________________
| પ્રાભૃત-૩
[ ૮૭ |
ભાવાર્થ - ભગવાન કહે છે કે સર્વ દ્વીપ સમુદ્રની મધ્યમાં, પરિધિથી યુક્ત જંબૂદીપ નામનો દ્વીપ છે, તે દ્વીપની ચારે બાજુ ફરતે આઠ યોજન ઊંચી જગતી (કોટ) છે, તે જંબૂદ્વીપમાં કુલ મળીને ચૌદ લાખ છપ્પન હજાર(૧૪, ૫૦૦૦) નદીઓ છે વગેરે વર્ણન જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રમાણે જાણવું.
તે જંબુદ્વીપ નામના ચક્રાકાર(વર્તુળાકાર) દ્વીપના પાંચ ભાગ(ચક્ર ભાગ) કહ્યા છે. | ३ ता कहं जंबुद्दीवे दीवे पंच चक्कभागसंठिए आहिएति वएज्जा? ता जया णं एए दुवे सूरिया सव्वभंतरं मंडलं उवसंकमित्ता चारं चरंति तया णं जंबूद्दीवस्स दीवस्स तिण्णि पंच चक्कभागे ओभासति जाव पगासेंति, तं जहा- ता एगे वि सूरिए एग दिवड्ड पंच चक्कभाग ओभासइ जाव पगासेइ, एगे वि एग पंच चक्कभागं ओभासई जाव पगासेइ, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ । ભાવાર્થ - પ્રશ્ન- શા માટે જંબૂદ્વીપ નામના દ્વીપના પાંચ ચક્રભાગ કહ્યા છે? ઉત્તર- જંબૂદ્વીપમાં જ્યારે બંને સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે જંબૂદ્વીપના પાંચ ચક્રભાગમાંથી ત્રણ ચક્રભાગને અવભાસિત યાવત પ્રકાશિત કરે છે. પાંચ ચક્રભાગમાંથી દોઢ ભાગને એક સુર્ય અને દોઢ ચક્રભાગને બીજો સૂર્ય અવભાસિત યાવત પ્રકાશિત કરે છે અને ત્યારે સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧ર મુહૂર્તની રાત્રિ હોય છે. | ४ |ता जया णं एए दुवे सूरिया सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरंति तया णं जंबुद्दीवस्स दीवस्स दोण्णि पंच चक्कभागे ओभासंति जाव पगासेंति, ता एगे वि सूरिए एगं पंच चक्कभागं ओभासेइ जाव पगासेइ, ता एगे वि सूरिए एगं पंच चक्कभागं ओभासइ जाव पगासेइ, तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ । ભાવાર્થ – જંબૂદ્વીપમાં જ્યારે બંને સૂર્ય સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે જંબૂદ્વીપના પાંચ ચક્રભાગમાંથી બે ચક્રભાગને અવભાસિત થાવપ્રકાશિત કરે છે. તેમાં એક સૂર્ય પાંચ ચક્રભાગમાંથી એક ભાગને અવભાસિત યાવતુ પ્રકાશિત કરે છે અને બીજો સૂર્યપાંચ ચક્રભાગમાંથી એક ચક્રભાગને(એમ કુલ બે ચક્રભાગને) અવભાસિત યાવત્ પ્રકાશિત કરે છે અને ત્યારે સૌથી મોટી, લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ અને ટૂંકામાં ટૂંકો ૧ર મુહૂર્તનો દિવસ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબૂદ્વીપના બંને સૂર્ય દ્વારા પ્રકાશિત થતાં જંબૂદ્વીપના વિભાગોનું વર્ણન છે. જંબુદ્વીપના પાંચ ભાગની કલ્પના કરીએ, તો તેમાંથી દોઢ ભાગને એક સૂર્ય અને બીજા દોઢ ભાગને બીજો સૂર્ય એમ કુલ ત્રણ ભાગને સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે પ્રકાશિત કરે છે અને સૂર્ય સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે એક સૂર્ય એક ભાગને અને બીજો સૂર્ય બીજા એક ભાગને, એમ કુલ બે ભાગને પ્રકાશિત કરે છે.
વૃત્તિકારે તે સમજાવવા માટે એક-એક ભાગના ૭૩રવિભાગની કલ્પના કરવાનું કહ્યું છે.(એક સૂર્ય