SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર ત્રીજું પ્રાભૂત પરિચય ROOOOOOR પ્રસ્તુત ત્રીજા પ્રાભૂતમાં સૂર્યના અવભાસ એટલે પ્રકાશક્ષેત્રનું (ઓભાલફ જેવ= ૧/૧/૩) વર્ણન છે. પ્રસ્તુત પ્રાભૂતમાં સૂત્રકારે જંબુદ્રીપના પાંચ વિભાગ કરીને વિષયનું વર્ણન કર્યું છે. સૂર્ય સર્વાયંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતાં હોય ત્યારે(ઉત્તરાયણના અંતિમ દિવસે) આ પાંચ વિભાગમાંથી દોઢ-દોઢ વિભાગ એટલે કુલ ત્રણ વિભાગમાં પ્રકાશ અને એક-એક વિભાગ એટલે કુલ બે વિભાગમાં અંધકાર હોય છે. સૂર્ય સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે(દક્ષિણાયનના અંતિમ દિવસે) પાંચ વિભાગમાંથી એક-એક વિભાગ એટલે કુલ બે વિભાગમાં પ્રકાશ અને દોઢ-દોઢ વિભાગ એટલે કુલ ત્રણ વિભાગમાં અંધકાર હોય છે. સૂર્યના ૧૮૩ મંડળના પાંચ-પાંચ વિભાગ થતાં કુલ ૯૧૫ વિભાગ થાય છે. તેમાં પ્રત્યેક મંડળના પાંચ-પાંચ વિભાગ છે. દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળે મંડળગત ૐ ભાગ કે સર્વ મંડળગત દ્વેષ ભાગ પ્રકાશ ક્ષેત્રની હાનિ થાય છે. આ રીતે પ્રત્યેક મંડળે ૢ ભાગ પ્રકાશ ક્ષેત્રની હાનિ-વૃદ્ધિ થાય છે. ચોથા પ્રાભૂતમાં પ્રકાશક્ષેત્રના સંસ્થાનનું કથન કરતા સૂત્રકારે પ્રકાશક્ષેત્રના દસ વિભાગ કરવાનું સૂચન કર્યું છે. તે દસ વિભાગમાંથી છવિભાગમાં પ્રકાશ અને ચાર વિભાગમાં અંધકાર હોય છે. આ બંને પ્રકારના વિધાનમાં કથન માત્રનો તફાવત છે, તાત્ત્વિક તફાવત નથી. ܀܀܀܀܀
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy