SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૮ ] શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર એક વરસમાં ૩૬૬ અર્ધ મંડળને પાર કરે છે. બે સૂર્ય ૭૩ર મંડળને પાર કરે છે, તેથી એક-એક ભાગના ૭૩ર વિભાગની કલ્પના કરવાનું કહ્યું છે.) ૭૩ર વિભાગવાળા પાંચ વિભાગ એટલે ૭૩ર ૪ ૫ = ૩,so ભાગ જંબૂદ્વીપ ક્ષેત્રના થાય, સૂર્યસર્વાત્યંતર મંડળઉપર હોય ત્યારે પાંચ ભાગમાંથી દોઢવિભાગને પ્રકાશિત કરે છે તેથી ૭૩૨ x ૧ = ૧,૦૯૮ ભાગને એક સૂર્ય અને ૧,૦૯૮ ભાગને બીજો સૂર્ય પ્રકાશિત કરે છે. જેબૂદ્વીપના ૧,૦૯૮+ ૧,૦૯૮ = ૨,૧૯૬ ભાગમાં પ્રકાશ અને કુલ વિભાગમાંથી પ્રકાશિત વિભાગ બાદ કરતાં એટલે ૩,૦-૨,૧૯૬ = ૧૪૬૪ ભાગમાં અંધકાર હોય છે અથવા પાંચ ભાગમાંથી બે ભાગ એટલે ૭૩ર + ૭૩૨ = ૧,૪૬૪ ભાગમાં અંધકાર હોય છે. સૂર્ય જ્યારે સર્વબાહ્ય મંડળ ઉપર હોય ત્યારે પાંચ ભાગમાંથી એક-એક ભાગ એટલે ૭૩ર + ૭૩ર = ૧,૪૬૪ ભાગ ઉપર પ્રકાશ અને પાંચ ભાગમાંથી દોઢ-દોઢ ભાગ એટલે ૧,૦૯૮ + ૧,૦૯૮ = ૨,૧૯૬ ભાગમાં અંધકાર હોય છે. પ્રત્યેક મંડળે પ્રકાશ ક્ષેત્રની હાનિ-વૃદ્ધિ:- પ્રત્યેક મંડળે બે ભાગની હાનિ-વૃદ્ધિ થાય છે. પ્રથમ મંડળે રહેલો એક સૂર્ય દોઢ વિભાગને અર્થાત્ ૧,૦૯૮ ભાગને પ્રકાશિત કરે છે અને ૧૮૩મા મંડળે (એક વિભાગને) ૭૩ર ભાગને પ્રકાશિત કરે છે, તેથી ૧,૦૯૮-૭૩ર = ૩૬૬ ભાગનો તફાવત થાય છે. ૧૮૩ મંડળમાં ૩૬૬ ભાગનો તફાવત, તો ૧ મંડળે કેટલો? આ રીતે ત્રિરાશિ મૂકતાં ૩૬૬ + ૧૮૩ = પ્રત્યેક મંડળે જંબૂદ્વીપના ૩,૬૦ ભાગમાંથી ૨ ભાગની હાનિ-વૃદ્ધિ થાય છે. બીજા મંડળે સૂર્ય ૭૩૪ ભાગને ત્રીજા મંડળે ૭૩૬ ભાગને પ્રકાશિત કરે છે, આ રીતે પ્રત્યેક મંડળે બે-બે ભાગની વૃદ્ધિ કરતાં-કરતાં આગળઆગળના મંડળ ઉપર જાય છે, તેમ સમજવું. જેબલીપના પ્રકાશિત ચકભાગ - 4 પ્રકાશ ભગ પ્રકાર ૧પ. સાધ્વી સુબોધિકા જ ત્રીજું પ્રાભૃત સંપૂર્ણ
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy