+ ૧૦ = ૬૩૨૪ યોજન) સર્વાત્યંતર બાહાની પરિધિ છે. १४ तीसेणं सव्वबाहिरिया बाहा लवणसमुदंतेणं तेवढि जोयण सहस्साई दोण्णि