________________
૯૪ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
(૮) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપ ક્ષેત્રનો આકાર બાલાગ્રપોતિકા–લઘુ પ્રાસાદ જેવો છે. (૯) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપ ક્ષેત્રનો આકાર જંબૂદ્વીપ જેવો છે. (૧૦) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપ ક્ષેત્રનો આકાર ભરતક્ષેત્ર જેવો છે. (૧૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપ ક્ષેત્રનો આકાર ઉદ્યાન જેવો છે. (૧૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપ ક્ષેત્રનો આકાર નિર્માણ (નગરમાંથી નીકળવાનો માર્ગ) જેવો છે. (૧૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપક્ષેત્રનો આકાર એકતાનિષધ(એક બળદ જોતરેલા રથ) જેવો છે. (૧૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપક્ષેત્રનો આકાર દ્વિવિધ નિષધ(બે બળદ જોતરેલા રથ) જેવો છે. (૧૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપક્ષેત્રનો આકાર ટ્વેનક(સીંચાનક–પક્ષી વિશેષ) જેવો છે. (૧૬) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર-સૂર્યના તાપક્ષેત્રનો આકાર ટ્વેનક પૃષ્ઠ(પીઠ) જેવો છે.
५ वयं पुण एवं वयामो- ता उड्डीमुहकलंबुयापुप्फसंठिया तावक्खेत्तसंठिई पण्णत्ता-अंतो संकुया बाहिं वित्थडा, अंतो वट्टा बाहिं पिहुला, अंतो अंकमुहसंठिया बाहिं सत्थियमुहसंठिया । ભાવાર્થ :- ભગવાન એમ કહે છે કે તાપક્ષેત્રનો આકાર ઊર્ધ્વમુખી (ઉપર મુખવાળા) કદંબપુષ્પ(ધતુરાના પુષ્પ) જેવો છે. તે તાપક્ષેત્ર અંદર(મેરુ તરફ) સંકુચિત અને બહાર(સમુદ્ર) તરફ પહોળું છે, અંદરની બાજુ ગોળ અને બહારની બાજુ પહોળું છે, અંદરની બાજુએ અંકમુખ જેવો આકાર અને બહારની બાજુએ સ્વસ્તિક મુખ જેવો આકાર છે. તાપક્ષેત્ર સંસ્થિતિની બે બાહાઓ - | ६ उभओ पासेणं तीसे णं दुवे बाहाओ अवट्ठियाओ भवंति पणयालीसंपणयालीसं जोयणसहस्साई आयामेणं । ભાવાર્થ:- તાપક્ષેત્રની બંને બાજુની બે બાહાઓ અવસ્થિત છે. આ બંને અવસ્થિત બાહાઓ ૪૫,૦૦૦૪૫,000 યોજન લાંબી છે. (આ લંબાઈ જંબુદ્વીપની અપેક્ષાએ સમજવી. લવણ સમુદ્રમાં તાપક્ષેત્રની લંબાઈ સાધિક ૩૩,૩૩૩યોજન છે. આ લંબાઈમાં હાનિ વૃદ્ધિ થતી નથી, તેથી તેને અવસ્થિત બાહા કહે છે.) | ७ तीसे णं दुवे बाहाओ अणवट्ठिआओ भवंति, तं जहा- सव्वब्भंतरिया चेव बाहा । सव्वबाहिरिया चेव बाहा । ભાવાર્થ :- તાપક્ષેત્રની બે બાહાઓ અનવસ્થિત છે. તે આ પ્રમાણે છે– (૧) સર્વાત્યંતર બાહા મેરુ પર્વત તરફ અને (૨) સર્વ બાહ્ય બાહા સમુદ્ર તરફ છે.