________________
પ્રાભૃત-૪: પરિચય
[ ૮૯ ]
ચોથું પ્રાભૃત પરિચય જીજળRORDCROROROR
પ્રસ્તુત ચોથા પ્રાભૂતમાં શ્વેતતા(પ્રકાશ)ની સંસ્થિતિ (સેલારું લિં તે સંરિ ૧/૧/૩) વિષયક વર્ણન છે. શ્વેતતાનો અર્થ પ્રકાશ થાય છે. ચંદ્ર-સૂર્યના વિમાન પ્રકાશમય છે અને જેબૂદ્વીપ આદિ ક્ષેત્ર પણ તેના પ્રકાશથી પ્રકાશમય બને છે, તેથી પ્રસ્તુત પ્રાભૃતમાં શ્વેતતા શબ્દથી ચંદ્ર-સૂર્ય વિમાન વચ્ચેનું ક્ષેત્ર અને સૂર્ય પ્રકાશથી પ્રકાશિત પ્રકાશ ક્ષેત્ર(તાપક્ષેત્ર) બંનેનું ગ્રહણ થાય છે અને અહીં આ બંને પ્રકારના ક્ષેત્રના સંસ્થાન–આકારનું વર્ણન કર્યું છે.
નૂતન વરસના પ્રારંભ સમયે એક સૂર્ય અગ્નિખૂણામાં અને એક સૂર્ય વાયવ્ય ખૂણામાં હોય છે અને તે સમયે એક ચંદ્ર ઈશાન ખૂણામાં અને બીજો ચંદ્ર નૈઋત્ય ખૂણામાં હોય છે, આ બંને ચંદ્ર અને બંને સૂર્યની વચ્ચેની ટ્વેતતા(પ્રકાશ) ક્ષેત્રનો આકાર સમચોરસ થાય છે.
સૂર્યનો પ્રકાશ જંબૂદ્વીપ અને લવણ સમુદ્રના જેટલા વિભાગમાં ફેલાય છે, તેને પ્રકાશ ક્ષેત્ર, તાપક્ષેત્ર કે આતાપક્ષેત્ર કહે છે અને સૂર્ય પ્રકાશના અભાવમાં શેષ વિભાગમાં અંધકાર ફેલાય છે, તેને અંધકાર ક્ષેત્ર કહે છે. આ પ્રકાશ ક્ષેત્ર અને અંધકાર ક્ષેત્રનો આકાર અંદરની બાજુએ મેરુ પર્વત સમીપમાં સંકીર્ણ છે અને બહારની બાજુએ લવણ સમુદ્ર તરફ વિસ્તૃત થતો જાય છે. સૂત્રકારે આ સંસ્થાનને સમજાવવા ધતુરાનાં પુષ્પ, અંકમુખ–(ખોળાનો અંદરનો ભાગ) સ્વસ્તિક મુખ, આ ત્રણ ઉપમા આપી છે.
જંબુદ્વીપથી ૮00 યોજન દુર(ઊંચે) રહેલા એક સૂર્યનો પ્રકાશ જંબુદ્વીપમાં મેરુપર્વતના અંતભાગથી પ્રારંભ કરી લવણ સમુદ્રમાં ૩૩,૩૩૩યોજન સુધી અર્થાત્કુલ ૪૫,000 યોજન જંબૂદ્વીપના + ૩૩,૩૩૩યોજન લવણ સમુદ્રના = ૭૮,૩૩૩યોજન સુધી એક દિશામાં ફેલાય છે અને બીજા સૂર્યનો પ્રકાશ સામી દિશામાં મેરુપર્વતથી પ્રારંભી ૭૮,૩૩૩ ફુ યોજન પર્યત ફેલાય છે.
સુર્ય પ્રકાશના અભાવમાં તેટલા જ યોજન સુધી અંધકાર ફેલાય છે. આ પ્રકાશક્ષેત્ર અને અંધકાર ક્ષેત્રની લંબાઈ છે. આ લંબાઈ હંમેશાં એક સમાન જ રહે છે. સૂત્રકારે તેને બે અવસ્થિત બાહા કહી છે.
પ્રકાશ-અંધકાર ક્ષેત્રથી પહોળાઈ મેરુપર્વત તરફ અંદરની બાજુએ સંકીર્ણ છે અને ત્યાર પછી ક્રમશઃ વિસ્તૃત-વિસ્તૃત થતી જાય છે, તે ઉપરાંત દક્ષિણાયન અને ઉત્તરાયણમાં પ્રકાશ-અંધકાર ક્ષેત્રની પહોળાઈમાં હાનિ-વૃદ્ધિ થાય છે.
પ્રકાશ ક્ષેત્રના દસ વિભાગ કરવામાં આવે છે અને બંને સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે દસ વિભાગમાંથી એક સૂર્ય ત્રણ વિભાગને અને બીજો સૂર્ય સામેની દિશાના અન્ય ત્રણ વિભાગને, એમ કુલ છ વિભાગને પ્રકાશિત કરે છે અને શેષ સામસામી દિશાના બે-બે વિભાગ, કુલ ચાર વિભાગમાં અંધકાર હોય છે. બંને સૂર્ય સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે પ્રકાશ ક્ષેત્રના દસ વિભાગમાંથી બે-બે, એમ કુલ ચાર વિભાગમાં પ્રકાશ હોય છે અને ત્રણ-ત્રણ, એમ કુલ છ વિભાગમાં અંધકાર હોય છે. આ રીતે પ્રત્યેક મંડળે પ્રકાશ-અંધકાર ક્ષેત્રમાં ઢકે ભાગની હાનિ-વૃદ્ધિ થાય છે.
સૂત્રકારે પ્રકાશ અને અંધકાર ક્ષેત્રની પહોળાઈ જાણવા માટેની પદ્ધતિનું નિરૂપણ સૂત્રપાઠ દ્વારા જ કર્યું છે.